Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના બુંદેલખંડમાં કેદારનાથ ધામ તરીકે પ્રખ્યાત જટાશંકર ધામના એક નંદી (બળદ)નું મૃત્યુ થયું છે. આ નંદીના મૃત્યુ બાદ તેને હિંદુ વિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરીને સમાધિ આપવામાં આવી છે. આ નંદીના ખાસિયત એ હતી કે તે ત્રણ શિંગડા અને ત્રણ આંખ ધરાવતો હતો. આ નંદીનું બિમારીના કારણે અવસાન થયું છે. મંદિર સમિતિના સભ્યોએ નંદી બળદના અંતિમ સંસ્કાર કરવા અને બ્રાહ્મણોની હાજરીમાં મંત્રોના પાઠ કરવાનું નક્કી કર્યું હતું, જ્યાં છેલ્લા 15 વર્ષથી નંદી બેસતો હતો. નંદીનું એ જ સ્થળે મૃત્યુ થયું હતું.
નંદી જ્યાં બેસતો હતો ત્યાં જ મંદિર સમિતિએ ખાડો ખોદીને સમાધિ બનાવી હતી અને નંદીને તેમાં સમાધિ આપવામાં આવી છે. આ નંદી બળદ 15 વર્ષ પહેલા જટાશંકર પાસે ફરતો ફરતો આવ્યો હતો. ત્રણ આંખો અને ત્રણ શિંગડાના કારણે આ બળદ જટાશંકર ધામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જ્યારથી આ બળદ અહીં આવ્યો છે. ત્યારથી લોકોએ તેમનું નામ નંદી રાખ્યું હતું, જે પણ ભક્તો જટાશંકર ધામમાં આવતા હતા. તે થોડો સમય નંદીની પાસે રહેતો અને તેની પાસે ઈચ્છા પૂછતો.
નંદીના મૃત્યુ બાદ મહિલાઓએ નંદીના મૃતદેહ પાસે બેસીને ભજન કીર્તન કર્યું હતું. મંદિર ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ અગ્રવાલે જણાવ્યું કે, જે જગ્યાએ નંદીને સમાધિ આપવામાં આવી છે, સમિતિ તે જગ્યાને સ્મૃતિ સ્થળ તરીકે વિકસાવશે. જટાશંકર ધામ બુંદેલખંડ ક્ષેત્રના બિજાવર તાલુકાથી લગભગ 15 કિમી દૂર છે.
ચારે બાજુ સુંદર પર્વતોથી ઘેરાયેલું શિવ મંદિર છે. આ ખૂબ જ પ્રાચીન મંદિરમાં બિરાજમાન ભગવાન શિવને હંમેશા ગાયના મુખમાંથી પડતા પાણીથી અભિષેક કરવામાં આવે છે. આ મંદિર ધાર્મિક આસ્થાનું મોટું કેન્દ્ર છે. આ મંદિર પર ત્રણ નાની પાણીની કુંડીઓ છે, જેનું પાણી ક્યારેય સમાપ્ત થતું નથી. સૌથી મહત્વની બાબત એ છે કે આ કુંડોના પાણીનું તાપમાન હંમેશા હવામાનની વિરુદ્ધ હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
