Homeગામનાં ચોરેહિમાચલ પ્રદેશના કાંગડામાં વાદળ ફાટતા તબાહી, ગુમ થયેલા જાણીતા પંજાબી સૂફી સિંગર...

હિમાચલ પ્રદેશના કાંગડામાં વાદળ ફાટતા તબાહી, ગુમ થયેલા જાણીતા પંજાબી સૂફી સિંગર સહિત 6 લોકોના મૃતદેહ મળ્યા

Team Chabuk-National DesK: ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદથી મોટાપાયે જાનહાનિ થઈ રહી છે. સતત વરસાદ વરસી રહ્યો છે. ઘણી જગ્યાએ વાદળ ફાટવાની ઘટના પણ સામે આવી છે. વાદળ ફાટતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના કાંગડામાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાથી તબાહી મચી ગઈ છે. કાકેરી તળાવ વિસ્તારમાંથી ગત દિવસોમાં અનેક મૃતદેહ હાથ લાગ્યા છે. આ મૃતદેહમાં પંજાબના જાણીતા સૂફી સિંગર મનમીત સિંહ (manmeet singh)નો મૃતદેહ પણ સામેલ છે.

મળેલી માહિતી પ્રમાણે, મંગળવારે રેસ્ક્યૂ ટીમે કાકેરી તળાવ વિસ્તારમાંથી 6 મૃતદેહ બહાર કાઢ્યા હતા. જેમાં એક મહિલા, એક બાળકનો મૃતદેહ પણ સામેલ હતો. કાકેરી ગામ પાસેથી રેસ્ક્યૂ ટીમને પંજાબી સૂફી સિંગર મનમીત સિંહ (manmeet singh)નો મૃતદેહ પણ હાથ લાગ્યો છે. ઘણા લોકો વાદળ ફાટતાં ગુમ થયા હતા.

ધર્મશાળા ફરવા આવ્યા હતા સિંગર

પંજાબના અમૃતસર જિલ્લાના રહેવાસી જાણીતા પંજાબી સૂફી સિંગર મનમીત સિંહ (manmeet singh) પોતાના ભાઈ સહિત કુલ પાંચ લોકો સાથે ધર્મશાળા ફરવા માટે આવ્યા હતા. રવિવારે તેઓ કાકેરી ઝીલ ફરવા માટે ગયા હતા. પરંતુ આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ શરૂ થયો હતો તેથી તેઓ કાકેરી રોકાઈ ગયા હતા. સોમવારે ભારે વરસાદના કારણે મનમીત સિંહ (manmeet singh) સહિત તેમની સાથે રહેલા લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મનમીત સિંહ (manmeet singh) અને તેમની સાથે રહેલા લોકો સોમવારથી ગુમ હતા. રેસ્ક્યૂ ટીમ ગુમ થયેલા લોકોને શોધવામાં લાગી હતી તે દરમિયાન ગઈકાલે મંગળવારે મનમીત સિંહ (manmeet singh) સહિત કુલ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતદેહમાં નજીકના વિસ્તારમાં રહેતી એક 19 વર્ષની યુવતીનો મૃતદેહ પણ સામેલ છે.

મૃતક સૂફી સિંગર મનમીત સિંહ

મહત્વનું છે કે પહાડી વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. કાંગડા પાસે વરસાદના કારણે જમીન ધસી જવાના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. જેનાથી મોટી સંખ્યામાં લોકો અહીંયા ફસાઈ ગયા છે. રસ્તો બ્લોક થઈ જતાં ફરવા નીકળેલા પ્રવાસીઓ અને ટ્રકચાલકો મોટી સંખ્યામાં ફસાઈ ગયા છે. લોકો કહી રહ્યા છે કે તેઓ લાંબા સમયથી અહીંયા ફસાયેલા છે. તેમની પાસે ખાવા-પીવાનો સામાન પણ નથી, મદદ પણ ન મળી રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશની સાથે ઉત્તરાખંડમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments