નામઃ સીમા ખર્બે
આરોપઃ છેતરપિંડી
રકમઃ 11 કરોડ રૂપિયા
દેશઃ પાકિસ્તાન
ઘટના પાકિસ્તાનની છે જ્યાં એક મહિલાએ વીમા કંપનીને 11 કરોડ રૂપિયાનો ચુનો લગાવી દીધો. વીમો મેળવવા માટે તેણે યોજના બનાવી. કેટલાક લોકોને લાંચ પણ આપી. રૂપિયા મળ્યા બાદ આ મહિલાએ અસંખ્ય દેશમાં પણ મોજ કરી. જ્યારે અમેરિકનને આ મહિલા પર શંકા ગઈ તો પાકિસ્તાની તંત્રને જાણ કરી. તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી કે આ મહિલાનું તો મોત થઈ ગયું છે !
વીમા કંપનીને છેતરી
મહિલાનું નામ સીમા ખર્બે છે. જે પાકિસ્તાનમાં રહે છે. મહિલાએ વીમા કંપની પાસેથી રૂપિયા મેળવવા માટે પોતાને મૃત જાહેર કરી દીધી હતી. ખોટુ ડેથ સર્ટીફિકેટ બનાવીને તેણે સમગ્ર યોજનાને અમલમાં મૂકી દીધી હતી. ડેથ સર્ટીફિકેટ મળી ગયું એટલે તેના સંતાનોએ વીમા કંપનીમાં ઈન્શ્યોરન્સ માટે અરજી કરી. વીમો પાસ થયો અને પરિવાર માલામાલ થયો. પરંતુ ખોટુ એ ખોટું. આ રૂપિયા ક્યાં સુધી ટકવાના હતા ? સત્ય સામે આવવાનું જ હતું.
સત્ય સામે કેમ આવ્યું ?
રૂપિયા મળ્યા બાદ આ મહિલાને ફરવાનો શોખ જાગ્યો હતો. એટલે તે દેશ-વિદેશમાં ફરવા જતી રહેતી હતી. આ મહિલાએ કરાંચીના એરપોર્ટ પરથી ઓછામાં ઓછી દસ વાર ફ્લાઈટમાં મુસાફરી કરી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મહિલાએ મુસાફરી કરી તેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા. આરોપ છે કે મહિલાએ વિદેશ પ્રવાસ માટે પણ ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. અધિકારીઓનો દાવો છે કે, મહિલાએ પાંચ દેશનો પ્રવાસ કર્યો છે દરેક વખતે તે પાકિસ્તાન પરત ફરી છે.
અમેરિકી અધિકારીને શંકા
એક ખાનગી વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, અમેરિકાના પ્રવાસ દરમિયાન અમેરિકી અધિકારીઓને આ મહિલા પર શંકા ગઈ હતી. તેમણે પાકિસ્તાન સંપર્ક કરી મહિલાની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે જાણ કરી હતી. અમેરિકી અધિકારી તરફથી મળેલ જાણકારી બાદ મહિલા પર નજર રખાઈ હતી. તપાસ કરતાં મહિલાના શાતિર દિમાગનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. મહિલા 2008 અને 2009 એમ બે વાર અમેરિકા ગઈ હતી.
આરોપી વિરુદ્ધ ફરિયાદ
તપાસમાં સામે આવ્યું કે, મહિલાએ સ્થાનિક અધિકારીઓ અને ડૉક્ટરને લાંચ આપીને ખોટુ ડેથ સર્ટિફિકેટ તૈયાર કરાવ્યું હતું. મહિલાના ડેથ સર્ટીફિકેટમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે, મહિલાને દફનાવી દેવામાં આવી છે. મહિલા સાથે હવે તેના દીકરા-દીકરી એક ડોક્ટર અને મદદ કરનારા સ્થાનિક અધિકારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આમ, એક શાતિર મગજની પાકિસ્તાની મહિલા વીમો પાસ કરાવવા માટે ચોપડામાં મરી ગઈ ! જો કે, આ હકીકતમાં તેણે 11 કરોડનો વીમો મેળવી જલ્સા કર્યા. પરંતુ કાયદો કોઈને છોડતો નથી પછી તે આ ઘટના પરથી સાબિત થયું છે. જો કે, એક પાકિસ્તાની મહિલાએ ખોટા પાસપોર્ટથી અનેક વાર વિદેશ પ્રવાસ કર્યો તે પાકિસ્તાની તંત્ર માટે શરમની વાત છે. આવી રીતે જો પાકિસ્તાની તંત્ર બેદરકાર રહે તો આતંકીઓ પણ પોતાના નાપાક ઈરાદાઓ લઈને અન્ય દેશોમાં પહોંચી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત