Homeતાપણું8 વખત જીતવાનો રેકોર્ડ બનાવ્યો, ગુજરાતના આ બે દિગ્ગજ નેતાઓ 1990થી 2022...

8 વખત જીતવાનો રેકોર્ડ બનાવ્યો, ગુજરાતના આ બે દિગ્ગજ નેતાઓ 1990થી 2022 સુધી સતત જીત્યા

Team Chabuk-Election Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. ભાજપનું મોદી મેજિક કામ કરી ગયું છે અને રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે ત્યારે હવે કોંગ્રેસી નેતાઓ સંતાવા માટે જગ્યા શોધી રહ્યા હોય એવું લાગે છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. આ સાથે જ અનેક રેકોર્ડ થયા છે. વિધાનસભાની ચૂંટણીમાં એવા ઘણા ઉમેદવારો છે, જે સળંગ છથી સાત વખત ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા છે. ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીમાં સાત એવા ઉમેદવાર છે, જે 6થી 8 ટર્મથી ચૂંટણી લડીને જીતતા આવ્યા છે. એમાં ભાજપના યોગેશ પટેલ, પબુભા માણેકનો સળંગ આઠ વખત જીતવાનો રેકોર્ડ છે.

યોગેશ પટેલ 8 વાર ચૂંટણી લડ્યા અને જીત્યા

માંજલપુર વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને વર્તમાન વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર યોગેશ પટેલનો જન્મ 1946 માં થયો છે. વડોદરાના મોટા ભાગના રાજકીય નેતાઓ આર્થિક રીતે સુખી સંપન્ન થયા બાદ તેમનાં મૂળ મકાનો છોડીને અન્ય વિસ્તારોમાં રહેવા ગયા છે, પરંતુ ધારાસભ્ય યોગેશ પટેલ આજે પણ અમદાવાદી પોળમાં ત્રણ માળના મકાનમાં પત્ની સરોજબહેન સાથે રહે છે અને તેમનો પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયાં છે. 1990માં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાવપુરા બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા. ત્યારથી આજ સુધી 8 વાર ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે. વિધાનસભા ચૂંટણી 2022માં પણ ભાજપ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી છે.

1990માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ 1995માં તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં આવ્યા બાદ યોગેશ પટેલની બે વખત ભાજપ નેતાગીરીએ તેમની ટિકિટ કાપવા માટે પ્રયત્નો કર્યા હતા. જ્યારથી તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારથી તેઓ રાવપુરા બેઠક ઉપરથી 5 વખત અને માંજલપુર બેઠક ઉપર 2 ટર્મથી ચૂંટાઇ આવ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની માંજલપુર બેઠક પર ભાજપમાં કોકડું ગૂંચવાયું હતું. આ બેઠક પર સીટિંગ MLA યોગેશ પટેલ ચૂંટણી લડવાની જીદ પકડીને બેઠા હતા. છેવટે ભાજપે બધા નિયમો નેવે મુકીને 76 વર્ષના ઉમેદવારને ટિકિટ આપવી પડી છે. યોગેશ પટેલ પોતાના આકરા તેવર માટે જાણીતા છે, તેઓ સરકાર હોય કે અધિકારી, કોઈની પણ સામે બાંયો ચડાવતાં અચકાતા નથી.

પબુભા માણેક

પબુભા માણેક 1990થી સતત દ્વારકામાંથી જીતી રહ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા તો ત્યાર બાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યાર બાદ પબુભા માણેક પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને જેઓ વર્ષ 2007, 2012, 2017 અને 2022ની ચૂંટણીમાં વિજયી થયા છે. આ પહેલાંની સ્થિતિ પર નજર કરીએ તો આ બેઠક પર કોંગ્રેસનો દબદબો છે. અહીં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા તો ત્યાર બાદ 2002થી પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યાર બાદ પબુભા માણેક પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈને જીત્યા છે.

કદાવર નેતા પબુભા માણેકનો જન્મ 2 જુલાઈ 1956ના રોજ થયો હતો. 66 વર્ષીય પબુભા માણેક છેલ્લાં 32 વર્ષથી ધારાસભ્ય છે. તેઓ પહેલીવાર 34 વર્ષની ઉંમરે વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યારથી ચૂંટણીમાં વિજય મેળવી રહ્યાં છે. તેઓ ભૂતકાળમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. 2019માં પબુભા માણેકનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં તે RTI એક્ટિવિસ્ટને ધમકાવતા જોવા મળ્યો હતા. પબુભા માણેક વાઢેર જ્ઞાતિમાંથી આવે છે તેમની સમાજમાં છાપ સારી છે. પબુભા માણેકની સંપત્તિ 1 અબજ 15 કરોડ 58 લાખ 97 હજાર 789 રૂપિયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments