Homeતાપણુંઉત્તર પ્રદેશ સરકારના નવા સાત મંત્રીઓએ લીધા શપથ, જિતિન પ્રસાદ કેબિનેટ મંત્રી...

ઉત્તર પ્રદેશ સરકારના નવા સાત મંત્રીઓએ લીધા શપથ, જિતિન પ્રસાદ કેબિનેટ મંત્રી અને અન્ય છ રાજ્યકક્ષાના મંત્રી બન્યા

Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં હવે ચૂંટણી નજીક છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા આજે મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે સાંજે નવા 7 મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા છે. જેમાં એક કેબિનેટ કક્ષાના અને 6 રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવન ખાતે ગાંધી સભાગારમાં નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.

rps baby world

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન કેબિનેટ મંત્રી બન્યા

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સૌ પ્રથમ જિતિન પ્રસાદે મંત્રી પદે શપથ લીધા હતા. જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ નેતા છે. તેઓ 9 જૂન 2021ના રોજ ભાજપમાં જોડાયા હતા. જિતિન પ્રસાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જિતિન પ્રસાદ 2 વખત સાંસદ અને મનમોહન સિંહની યુપીએ 1 અને 2 સરકારમાં રાજ્યમંત્રી હતા.

6 રાજ્યકક્ષાના મંત્રીઓએ લીધા શપથ

જિતિન પ્રસાદ ઉપરાંત અન્ય 6 મંત્રીઓએ રાજ્યકક્ષના મંત્રી પદે શપથ લીધા છે. આગ્રાના એમએલસી ધર્મવીર પ્રજાપતિએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.દિનેશ ખટિકે પણ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા.સંજીવ કુમારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા.ગાઝીપુર સદર સીટથી ધારાસભ્ય સંગીતા બલવંત બિંદૂએ રાજયમંત્રી તરીકે શપથ લીધા છે. ઉત્તર પ્રદેશના બલરામપુર બેઠકના ધારાસભ્ય પલટૂ રામે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.બરેલીની બહેડી બેઠકના ધારાસભ્ય છત્રપાલ ગંગવારે પણ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 

જ્ઞાતિ સમીકરણ

યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં નવા બનેલા સાત મંત્રીઓમાં જિતિન પ્રસાદ બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવે છે. આ સિવાય રાજ્યકક્ષાના મંત્રી બનેલા છત્રપાલ ગંગવાર કુર્મી, પલટૂરામ જાટવ, સંગીતા બળવંત બિન્દ નિષાદ, સંજીવ કુમાર ગોંડ અનુસૂચિત જનજાતિ, દિનેશ ખટિક સોનકર, ધર્મવીર પ્રજાપતિ પ્રજાપતિ સમાજ, છત્રપાલ સિંહ ગંગવાર કુર્મી સમાજમાંથી આવે છે.

કેબિનેટ વિસ્તાર પહેલા યોગી સરકારે વિધાન પરિષદ માટે 4 નામોની ભલામણ કરી છે. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ માટે સરકારે વીરેન્દ્ર સિંહ ગુર્જર, ગોપાલ અંજાન ભુર્જી, જિતિન પ્રસાદ અને સંજય નિષાદના નામની ભલામણ કરી છે. 

rps baby world

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments