રાજકુમારી ગોબિન્દ કૌર ગુલામ ગિલાનીના પ્રેમમાં કેવી રીતે પડી ગઈ એ પ્રશ્ન સતાવતો હશે. તેને લાડકોડથી ઉછેરવામાં આવી હતી. તેના સગાભાઈનું નામ હિઝ હાઈનેસ રનધીર સિંહ હતું. ખૂબ જ પ્રતિષ્ઠિત ખાનદાનમાં ગોબિન્દ કૌરના વિવાહ થયા હતા.
વિવાહ કરતાં પહેલા તેણે એક શરત મુકેલી. તેને જોવા માટે જ્યારે તેનો ભાવી પતિ આવ્યો ત્યારે તેણે બધાની સામે કહી દીધું કે, ‘‘વિવાહ પશ્ચાયત હું કપૂરથલામાં જ રહીશ. મારા થનાર પતિએ કપૂરથલામાં આવવું પડશે. દસ કિલોમીટર દૂર આવેલા કર્ત્તારપૂરમાં હું નહીં જાઉં.’’
પતિ મૂર્ખ હતો. તેણે ગોબિન્દની શરત માની લીધી. આ તેની મોટી ભૂલ હતી. લગ્ન થયા અને તે શાહી મહેલની નજીક આવેલા જલાવખાનામાં ગોબિન્દ સાથે ચાલ્યો ગયો.
જલાવખાના છ માળની ઊંચી ઈમારત હતી. ભારતના શિલ્પ અને શૈલીનો તે ઉત્તમ નમૂનો. નાની નાની ઈંટો એકબીજાની સાથે સુંદર રીતે ગોઠવવામાં આવી હતી. મહેલની અંદર પ્રવેશ કરવા માટે એક જ દરવાજો હતો. ફાટકની બાજુમાં શસ્ત્રોથી સજ્જ ચોકીદારો હતા. ઓફિસર જ્યાં સુધી આદેશ ન આપે ત્યાં સુધી કોઈને પણ જવાની પરવાનગી નહોતી.
મહેલની અંદર પ્રવેશતા જ એક વિશાળ ગુંબજ દેખાય. એ ગુંબજ તેની બનાવટના કારણે પ્રસિદ્ધ હતો. જે અંદર નિવાસ કરનારાઓ સિવાય કોઈની આંખોને સુખ પ્રદાન નહોતો કરતો. રાજકુમારીને એ માળ અતિ પ્રિય હતો. એ ત્યાં બેસતી અને બહાર આવતા જતા લોકોને જોતી રહેતી. તેની બનાવટની બીજી એક ખાસિયત એ પણ હતી કે અંદરથી બહાર જોઈ શકાતું હતું પણ કોઈની મજાલ નહોતી કે બહારથી પોતાની બે આંખો થકી અંદરની સુંદરતાને નિહાળી શકે. આંગણું મોટું હતું. મહેલનો ડ્રોઈંગ રૂમ અતિ ભવ્ય હતો.
રાજકુમારી ખૂબ જ ભોગ વિલાસમાં રાચતી હતી. તેની અસીમ સુંદરતા વિશે ગિલાનીના પ્રકરણમાં જે વાત થઈ તે કોઈને પણ આકર્ષિત કરવા માટે પૂરતું હતું. તેનો પતિ ખૂબ જ નબળો હતો. મૂર્ખ હતો. મગજ ઓછું ચાલતું હતું. આ માટે જ રાજકુમારી તેને પરણી હતી અને તે પણ મહેલમાં આવવા માટે રાજી થઈ ગયો હતો.
એ મંદબુદ્ધીને ખબર નહોતી કે અંદર ભોગ-વિલાસની રાજ રમતો ચાલી રહી છે. તેનો કમઅક્કલ પતિ તેના દેહને સંતોષ નહોતો આપી શકતો. પાતળી કમર તેની આંખોને આકર્ષિત નહોતી કરતી. બે પયોધરો તેના મન છાતી સિવાય કશું ન હતું. આ વાતનો રાજકુમારીએ મોટો ફાયદો ઉઠાવ્યો. રાજકુમારી શરીરથી સશક્ત એવા પુરુષોને પોતાના કક્ષમાં બોલાવતી હતી. કોઈ ને કોઈ બહાને આવેલો પુરુષ તેની સુંદરતા આગળ લકવો મારી જતો અને સંભોગ કરી બેસતો હતો. એક બાદ એક ઘણા પુરુષો સાથે તેણે સંભોગ કર્યો. ફાટકના ચોકીદારોનો પણ તેમાં સમાવેશ થતો હતો.
તેની કામવાસનાની વાતો એવી કે ક્લિયોપેટ્રા અને કેથેરાઈનનું પણ કંઈ ન આવે. તેના પતિને આ વાતની ખબર પડી ગઈ હતી. તે ચિંતિત રહેતો હતો. સંબંધ તૂટવા લાગ્યા. એ રાજકુમારીના કક્ષમાં ન આવતો. કોઈવાર તેનો ચહેરો જોતો અને પછી બહાર નીકળી જતો. હવે તે તેની સાથે એક પથારીમાં ઉંઘતો પણ નહીં.
અગણિત પુરુષો સાથેના સંબંધોની વચ્ચે જ ગિલાની આવી ટપક્યો. તેને રાજકુમારી સાથે પ્રેમ થઈ ગયો. એ સવાર હતી. લાંબો અને હટ્ટોકટ્ટો ગિલાની ઊભો હતો. તેણે રાજકુમારીને જોઈ. એ માથાના વાળ સુકવી રહી હતી. આટલી બધી સુંદરતા?? તેનું હ્રદય ધબકારો ચૂકી ગયું. એક નજરમાં જ રાજકુમારીના ઈશ્કમાં તેના હ્રદયની ધરપકડ થઈ ગઈ. રાજકુમારીને પણ ગિલાનીની આંખો પરથી જ શંકા ગઈ હતી કે તે તેના પ્રેમમાં છે. મોટી ટોપી અને દાઢી ધરાવતો ગિલાની કોઈ અંગ્રેજ ઓફિસર જેવો પ્રતિત થતો હતો.
પંજાબની રિયાસતમાં પ્રાઈમ મિનિસ્ટર રાજકુમારીને ન મળી શકે. કડક નિયમો હતા. ગિલાની તો પણ રાજકુમારીને મળવા માટે નીતનવા પેંતરા અજમાવતો રહેતો હતો. રાજકુમારીને આખા દિવસમાં તે એક જ વખત જોઈ શકતો હતો. એ બગીમાં બેસતી અને નીકળતી. રાજકુમારી પણ કોઈ વખત તેને આડી નજરથી જોઈ લેતી હતી.
આવું કેટલી વખત ચાલે ? ગિલાનીએ એક વખત મોટી રકમ આપી રાજકુમારીની આસપાસ જ રહેતી એક સેવિકાને ખરીદી લીધી. તેનું નામ મૌલો હતું. એણે મૌલોની હાથે સંદેશો મોકલાવ્યો કે તે રાજકુમારી સાથે મુલાકાત કરવા માગે છે. રાજકુમારી પણ ઈચ્છતી હતી, પણ મુલાકાત કેવી રીતે થઈ શકે ? આ સવાલના કારણે જ પેલી સુરંગ ખોદાઈ. જ્યાંથી ગિલાની અને રાજકુમારી એકબીજાની સાથે મુલાકાત કરી શકતા હતા.
એક વખત રાજકુમારીએ સેવિકાનું રૂપ ધારણ કર્યું. એ ઘોડાની બગીના ચારા રાખવાની જગ્યાએ બેસી ગઈ. તેને કોઈ ઓળખી ન શક્યું. ચારા સાથે કેટલીક વસ્તુઓ હટાવી તેણે જગ્યા લીધી. રાહ જોવા લાગી કે ગિલાની આવે, પણ ગિલાનીને એ વખતે જ મહારાજાએ એક મોટું કામ સોંપી દીધું જેમાં તે રોકાય ગયો.
ખાસ્સો સમય પસાર થયા પછી ગિલાની બગીમાં બેઠો. બગી શહેરની બહાર એક સૂમસામ રસ્તા પર આવી પહોંચી ત્યારે તેણે ઘોડાના ચારા રાખવાની પેટીને ખોલી દીધી અને તેમાંથી રાજકુમારી બહાર આવી.
કોણ છે કોણ નહીં એ જોયા વિના જ બંને એકબીજાને ગળે મળી ગયા. એમના પ્રેમની આ રીતે શરૂઆત થઈ. રાજકુમારી બાદમાં બગીમાં બેઠી અને બેઉંએ હુક્કો ગટગટાવ્યો. મોઢામાંથી હુક્કાનો ધુમાડો હવામાં છોડી હોઠ મિલાવ્યા.
જાલંધર સુધી બે કલાકનો રસ્તો પૂરો થયો. એક મકાન પહેલાથી જ તૈયાર રાખવામાં આવ્યું હતું. આ મકાનમાં બેઉં ગયા. મોંઘો દારૂ પીધો અને એકબીજાને વળગી પડ્યા. ચુંબન અને રતિક્રીડામાં સમય પસાર થતો ગયો. આવી લાંબી ટ્રીપો થતી રહેતી અને સંભોગ ચાલતા રહેતા હતા.
દિવાન રામજસને આ વાતની ખબર પડી ગઈ. ગોબિન્દ કૌરની સેવિકા મહારાજાનું ભોજન બનાવતા રસોયા અમાનત ખાંને પ્રેમ કરતી હતી. તેણે આ વાત અમાનત ખાંને બતાવી દીધી. અમાનત ખાંએ આ વાત પોતાના મિત્ર અલી મુહમ્મદને કહી દીધી. જે સિનિયર મિનિસ્ટરનો ચાપલુસ હતો. હવે બગાવત થવાની હતી. ગિલાનીને ગમે તે ભોગે હટાવવાના હતા પણ આ માટે સાબિતી જોઈએ. પ્રૂફ વિના કંઈ ન કરી શકાય.
મંત્રી મંડળે નક્કી કર્યું કે હવે પછી પ્રેમીપંખીડા જાય તો જાલંધર પાસે ફોજ તૈયાર રાખવામાં આવે.
એ દિવસે પણ ગોબિન્દ કૌર અને ગિલાની બગીમાં બેસીને જઈ રહ્યા હતા. અંદર કામ સમીકરણો રચાતા હતા. હોઠથી ગુણાકાર થતા હતા. શહેરની પાસે બગી પહોંચી કે એમની ધરપકડ કરી લેવામાં આવી. એ રંગેહાથ ઝડપાઈ ગયા. ગિલાનીને રિયાસતની બહાર ખદેડી દેવામાં આવ્યા અને ગોબિન્દ કૌરને મહેલમાં કેદ કરી દેવામાં આવી. મહીનાઓ સુધી તેને મહેલની બહારની રોશની નસીબ ન થઈ.
રાજકુમારીને પણ ગુલામ ગિલાની સાથે પ્રેમ હતો. તેણે જે કર્યું તેના પર તેને કોઈ અફસોસ નહોતો. વાસનાની પૂર્તિને તે પ્રેમનું સાધન માનતી હતી. તેનો પ્રેમાલાપ અને કામક્રીડા બંધ નહોતી થવાની. એક કર્નલ તેના સકંજામાં આવી ગયો.
(ક્રમશ:)