Homeતાપણુંપંજાબ સરકારનું નવું મંત્રીમંડળ, 15 મંત્રીઓએ લીધા શપથ

પંજાબ સરકારનું નવું મંત્રીમંડળ, 15 મંત્રીઓએ લીધા શપથ

Team Chabuk-Political Desk: પંજાબમાં નવું મંત્રીમંડળનું માળખું રચાઈ ગયું છે. પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની નવી કેબિનેટે શપથ ગ્રહણ કરી લીધા છે. રાજ્યપાલે રાજભવન ખાતે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા છે. કુલ 15 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં કેટલાક ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યા છે. ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી ઉપરાંત, સુખજિંદર સિંહ રંધાવા અને ઓપી સોનીની નાયબ મુખ્યમંત્રી તરીકે અગાઉથી જ પસંદગી થઈ ચૂકી હતી અને તેઓએ શપથ પણ લઈ લીધા હતા. આજે 15 મંત્રીના શપથ ગ્રહણ સાથે ચરણજીત સિંહ ચન્ની સરકારનો વિસ્તાર થયો છે.

મંત્રીમંડળના નવા ચહેરાઓ

બ્રહ્મ મોહિંદરાઃ અમરિંદર સિંહની સરકારમાં મંત્રી રહેલા અને છ વખતના ધારાસભ્ય એવા પટિયાલા ગ્રામીણ સીટના ધારાસભ્ય બ્રહ્મ મોહિંદરાએ મંત્રી પદના શપથ લીધા છે. 

મનપ્રીત સિંહ બાદલઃ  મનપ્રીત સિંહ બાદલ અમરિંદર સરકારમાં મંત્રી હતા. અકાલી દળમાં પણ તેઓ રહી ચૂક્યા છે.

તૃપ્ત રાજિંદર સિંહ બાજવાઃ તેઓ બીજીવાર મંત્રી બન્યા છે. કેપ્ટન સરકારમાં પણ મંત્રી હતા. લાંબા સમયથી કોંગ્રેસમાં છે. 

અરૂણા ચૌધરીઃ અરૂણા ચૌધરી દીનાનગર સીટથી ધારાસભ્ય છે. પંજાબ કોંગ્રેસના મહાસચિવ રહ્યા છે. અનૂસુચિત જાતિથી આવે છે. તેઓ કેપ્ટન સરકારમાં પણ કેબિનેટ મંત્રી હતા. 

સુખબિંદર સિંહ સરકારિયાજઃ  સુખબિંદર સિંહ કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં મંત્રી હતા. એક સમયે કેપ્ટનના ખુબ નજીક મનાતા હતા. 

રાણા ગુરજીત સિંહઃ એક સમયમાં કેપ્ટન અમરિંદરના ખુબ નજીકના ગણાતા હતા. પંજાબના મોટા ઉદ્યોગપતિ છે. 2017માં મંત્રી બનાવવામાં આવ્યા હતા અને 2018માં હટાવી દેવામાં આવ્યા હતા. 

રઝિયા સુલ્તાનાઃ  રઝિયા સુલ્તાના અમરિંદર સિંહ સરકારમાં પણ મંત્રી હતા. પંજાબ વક્ફ બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે. રઝિયા સુલ્તાના કોંગ્રેસનો મુસ્લિમ ચહેરો છે. પંજાબ કેબિનેટમાં એક માત્ર મુસ્લિમ મંત્રી તેઓ છે. 

વિજય ઇંદર સિંગલાઃ કેપ્ટન અમરિંદર સિંહના નજીકના મનાતા હતા. પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે. સંગસૂરથી સાંસદ રહી ચુક્યા છે. 

ભારત ભૂષણ આશુઃ અમરિંદર સિંહની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. ભારત ભૂષણ આશુની સંગઠનમાં સારી પકડ ધરાવે છે. લુધિયાના પશ્ચિમ સીટથી ધારાસભ્ય છે. 

રણદીપ સિંહ નાભાઃ રણદીપ સિંહ નાભા પ્રથમવાર પંજાબ સરકારમાં મંત્રી બન્યા. ચાર વખત ધારાસભ્યની ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના વિરોધી માનવામાં આવે છે. 

રાજકુમાર વેરકાઃ પંજાબની અમૃતસર પશ્ચિમ બેઠકથી ધારાસભ્ય છે. પંજાબ કોંગ્રેસના પ્રવક્તા છે. રાજકુમાર વેરકા વાલ્મિકી સમાજમાંથી આવે છે. 

સંગત સિંહ ગિલજિયાનઃ ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. વિધાનસભાની અનેક કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. પંજાબની ઉડમુડ બેઠકના ધારાસભ્ય છે. 

પરગટ સિંહઃ પરગટ સિંહ પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહાસચિવ છે અને તેમને નવજોત સિંહ સિદ્ધૂના નજીકના ગણવામાં આવે છે. પરગટ સિંહ હોકી ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. 

rps baby world

મહત્વનું છે કે, પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ બાદ કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વવાળી નવી સરકારના નવા મંત્રીઓએ આજે શપથ લઈ લીધા છે. આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments