Homeગામનાં ચોરેપેગાસસ જાસૂસી: કેટલાક જ એવા લોકો હતા જેમના પર નજર રાખવામાં આવી...

પેગાસસ જાસૂસી: કેટલાક જ એવા લોકો હતા જેમના પર નજર રાખવામાં આવી હતી

Team Chabuk-National Desk: પેગાસસ (Pegasus) જાસૂસી કેસનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં હ્યુમન રાઈટ્સ ગ્રુપ એમનેસ્ટી ઈન્ટરનેશનલની સ્પષ્ટતા સામે આવી ગઈ છે. એમનેસ્ટી તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે કોઈ દિવસ નથી કહ્યું કે, હાલમાં જાહેર કરવામાં આવેલી લિસ્ટમાં NSO ગ્રુપના પેગાસસ સ્પાઈવેયરથી ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, જે લિસ્ટ સામે આવી છે એ ટાર્ગટ નહોતા પણ સંભવિત ટાર્ગેટ હતા. કંપનીના જણાવ્યા અનુસાર એમનેસ્ટી દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જે લિસ્ટ સામે આવી છે, એ સંભવિત ટાર્ગેટની હોય શકે છે. અર્થાત આ એ છે કે જેના પર NSO ગ્રુપના સોફ્ટવેયરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

એમનેસ્ટીનું કહેવું છે કે આખી લિસ્ટમાં કેટલાક જ એવા લોકો હતા જેમના પર નજર રાખવામાં આવી હતી. જોકે અન્ય માટે કન્ફર્મ ન કહી શકાય. આંતરાષ્ટ્રીય મીડિયા કંપનીઓ, ફોરબિડન સ્ટોરી અને એમનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા હાલમાં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુનિયાભરમાંથી આશરે 50 હજાર ફોન હેક કરવામાં આવ્યા છે. જેમાં પત્રકાર, નેતા, મંત્રી, એક્ટિવિસ્ટ પણ સામેલ છે. ફોન હેકિંગ માટે ઈઝરાયલની કંપની એનએસઓ ગ્રુપના પેગાસસ સોફ્ટવેયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભારતમાં જ્યારથી આ વાતનો ખુલાસો થયો છે ત્યારથી શાબ્દિક તીર તણાઈ રહ્યા છે. સંસદથી લઈને એક એક જગ્યાએ વિપક્ષ આ મુદ્દાને ઉઠાવી મોદી સરકારને ઘેરી રહી છે. આ આખી લિસ્ટમાં 300 લોકો ભારતના હતા. જેમાં રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત કેટલાય વિપક્ષી નેતાઓ હતા. ચાલીસથી વધારે પત્રકાર હતા. મંત્રીઓ અને અન્ય હસ્તીઓને ટાર્ગેટ કરવામાં આવી હતી.

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પર એનએસઓ ગ્રુપે પહેલા જ સ્પષ્ટતા આપી હતી કે એ ફક્ત જે તે સરકારને સોફ્ટવેયર આપે છે. ના કે કોઈ ખાનગી પ્લેયરને. એનએસઓ ગ્રુપે તમામ રિપોર્ટને પાયાવિહોણા ગણાવ્યા હતા. હાલ આ ફ્રાંસ અને ઈઝરાયલની આ મામલે તપાસ થઈ રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments