Team Chabuk-National Desk: નવરાત્રિના પાવનપર્વની ઉજવણીની સમાપ્તિ બાદ, વર્ષોથી ચાલી આવતી રાવણ દહનની પરંપરા આવે છે. વિભિન્ન પ્રદેશના લોકો વિભિન્ન રીતે તેની ઊજવણી કરે છે, તેનાથી વિપરિત ચિત્તોડગઢથી 65 કિલોમીટર દૂર અકોલામાં રાવણ વધની અનોખી પરંપરા છે. અહીં કેટલાય વર્ષોથી રાવણનું ધડ દશેરાના મેદાન પર ઉભું છે. પહેલા આ ધડ માટીનું હતું. હવે તેને સિમેન્ટથી બનાવવામાં આવ્યું છે. અકોલાના રહેવાસી ઈતિહાસકાર ડૉ. શ્રીકૃષ્ણ જુગનુ જણાવે છે કે, 600 વર્ષથી પણ વધારે સમયથી અહીં રાવણ વધની પરંપરા નિભાવવામાં આવે છે.

દશેરાના એક દિવસ પહેલા કુંભારને ત્યાં રાવણના માથા માટે એક મોટા મટકાનું નિર્માણ કરવામાં આવે છે. મટકા પર રાવણના દસ માથા બનાવવામાં આવે છે. દશેરાના દિવસે રાવણનું ધડ લગાવવામાં આવે છે. બપોરના સમયે ગ્રામીણ લોકો ઘોડા અને ઉંટને શણગાર કરી ઉજવણીના મેદાન પર લાવે છે. ઘોડા અને ઉંટનો શણગાર સજી ઉજવણી કરવાની છે એ મેદાન પર આવે છે. રાવણની આજુબાજુ ચક્કર લગાવે છે. અહીં ગામના છિપા સમાજના ચારભુજા મંદિરથી બેવાણ એટલે કે શોભાયાત્રા નીકળે છે.

અહીં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનની સાથે સમગ્ર સૈન્ય બેઢચ નદીના કિનારે દશેરાના મેદાન પર પહોંચે છે. મેદાનમાં પહેલાથી જ રાવણનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર ઉભું હોય છે. સૂર્યાસ્ત થતાં જ રામ અને રાવણ તરફથી ગામના લોકો યુદ્ધ કરે છે. આશરે અડધા કલાકના સંવાદ બાદ રામધવ્ય દંડથી રાવણના માથાને ધડથી અલગ કરવામાં આવે છે. 25થી 26 વર્ષથી રાવણ દહનની પરંપરાની સાથે રાવણ વધની પરંપરા પણ દૂધમાં સાંકળ ભળે એમ ભળી ગઈ છે. દશેરાના દિવસે આ મેદાનમાં દસ હજાર લોકો એકત્રિત થાય છે. ઉજવણી માટે બે દિવસીય મેળો પણ લાગે છે.

રાવણવધ માટે રામધ્વજ ડંડનો ઉપયોગ થાય છે. માથું અલગ થતાંની સાથે જ લોકો મટકાના ઠીકરાને લેવા માટે ગડગડતી દોટ મૂકે છે. ગામના લોકોમાં એવી માન્યતા છે કે, જો ઘરમાં ઠિકરું રાખવામાં આવે તો માંકડ નથી થતા. પહેલા રાવણના માથાને જ્યારે ધડથી અલગ કરવામાં આવતું હતું, તો તેના ધડ પર લોકો પથ્થર મારવા લાગતા હતા, પરંતુ હવે આ પરંપરા બંધ રાખવામાં આવી છે. ફક્ત મટકા નિર્મિત માથું જ તોડવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત