એક સમાચાર સામે આવે છે. રાહુલ ગાંધી પુન: કોંગ્રેસના અધ્યક્ષ બનવાના છે. બીજું તો કોણ લાયક હોય શકે? અને આજે રાહુલ ગાંધી મોદી સરકાર સામે જે જવાબ આપે છે તે બિલકુલ કોંગ્રેસ અધ્યક્ષે આપ્યો હોય તેવો જ છે.
રાહુલ ગાંધીએ કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આવી મોદી સરકારની ઝાટકણી કાઢી છે. ગુરૂવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી આ મુદ્દાઓને રાહુલ ગાંધી ફરી સપાટી પર લાવ્યા હતા. આ સાથે જ મીડિયા સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જે પણ મોદી સરકાર વિરૂદ્ધ બોલે છે એ તેમને આતંકી પૂરવાર કરવાની શરૂઆત કરી દે છે. રાહુલે આ સમયે જ કહ્યું કે, જો કાલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત તેમની વિરૂદ્ધ થઈ જાય તો એમને પણ આતંકી કહી દેશે.
India is now an imaginary democracy. pic.twitter.com/4WZJiJ9Xel
— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2020
રાહુલ ગાંધીએ કરેલો આ પ્રહાર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતોના આંદોલન પર લગાવવામાં આવેલા ખાલિસ્તાન સમર્થકોના મુદ્દે હતો. ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને ખાલીસ્તાન સમર્થક કહ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘ભાજપ અને નરેન્દ્ર મોદીજીનું એક જ લક્ષ્ય છે અને એ લક્ષ્ય વિશે ખેડૂતો અને મજૂરો સમજી ગયા છે. તેમનું લક્ષ્ય પોતાના અમીર મિત્રોને ફાયદો પહોંચાડવાનું છે. જે પણ નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ ઊભા થાય છે તેઓ એમની સામે કંઈક ને કંઈક અસત્ય બોલ્યા રાખે છે.’
LIVE: Shri @RahulGandhi addresses the media after meeting with the Hon'ble President of India. https://t.co/dzL7fgICXm
— Congress (@INCIndia) December 24, 2020
તેમણે આતંકવાદના મુદ્દા પર કહ્યું હતું કે, ખેડૂતો ઊભા થઈ જશે તો તેમને આતંકવાદી કહેશે. મજૂરો ઊભા થઈ જશે તો તેમને પણ આતંકવાદી કહેશે અને એક દિવસ જો મોહન ભાગવત આડા આવી જશે તો એમને પણ આતંકવાદી કહેશે. જે પણ નરેન્દ્ર મોદીને સવાલ પૂછવાની કોશિશ કરશે તે આતંકવાદી છે. અને નરેન્દ્ર મોદી તો બસ પોતાના બે ત્રણ મિત્રો માટે જ કામ કરી રહ્યા છે. જેમને તેઓ સમગ્ર હિન્દુસ્તાન પકડાવી રહ્યા છે.
गिरफ्तार करना, मारना-पीटना ये सब इनका तरीका है। भारत में कोई लोकतंत्र नहीं है। भारत में लोकतंत्र आपकी कल्पना में हो सकता है लेकिन वास्तविकता में नहीं : श्री @RahulGandhi #CongressMarchForFarmers pic.twitter.com/iluuNTV5c3
— Congress (@INCIndia) December 24, 2020
ગુરૂવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને કૃષિ કાયદાના વિરૂદ્ધમાં જણાવ્યું હતું. જોકે આ પહેલા પણ રાહુલ ગાંધી વિપક્ષના નેતાઓ સાથે મળીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે મુલાકાત કરી ચૂક્યા છે.
हमारे देश की कृषि प्रणाली में आज तक किसान और मजदूर ने निवेश किया है। हमारे जवान और जो सेना बार्डर पर खड़ी है, उनके माता-पिता ने किया है। निवेश ये लोग करते हैं और लाभ केवल दो-तीन उद्योगपतियों को मिलता है : श्री @RahulGandhi #CongressMarchForFarmers pic.twitter.com/2xGl8vVwzl
— Congress (@INCIndia) December 24, 2020
રાહુલ ગાંધીએ ગુરૂવારે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, દેશનો ખેડૂત ત્યાર સુધી પીછેહટ નહીં કરે જ્યાર સુધી ત્રણે કૃષિ કાયદાઓ પરત લેવામાં નહીં આવે. આજે ખેડૂતોને ખબર છે કે આ કાયદો તેમના માટે નથી. એવામાં કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની લડાઈમાં તેમની સાથે છે. કેન્દ્ર સરકારને તુરંત જ સાંસદોનું સત્ર બોલાવીને ત્રણે કાયદાઓ રદ કરી દેવા જોઈએ.
जो भी नरेंद्र मोदी जी से सत्ता लेने की कोशिश करेगा वो आतंकवादी है। नरेंद्र मोदी जी बस दो से तीन अपने घनिष्ठ पूंजीपति मित्रों के लिए काम करते हैं, जिनको उन्होंने पूरा का पूरा हिंदुस्तान पकड़ा दिया है : श्री @RahulGandhi #CongressMarchForFarmers pic.twitter.com/8TkpXKhWRi
— Congress (@INCIndia) December 24, 2020
એક તરફ રાહુલ ગાંધીએ ગુરૂવારના રોજ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. તો બીજી તરફ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરવા જઈ રહેલા કોંગ્રેસી નેતાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓને માર્ચ કાઢવાની પરવાનગી આપવામાં નહોતી આવી. જેના કારણે પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના ઘણા કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
मोदी जी, आप किसके इशारे पर काम कर रहे हैं ?#CongressMarchForFarmers pic.twitter.com/t4qrWxpJun
— Congress (@INCIndia) December 24, 2020
પ્રિયંકા ગાંધીએ આ વિષય પર કહ્યું કે, મોદી સરકાર પોતાની જીદ પર અડી ગઈ છે. આજે જે પણ સરકારને સવાલ કરે છે તેમને દેશદ્રોહી બતાવી દેવામાં આવે છે. વધુમાં પ્રિયંકાએ કહ્યું કે, સરકારના હ્રદયમાં ખેડૂતો માટે કોઈ ઈજ્જત નથી. જોકે અટકાયત કરવામાં આવેલા તમામ નેતાઓને હાલ છોડી મૂકવામાં આવ્યા છે.
देश की जनता की आवाज को सुनना ही एक नेता का काम होता है, सरकार का काम होता है। सरकार जनता के प्रति जवाबदेह है, किसानों के प्रति जवाबदेह है। हमारे जवान भी किसानों के ही बेटे हैं; उनके माता-पिता की आवाज सुनी जानी चाहिए।#CongressMarchForFarmers pic.twitter.com/4hE8hBCXxI
— Congress (@INCIndia) December 24, 2020
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત