Homeતાપણુંમૂળિયા નાખી ગયેલી ભાજપની પાર્ટીના ઉમેદવારને એક સફાઈ કર્મચારી બહેને ધૂળ ચાટતાં...

મૂળિયા નાખી ગયેલી ભાજપની પાર્ટીના ઉમેદવારને એક સફાઈ કર્મચારી બહેને ધૂળ ચાટતાં કરી દીધાં

Team Chabuk-Gujarat Desk: ભાજપ જેવી મૂળિયા નાખી ગયેલી પાર્ટીને હરાવવી, જેના સમર્થકો દેશના ખૂણે ખૂણે હોય, એ ખૂબ જ આકરું કામ છે. ખૂદ કોંગ્રેસથી લઈને અન્ય પક્ષો પણ ભાજપની સામે માત ખાઈ ચૂક્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં હોસ્પિટલમાં સાફ સફાઈ કરનારી મહિલા કર્મચારીએ ભાજપના ઉમેદવારને ધૂળ ચાટતા કરી દેતાં સમગ્ર દેશમાં તેમની ચર્ચાઓ થઈ રહી છે. આ મહિલા હોસ્પિટલમાં સફાઈનું કામ કરતી હતી, જેનાથી એક સમયે ગામના લોકો પણ અપરિચિત હતા, પણ આજે આખો દેશ તેમને ઓળખતો થઈ ગયો છે.

બ્લોક પ્રમુખ બન્યા બાદ મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં તેમણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર વિકાસનું કાર્ય કરવાની વાત કહી છે. નવનિર્વાચિત એવા આ બ્લોક પ્રમુખનું નામ સુનીતા લોની છે. જેઓ અત્યાર સુધી ગાઝિયાબાદની એક નર્સિંગ હોમમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા. તેમના પતિ રમેશ છૂટક મજૂરીનું કામ કરે છે. સુનીતાબહેન ધોરણ પાંચ સુધી ભણેલા છે. તેમનો પરિવાર ગાઝિયાબાદના બંથલામાં રહે છે. બાગપત બ્લોકના ગામ સંતોષપુરમાં તેમનું સાસરું છે.

સુનીતા બહેનનાં પરિવારમાં બે દીકરાઓ અને ત્રણ દીકરીઓ છે. પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ અને ગામના ક્ષેત્ર પંચાયતની સદસ્યતા આરક્ષિત થઈ ગઈ. ગામના લોકોએ જ તેમને બોલાવી ચૂંટણી લડાવી. તેઓ અહીં ચૂંટણી જીતી ગયા. આ દરમ્યાન બાગપત બ્લોકનું પ્રમુખ પદ પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષિત થઈ ગયું. પંચાયતે તેમને પ્રમુખ પદના ઉમેદવાર બનાવી દીધા.

વિપક્ષ તેમની સાથે હતું. તમામ દાવપેચ અજમાવ્યા અને રાજકીય દબાણ છતાં તેઓ મક્કમ રહી જીત મેળવી ગયા. તેમણે ભાજપના ઉમેદવારને નવ વોટથી પરાજય આપ્યો. આ પહેલા તેમના પરિવારમાંથી કોઈ દૂર દૂર સુધી ચૂંટણી નહોતું લડ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments