Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું મોદી મેજિક કામ કરી ગયું છે અને રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે ત્યારે હવે કોંગ્રેસી નેતાઓ સંતાવા માટે જગ્યા શોધી રહ્યા હોય એવું લાગે છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, તેમણે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કિલ્લો ભેદી નાખ્યો છે અને આગામી ચૂંટણીમાં જીતવામાં સફળ રહીશું. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની પાર્ટીને 39 લાખથી વધુ મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ ખુશી જાહેર કરી છે કે 10 વર્ષની અંદર તેમની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીઓમાં સામેલ થવા જઈ રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાઓ અને દેશવાસીઓને ખુબ-ખુબ શુભેચ્છા. તમારી આમ આદમી પાર્ટી આજે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. આજે ગુજરાત ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને ઘણી સીટના આવી રહ્યાં છે. ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. જેટલા મત ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળ્યા છે તે પ્રમાણે કાયદાકીય રીતે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દેશમાં માત્ર ગણતરીની પાર્ટીઓ છે, જેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. તેમાં હવે આમ આદમી પાર્ટી સામેલ થઈ ગઈ છે.
તમામ રેકોર્ડ તૂટ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. આ સાથે પીએમ મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
