Homeસિનેમાવાદપુષ્પાના ગીત પર બનેલો આ વીડિયો પેટ પકડીને હસવા કરશે મજબૂર, અનુપમ...

પુષ્પાના ગીત પર બનેલો આ વીડિયો પેટ પકડીને હસવા કરશે મજબૂર, અનુપમ ખેરે શેર કર્યો વીડિયો

Team Chabuk-Entertainment Desk: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનીની પુષ્પા: ધ રાઈઝ રિલિઝ બાદ હજુ પણ ચર્ચામાં છે. અલ્લુ અર્જુનની સ્ટાઈલથી લઈને ફિલ્મના ગીતો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આવા સમયે સોશિયલ મીડિયા પર ચેલેન્જ પણ ચાલી રહ્યા છે. પુષ્પાનું ગીત ‘Oo Antava’ ખુબ પ્રખ્યાત થયું છે. હવે અભિનેતા અનુપમ ખેરે આના પર ખુબ રમુજી વીડિયો શેર કર્યો છે.

પુષ્પા ફિલ્મનું ગીત ‘Oo Antava’માં સમાંથા રુથ પ્રભુનો અંદાજને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ગીત આજે પણ છવાયેલું રહે છે. અનુપમ ખેરે પોતાની ફિલ્મ હમ આપ કે હૈ કોનના ગીત આજ હમારે દીલ મેના એક સીનને શેર કર્યો છે. આ વીડિયોમાં ‘Oo Antava’નો ઓડિયો લગાવી દેવાયો છે જેનાથી જોનારા હસી હસીને લોટ પોટ થઈ રહ્યા છે.

અનુપમ ખેરે આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, ટ્રેન્ડ સાથે બની રહ્યું છે અમારું હમ આપ કે હૈ કોન. આ વીડિયો પુષ્પાના પ્રસિદ્ધ ગીતની સરાહના કરી રહ્યું છે. અનુપમ ખેરના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, સાચે જ બહુ ફની છે. આ ગીત પૈન ઈન્ડિયા હીટ બની ગયું છે. ક્યારેક આને બોલિવુડમાં કોપી કરવામાં આવશે. એક અન્ય યુઝરે લખ્યું  કે, પુષ્પા ટાઈપ સમધન ? એક અન્ય યુઝરે લખ્યું કે, આ વીડિયોને  એડિટ કરનારાને 21 તોપોની સલામી.

ઉલ્લેખનીય છે કે, પુષ્પા ફિલ્મની સાથે તેના ગીતોના પણ ચારે તરફ વખાણ થઈ રહ્યા છે. પુષ્પાના ડાયલોગ, ગીત અને પુષ્પાની સ્ટાઈલે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. પુષ્પાના ડાયલોગ ‘મે ઝુકેગા નહીં સાલા’ પર અલગ અલગ મીમ બની રહ્યા છે જે પણ વાંચનારાને પેટ પકડીને હસવા મજબૂર કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments