દુનિયામાં કંઈ પણ અશક્ય નથી તે ફરી એકવાર સાબિત થયું છે. વિજ્ઞાનની સામે સમયે સમયે દરેક વસ્તુ વામણી પૂરવાર થાય છે. થઈ રહી છે. ત્યા સુધી કે સપનાઓ પર કાબૂ પણ મેળવી શકે છે. બની શકે છે કે, આવનારા દિવસોમાં તમારા સપનાઓને તમે પણ હેક કરી શકો. આ વાત પર જ વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો એક એવી ડિવાઈઝ તૈયાર કરી રહ્યા છે જેનાથી તમે તમારા સપનાઓ પર કાબૂ મેળવી શકશો. એટલે કે જો સારું સપનું છે તો તમે તેને આરામથી જોઈ શકશો અને જો તમને સપનું ગમતું નથી તો તમે તેને ત્યાં જ સ્ટોપ કરી શકશો. જો આ વૈજ્ઞાનિકો આવું કરવામાં સફળ રહેશે તો એ દુનિયાની સૌથી મોટી અને ઐતિહાસિક શોધ ગણાશે.
આપણે તમામ લોકોને સપના આવે છે પરંતુ સપનાઓ પર હજુ સુધી કોઈનું નિયંત્રણ નથી. તમે વિચારો છો કે, આજે સારું સપનું જોવું છે તો પણ નથી જોઈ શકતા. એટલે કે, ઈચ્છાનુસાર સપનું નથી આવતુ. બીજી તરફ એ જ વાત કે આપણે કોઈને ખરાબ સ્વપ્ન નથી જોવા છતાં એ આવે તો એને રોકી નથી શકાતા. જો કે, વૈજ્ઞાનિકોના મત પ્રમાણે હવે એ દિવસો દૂર નથી કે તમારા સપના તમારા હાથમાં હશે. વૈજ્ઞાનિકો જે ડિવાઈઝ તૈયાર કરી રહ્યા છે તે હાથમાં પહેરવાની હશે. જેની મદદથી ગમતા સ્વપ્ન વધુ સમય સુધી જોઈ શકાશે અને ખરાબ સ્વપ્નને તાત્કાલિક હટાવી પણ શકાશે.
કોણ તૈયાર કરી રહ્યું છે ડિવાઈઝ ?
અમેરિકાના વૈજ્ઞાનિકો આ ડિવાઈઝ પર કામ કરી રહ્યા છે. ડિવાઈઝને હાથમાં પહેરી શકાશે અને તેનું કદ પણ નાનું હશે. આ ડિવાઈઝ માટે અમેરિકી વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. મૈસાચ્યુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકો સપનાઓને હેક કરવાની કોશિશ કરી રહ્યા છે. સપના હેક કરવાની ડિવાઈઝ MITની ડ્રીમ લેબમાં તૈયાર થઈ રહી છે. દાવો છે કે, આ ડિવાઈઝથી તમે તમારા સ્વપ્નના માલિક મની શકશો. એટલે કે, સપનાઓ પર નિયંત્રણ લાવી શકશો.
MITની ડ્રીમ લેબના રિસર્ચર એડમ હોરોવિટ્જએ કહ્યું કે, જીવનનો એક ભાગ સપના જોવામાં જતો રહે છે. જો સપનાઓ પર નિયંત્રણ મેળવી લેવાય તો વ્યક્તિત્વ વધુ નીખરી શકે. જો ડિવાઈઝ તૈયાર થઈ જાય તો તમે રાત્રે ખરાબ સ્વપ્ન જોઈને સવારે પરેશાન નહીં થાઓ. કેટલીકવાર ખરાબ સપનાની લાંબા સમય સુધી મન પર અસર રહે છે. આશા છે કે આનાથી માનવ મગજની ક્ષમતા પણ વધશે.
આવી હશે ડિવાઈઝ
સપનાને હેક કરનારી ડિવાઈઝનું નામ છે ડોરિમો. જેને હાથમોજા જેમ હથેળીમાં પહેરવાની છે. ડિવાઈઝમાં કેટલાય પ્રકારના સેન્સર છે. ડોરિમો ઊંઘી રહેલા વ્યક્તિની સ્થિતિ વિશે જાણે છે. ડિવાઈઝ એ જાણે છે કે ઉંઘી રહેલો વ્યક્તિ ચેતનામાં (Conscious) છે કે અર્ધ ચેતનામાં (Sub-Conscious). જ્યારે વ્યક્તિ આ બંને સ્થિતિની વચ્ચે હોય છે તેને હિપ્નાગોગિયા (Hypnagogia) કહે છે. હાલ આનું ટ્રાયલ ચાલી રહ્યું છે. 50 જેટલા વ્યક્તિઓ પર આ ડિવાઝનું પરિક્ષણ કરાયું છે. હજુ આ ડિવાઈઝમાં ઘણાં બદલાવ કરવાના બકી છે.
ડોરીમો હિપ્નાગોગિયા (Hypnagogia)માં ઉંઘી રહેલાં વ્યક્તિના મગજમાં બની રહેલી તસવીરો અને આભાસોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હિપ્નાગોગિયા (Hypnagogia)ની સ્થિતિમાં વ્યક્તિને સારી તસવીરો જોવા મળે છે. એટલે કે સપના આ જ સ્થિતિમાં આવે છે. તેને અવાજ સંભળાય છે અથવા કોઈ ઘટનાનો આભાસ થાય છે. કેટલીયવાર વ્યક્તિ આવી સ્થિતિમાં એવા કામ કરે છે જે તે હકીકતમાં કરી ચુક્યો હોય છે અથવા કરવાનો વિચાર હોય છે.
પરિક્ષણ કેવી રીતે કરાયું ?
ડોરિમો ડિવાઈઝમાં પ્રી-રેકોર્ડેડ મેસેજ છે. ડિવાઈઝમાંથી એક શબ્દ સંભળાયો ટાઈગર. ત્યારબાદ તમામ લોકોને જેમના પર પરિક્ષણ થઈ રહ્યું હતું તેમના સપનામાં વાઘ આવ્યો. આ ડિવાઈઝની મદદથી તમામ 50 લોકોના સપના જોવાની રીત, અસર અને બદલાવને નોંધવામાં આવી. યુનિવર્સિટીઓ ઓફ મોન્ટ્રિયલમાં માઈકેટ્રીના પ્રોફેસર ટોર નિલ્સને કહ્યું કે, આ એક શાનદાર ડિવાઈઝ છે. પોતાના સપનાને દરેક વ્યક્તિ જીવવા માગતો હોય છે. તેને નિયંત્રિત કરવા ઈચ્છતો હોય છે. તમે આ ડિવાઈઝની મદદથઈ ઉડી શકો છો, ગીત ગાઈ શકો છો, ફરી શકો છો અથવા તો સપનામાં સેક્સ પણ કરી શકો છો. આ ડિવાઈઝની મદદથી દેખાનારા સપના વર્ચ્યુઅલ રિયાલિટીથી વધુ સ્પષ્ટ અને આભાસી હશે.
ડિવાઈઝ કેટલી સફળ રહેશે ?
સપના પર નિયંત્રણ માટે તૈયાર કરાતી આ ડિવાઈઝ કેટલી અસરકારક રહેશે તેને લઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો દુવિધામાં છે. કારણ કે આ ડિવાઈઝ અવાજ સાંભળી અથવા તો કોઈ બાયોલોજિકલ સંદેશ મોકલી સપના પર નિયંત્રણ કરશે. આવા સમયે વ્યક્તિની માનસિક હાલત શું છે તે જાણવું ખુબ મુશ્કેલ છે.
યુનિવર્સિટી ઓફ એરિઝોનામાં ઉંઘ સપનાઓના એક્સપર્ટ રૂબિન નાયમને કહ્યું કે, ઉર્ધ્વ-ચેતના એટલે કે સબ-કોન્સિયસનેસ પોતાનામાં એક અલગ સ્તરે ઈન્જેલિજન્સ છે. આપણે તેમાથી શીખી શકીએ છીએ તેને દબાવી નથી શકતા. જ્યારે તમે ઉર્ધ્વ-ચેતનાની સ્થિતિમાં હોવ છો ત્યારે તેમાં તોડફોડ અથવા તો બદલાવ કરવાની જરૂર કદાચ બહુ જોખમી હોઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત