Homeગામનાં ચોરેબ્રિટનથી બે કોરોના પોઝિટિવ દર્દીઓ ભારતમાં આવ્યા એરપોર્ટથી ભાગી આ બે રાજ્યમાં...

બ્રિટનથી બે કોરોના પોઝિટિવ દર્દીઓ ભારતમાં આવ્યા એરપોર્ટથી ભાગી આ બે રાજ્યમાં ચાલ્યા ગયા

બ્રિટનમાં કોરોના વાઈરસની નવી સ્ટ્રેન મળ્યા પછી કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે યૂનાઈટેડ કિંગડમથી આવનારા પેસેન્જર્સ માટે એસઓપી જાહેર કરી છે. આ વચ્ચે બ્રિટનથી ભારતમાં આવેલા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ ફરાર થઈ ગયા છે.

આ ઘટના સામે આવ્યા પછી સરકાર હરકતમાં આવી છે અને ફરાર થયેલા કોરોનાના દર્દીઓની તપાસ કરી રહી છે. પાંચમાંથી મંગળવાર રાત સુધીમાં ત્રણ દરદીઓની માહિતી મળી ગઈ હતી. જે ત્રણેને રાજધાનીની લોકનાયક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તો બીજો એક વ્યક્તિ લુધિયાણા પહોંચી ગયો હતો અને એક આંધ્રપ્રદેશમાં.

રિપોર્ટનું માનવામાં આવે તો એરપોર્ટ પર થયેલા ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છતાં, અમૃતસરના પંડોરી ગામડાના રહેવાસી એવો 46 વર્ષીય એક વ્યક્તિ દિલ્હી એરપોર્ટથી બહાર નીકળી ગયો હતો અને પોતાના ઘરે લુધિયાણા ચાલ્યો ગયો હતો. ખરાઈ માટે તેણે લુધિયાણાની એક હોસ્પિટલમાં તપાસ પણ કરાવી હતી.

હવે તેને પરત દિલ્હી મોકલી દેવામાં આવ્યો છે અને ડોક્ટરો તેની મેડિકલ તપાસ કરી રહ્યા છે. લુધિયાણાના પોલીસ વડા સંદીપ કુમારે કહ્યું કે, આ વ્યક્તિ કયા કોરોના વાઈરસથી સંક્રમિત છે તેની હજુ સુધી માહિતી નથી મળી.

પંજાબના એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે, આ સમગ્ર રીતે બેદરકારીની ઘટના હતી કે કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિ ત્યાંથી નીકળી પણ ગયો અને અહીં સુધી આવવામાં સફળ પણ થઈ ગયો. વધુમાં તેમણે કહ્યું કે, મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યે અમને દિલ્હીના અધિકારીઓ દ્વારા એ વાતની માહિતી મળી કે પંજાબનો એક વ્યક્તિ એરપોર્ટથી ભાગી છૂટવામાં સફળ થયો છે. અમે પ્રોટોકોલ પ્રમાણે તેની તપાસ કરી અને તેની ભાળ મેળવી હતી.

બ્રિટનમાં કોરોના વાઈરસની નવી સ્ટ્રેન તબાહી મચાવી રહી છે

બ્રિટનમાં કોરોના વાઈરસની નવી સ્ટ્રેન તબાહી મચાવી રહી છે. એક તરફ બ્રિટને નવી રસીની શોધ કરી લીધી છે પણ તે ટીકાકરણ કરે એ પહેલા જ એક નવો કોરોના વાઈરસ હવે દેશ માટે ઘાતકી પૂરવાર થઈ રહ્યો છે. ગત્ત 24 કલાકમાં બ્રિટનમાં સૌથી વધારે નવા કેસો સામે આવ્યા છે અને મૃત્યુની ખબરો સામે આવી રહી છે. ગત્ત 24 કલાકમાં 39,237 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 744 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. મહામારી શરૂ થઈ એ પછીથી બ્રિટનમાં આ અત્યાર સુધીના સૌથી વધુ કેસ અને મોતના સૌથી વધારે આંકડા છે. ડિસેમ્બર મહિના પછી બ્રિટનમાં જેટલા પણ કોરોનાના કેસ સામે આવ્યા છે તે નવી સ્ટ્રેનના કેસ જ છે.

બ્રિટનના પ્લેન અહીં નહી ઉડે

નવી સ્ટ્રેન સામે આવ્યા પછી ભારત સિવાય નેધરલેન્ડ, બેલ્જીયમ, યૂરોપ, કેનેડા, તુર્કી, ઈઝરાઈલ, સાઉદી અરબ, ફ્રાંસ, જર્મની, ઈટાલી, આર્યલેન્ડ, કુવૈત, અલ સાલ્વાડોર, આર્જેન્ટીના, ચિલી અને મોરક્કો જેવા દેશો છે જેણે બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ક્યાંથી આવ્યો નવો વાઈરસ?

વાઈરસની નવી સ્ટ્રેનની જાણકારી તો બ્રિટનમાં મળી છે, પણ તેની ઉત્પતિ સાઉથ આફ્રિકામાં થઈ હોવાનું સામે આવ્યું છે. અને ત્યાંથી આવેલા બે લોકોના કારણે વાઈરસની નવી સ્ટ્રેન બ્રિટન સુધી પહોંચી છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી હેનકોકે બુધવારે જાણકારી આપતા કહ્યું હતું કે, આ વાઈરસ પહેલા વાઈરસની તુલનાએ વધારે ખતરનાક છે.

વધારે સંક્રમણકારી

હાલ તો સાઉથ આફ્રિકાથી આવનારા યાત્રીઓ પર રોક લગાવી દેવાનું બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે. સાથે જે એમ પણ જણાવ્યું છે કે, સાઉથ આફ્રિકાથી આવનારા યાત્રીકો સાથે જે લોકોની મુલાકાત થઈ હોય તેઓ ખૂદને ક્વોરન્ટાઈન કરી લે. જેથી વાઈરસને તાત્કાલિક કાબૂમાં કરી શકાય. જ્યારથી માહિતી મળી છે કે કોરોનાનો નવો વાઈરસ પહેલા વાઈરસની સાપેક્ષે વધારે ખતરનાક છે ત્યારથી કોરોનાની બીજી સ્ટ્રેનનો ખતરો મંડરાઈ રહ્યો છે. બ્રિટનના સ્વાસ્થ્યમંત્રીએ આ વાઈરસ મુદ્દે એ પણ જણાવ્યું છે કે, પહેલા વાઈરસ કરતાં આ વાઈરસ વધારે સંક્રમણ ફેલાવનારો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments