Homeગામનાં ચોરેઓમિક્રોન સંક્રમિત યુવક ઘરમાં રહેવાની જગ્યાએ મોલની દુકાનોમાં રખડી આવ્યો, રેસ્ટોરન્ટમાં ભોજન...

ઓમિક્રોન સંક્રમિત યુવક ઘરમાં રહેવાની જગ્યાએ મોલની દુકાનોમાં રખડી આવ્યો, રેસ્ટોરન્ટમાં ભોજન પણ કર્યું

Team Chabuk-National Desk: ભારત દેશમાં બીજી લહેર દરમિયાન સર્જાયેલી કોરોનાની સુનામીમાંથી કંઈ બોધપાઠ ન લેનારાઓ ગણ્યા ગણાય નહીં એટલા છે. આવો જ એક કિસ્સો કેરળમાં બહાર આવ્યો છે. જ્યાં ઓમિક્રોન વાઈરસથી સંક્રમિત યુવક જ્યારે કંઈ થયું જ નથી તેમ બોડી-બામણીનું-ખેતર સમજીને હોટલ, મોલ, રેસ્ટોરન્ટ સહિતની જગ્યાઓએ ભ્રમણ કરી આવ્યો.

સંક્રમિત યુવક માર્કેટની એક એક જગ્યાએ પર્યટન કરી આવ્યો હોવાની જાણકારી પ્રશાસનને મળતા પ્રશાસનનું શરીર જ જાણે ઠંડુ પડી ગયું. હવે પ્રશાસન આ યુવકના સંપર્કમાં આવેલા લોકોની લિસ્ટ તૈયાર કરવાના કામમાં જોતરાયું છે. પ્રશાસન માટે સૌથી મોટો પડકાર એ છે કે સંક્રમિત યુવકે મોલની કઈ કઈ દુકાનમાં આટાફેરા માર્યા? તેના સંપર્કમાં કેટલા લોકો આવ્યા? જે રેસ્ટોરન્ટમાં તેણે ભોજન કર્યું છે ત્યાં આસપાસ કેટલા લોકો હાજર હતા.

સ્વાસ્થ્ય મંત્રી વાણી જ્યોર્જે જણાવ્યું કે વિભાગ યુવકનું રુટમેટ જાહેર કરશે અને તેના સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરશે કે તુરંત જ કોરોના ટેસ્ટ કરાવી સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક સાધે. તેમણે કહ્યું કે, ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થવા પર નિયમનું પાલન કરવું જરૂરી છે. ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટથી પણ ઘણો ઘાતક છે. આ વેરિએન્ટ તાત્કાલિક એક ભીડને ઝપેટમાં લેવાની તાકાત ધરાવે છે.

દેશમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય કેરળ છે. દેશમાં કુલ કોરોનાના આંકડાઓમાંથી અડધાથી વધારે સંક્રમિત દરદીઓ અહીંથી નીકળ્યા છે. જ્યારે જ્યારે કેરળમાં કોરોનાના દરદીઓને ફુગ્ગો ફૂટે છે ત્યારે ત્યારે કેન્દ્રની નિષ્ણાતોની ટીમને ત્યાં મોકલવાની અનિવાર્યતા પડે છે. ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 3,404 નવા કેસ સામે આવ્યા હતા અને 320 લોકોની મોત થઈ હતી. એ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,95,997 અને મૃત્યુ પામનારાઓનો આંકડો 43,946 સુધી પહોંચી ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments