Homeવિશેષમીણબત્તીઓની કામ-રમતો અને મહારાજાનું છોકરી પર સાંપ નાખી રિપુ ‘દમન’ કરવું

મીણબત્તીઓની કામ-રમતો અને મહારાજાનું છોકરી પર સાંપ નાખી રિપુ ‘દમન’ કરવું

1930નું ભારત. આઝાદી મળવાને હવે થોડા સમયનો જ વખત હતો. આ ગણતરીના વખતમાં મીણબત્તીઓની એક ઘટના મશહૂર થઈ ગઈ. નામ હિઝ હાઈનેસ કિશન સિંહ. પોતાના સનકીપણા અને રંગરેલીયો માટે મશહૂર હતા. એટલા ખ્યાતિ નહોતા પામ્યા જેટલા ભુપિન્દરસિંહ પામ્યા હતા, પણ સ્વિમિંગ પુલમાં કરવામાં આવતી મીણબત્તી ક્રિયા રિયાસતમાં ખૂબ ચગી હતી. એમને તરવાનો ખૂબ શોખ હતો. ઊનાળામાં પાણી ઠંડુ રહે આ માટે બરફના ચોસલા પણ મંગાવતા હતા.

કારીગરોની માથે ઊભા રહી એમણે એક મોટું સ્વિમિંગ પુલ તૈયાર કરાવ્યું હતું. પોતાની પસંદગીની ચાલીસ રાણીઓ માટે. એ પુલ ચંદનના લાકડાથી બનેલું હતું. વીસ ચંદનના લાકડાઓથી નિર્માણ થયેલ અને ધુબાકો મારવા મજબૂર કરતો સ્વિમિંગ પુલ. પુલની નીચે ચંદનનું લાકડું પાટીયાનું કામ કરતું હતું. જાણે ટેકા વિનાની ખુરશી હોય. જેના પર રાણીઓ ઊભી રહી શકતી હતી. એક મોટા ચંદનના લાકડા પર બે-બે રાણીઓ ઊભી રહે. એવા વીસ ચંદનના લાકડાઓનો ઉપયોગ કરાયો હતો.

રાણીઓ હરોળમાં ઊભી રહેતી. મહારાજા પધારતા અને એક એક રાણીની પાસેથી પસાર થતા. એક રાણીને ધક્કો મારી પુલમાં નાખી દેતા જેથી તેની કાયા પાણીમાં લપેટાઈ અને તેનું શરીર વધારે કામુક લાગે. કેટલીક રાણીઓને ધક્કો મારવાની જરૂર ન પડતી. મહારાજા તેને ત્યાં જ આલિંગન આપી દેતા. છોડતા જ નહીં.

તમામ રાણીઓ સાથે આવી કામકુશ્તી કરે. ચાલીસ રાણીઓ સાથે આ કામકુશ્તી પૂર્ણ થયા પછી રાણીઓ પોતાની પાસે રહેલી મીણબત્તીઓ સળગાવે. કુંડ બે ફૂટ જેટલો જ ઊંડો હતો. મીણબત્તી સળગ્યા બાદ પ્રકાશના અન્યસ્ત્રોતોને બંધ કરી દેવામાં આવતા હતા.

રાણીઓ નિર્વસ્ત્ર થઈ જતી. મીણબત્તી સળગાવતી અને પોતાની નાભી પાસે રાખતી. ગુપ્ત અંગ સાફ દેખાતા હતા. એ પછી નૃત્ય શરૂ થતું. નૃત્ય દરમિયાન મીણબત્તી ઠરી ન જાય તેનું રાણીઓએ ખાસ ધ્યાન રાખવાનું રહેતું હતું.

નૃત્ય થતું રહે અને જો મીણબત્તી ઠરી જાય તો ક્રિકેટની રમત પ્રમાણે કામક્રીડાની આ રમતમાં રાણી આઉટ કરાર દેવામાં આવતી. ચાલીસમાંથી છેલ્લે જેની મીણબત્તી સળગતી રહે તેને એ રાતની હીરોઈન કરાર દેવામાં આવતી. એ રાતે તેને ભેટ-સોગાતો આપવામાં આવતા. હીરા-ઝવેરાત આપવામાં આવતા. આ બધુ અપાતું પણ ક્યારે. વિજય પ્રાપ્ત કરનારી રાણીએ મહારાજાને સંભોગ સુખ પ્રદાન કરવું પડતું. બીજી રાણીઓ પરાજીત ગણાતી.

નાભા રિયાસતમાં પણ એક મહારાજા હતા. નામ રિપુદમન સિંહ. જે કામવાસનામાં દમનકારી સાબિત થતા હતા. સુંદર છોકરીને જોઈ મહારાજા તેના પર સમરકંદ બુખારા ઓવારી જતા અને તેને ખુશ કરવાના એનકેન પ્રયત્નો કરતા હતા. એ અજીબોગરીબ નાટકો કરતા હતા. અભિનયકળામાં માહેર હતા. એ વાર્તાઓ કે નવલકથાઓ નહોતા લખતા પણ એમની પ્રવૃતિ નવલકથા અને નાટકો લખવા માટે કળાજીવોને પ્રેરિત કરે તેવી હતી.

સુંદર છોકરી માની જાય પછી મહારાજાનો દમનકારી ખેલ શરૂ થતો. કામવાસના તૃપ્ત કરવા માટે એ છોકરીઓના શરીરને તકલીફ આપતા. આ વાતની ખબર તેમની આસપાસના લોકોને જ હતી. જેઓ જાણતા હતા કે સુંદર છોકરીઓને લાવવામાં આવતી અને તેમના શરીરને પીડા આપી રિપુદમન ખુશ થતા હતા. રિપુદમનની બીજી એક ખાસિયત એ હતી કે તેનો ચહેરો ખૂબ ઓછા લોકોએ જોયો હતો. વેશપલટો કરી તે રિયાસતમાં નીકળે તો પણ કોઈ ઓળખી ન શકતું.

એક દિવસની વાત. મહારાજા એક છોકરીને જોઈ ગયા. છોકરીનું નામ પ્રીતમ કૌર હતું. મહારાજાનું હ્રદય ફાટી ગયું! એમણે પોતાના સેવકોને કહેણ મોકલી છોકરીને મહેલમાં આમંત્રિત કરવાનું ફરમાન જાહેર કર્યું. પ્રિતમે આવવાની મનાઈ કરી દીધી. પ્રિતમના પિતા નાભા રિયાસતમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા હતા. એમણે પણ હિઝ હાઈનેસને કોઈ દિવસ નહોતા જોયા.

એમને સેવકો દ્વારા કહેવામાં આવ્યું કે છોકરીના લગ્ન રિપુદમન સાથે કરી દેવામાં આવે. પ્રિતમના પિતા તૈયાર ન થયા. તેમના કાને પણ ઉડતી ખબરો પડી હતી કે રિપુદમન એ દમનનો સામાનાર્થી છે.

પ્રિતમ પંજાબ યુનિવર્સિટીમાંથી બીએ કરેલી હતી. મહારાજાની આસપાસ રહેતા ચાપલુસોએ તેને લલચાવવાની ખૂબ કોશિશ કરી પણ તે માની નહીં. માતા પિતાએ રિયાસતના સૌથી ધનાઢ્ય એવા શમશેર સિંહના દીકરા સાથે તેના વિવાહ કરવાની તૈયારી કરી લીધી હતી. રિપુદમને લગ્ન થતા રોકાવી દીધા. કંટાળીને પ્રિતમના પરિવારે રિયાસત છોડવાનો નિર્ણય લીધો. રિયાસતની સરહદ સુધી પહોંચ્યા જ હતા કે પોલીસે તેમની ધરપકડ કરી લીધી. કેદ કરી અલગ અલગ કોઠરીઓમાં નાખી દેવામાં આવ્યા.

મહારાજાએ પણ પોતાનો લિબાસ બદલી નાખ્યો. એ બૂટા નામના કેદી બની ગયા અને જેલમાં પ્રિતમના માતા-પિતા સાથે મુલાકાત કરવા લાગ્યા. જેથી પ્રિતમના પરિવારના લોકો તેને ઓળખી શકે. સહાનુભૂતિ જાગે. બૂટાને પ્રિતમની નજીકની કોઠરી આપવામાં આવી. રિપુદમનમાંથી બૂટા બનેલા કેદીએ પ્રિતમને મનોહર અને રસપ્રદ વાર્તાઓ સંભળાવવાની શરૂઆત કરી દીધી.

પ્રિતમમાંથી પ્રેમની જ્વાળા હજુ નહોતી ઉઠી રહી. પોલીસ સુપરિટેન્ડેન્ટ બખ્તાવર સિંહ પાસેથી બૂટાએ કેટલાક ઝેરી સાંપ મંગાવી લીધા. અડધી રાત્રે એ સાંપ પ્રિતમની કોઠરીમાં નાખી દેવામાં આવ્યા. કેદીઓને જમીન પર ઉંઘવું પડતું હતું. આ કારણે જ તેના હાથ પગમાં સાંપ ચડી ગયા અને તે રાડો પાડવા લાગી.

બૂટાને આ વાતની ખબર પડી ગઈ. ષડયંત્ર તેણે જ તો ઘડેલું હતું. પ્રિતમને પ્રેમ કરે છે એ વાત સાબિત કરવા તેણે સાંપને પોતાના બૂટથી કચડવાની શરૂઆત કરી દીધી. સાંપને મારવાનું આ અક્સીર શસ્ત્ર પણ બખ્તાવરે જ આપેલું હતું. બૂટા સાંપને બૂટથી મારી રહ્યો હતો. પ્રિતમ તેને છાતી સરસી ચોંટી ગઈ હતી. બૂટાએ બૂટની સાથે તેના હાથ પણ ચલાવ્યા અને તેના સ્તનને પોતાની છાતી સાથે ભીંસી દીધા.

પ્રિતમ આ ઘટના બાદ બેભાન થઈ ગઈ. હોશમાં આવી ત્યારે તેના મગજમાં માત્ર બૂટાનું નામ હતું. એ તેને શોધતી હતી. બખ્તાવરે તેને તેના પરિવાર સાથે બૂટાને પણ આઝાદ કરી દીધો. હવે એ લોકો દૂર એક ગામમાં રહેતા હતા. પ્રિતમ પોતાનો જીવ બચાવનારા બૂટાને શોધતી હતી, પણ બૂટા એમ હાથ લાગે એવો નહોતો. એ પ્રેમના જુગારનો મોટો ખેલાડી હતો. રહી રહીને તે સામે આવ્યો અને પ્રિતમે પોતાના પ્રેમનો એકરાર કરી દીધો.

પ્રિતમ બૂટાના વિવાહ થઈ ગયા. બૂટા તેને પોતાના ગામ લઈ આવ્યો અને ત્યાંથી મહેલમાં લઈ આવ્યો. મહેલમાં આવતા જ પ્રિતમને ખ્યાલ આવ્યો કે આના કરતાં સાંપે તેને ડંખ મારી યમધામ પહોંચાડી દીધી હોત તો સારું હતું.

અસલી સાંપ બૂટા હતો. પ્રિતમ પણ હવે ‘‘જે થયું એ’’ એમ માની બૂટા, અસલીયતમાં નાભાના હિઝ હાઈનેસ રિપુદમનને પ્રેમ કરવા લાગી. શારીરિક સુખ માણ્યા પછી પ્રિતમ ફરી કેદ થઈ.

તેને એ તમામ છોકરીઓની સાથે નાખી દેવામાં આવી જે પહેલાથી જ રિપુદમનના દમનનો શિકાર બની હતી. મહારાજાની આ દગાબાજી પ્રિતમની માતા જીરવી ન શકી અને તેની મોત થઈ ગઈ. એક ફિલ્મને ટક્કર આપે એવો રિપુદમને પ્લોટ ઘડી કાઢ્યો. એક પ્રિતમને મેળવવા.

(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments