Homeતાપણુંરાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ થતાં ભારે હોબાળો

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ થતાં ભારે હોબાળો

Team Chabuk-Political Desk: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતાને રદ કરી દીધી છે. નોંધનીય છે કે, સુરત કોર્ટે ગઈકાલે ગુરુવારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. શુક્રવારે સંસદના બજેટસત્રના બીજા તબક્કાનો નવમો દિવસ છે. મોદી સરનેમ પર રાહુલ ગાંધીના નિવેદન બદલ ભાજપે સંસદમાં તેમની માફીની માગ કરી હતી. ભાજપનું કહેવું છે કે રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવું જોઈએ. આ મુદ્દે સંસદમાં બંને ગૃહમાં ભારે હોબાળો થયા હતો. આ તરફ કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલની સજાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધી સાચુ બોલી રહ્યા છે. તેમણે સંસદમાં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો. શું તે ખોટું છે ? આજે રાહુલ ગાંધીને બોલવા દેવામાં નથી આવી રહ્યા. તેનો અર્થ છે કે લોકતંત્ર ખતમ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આવું જ ચાલતું રહેશે તો એક દિવસ દેશમાં તાનાશાહી આવી જશે.

આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, છેલ્લા 15-20 વર્ષમાં કોંગ્રેસે સતત ઓબીસીની છબી ખરાબ કરવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધી દ્વારા મોદી સરનેમને લઈને કરવામાં આવેલી ટિપ્પણી ઓબીસીની છબી ખરાબ કરવાની કોશિશ છે અને ઓબીસીનું અપમાન છે.

સંસદમાં કોંગ્રેસ સંસદીય કાર્યાલયમાં પાર્ટી સાંસદોની બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. પાર્ટી અધ્યક્ષ અને રાજ્યસભામાં પાર્ટીના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી પણ બેઠકમાં હાજર હતા.

મોદી સરનેમને લઈને રાહુલ ગાંધીએ કરેલા નિવેદન સામે થયેલા માનહાનિ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને બે વર્ષની સજા સંભળાવી છે. આ ચુકાદા સામે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધીને માત્ર પરેશાન કરવામાં આવી રહ્યા છે. આના વિરોધમાં કોંગ્રેસ અને વિપક્ષોએ એક થઈને દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે. આ માટે આજે વિપક્ષો સ્ટ્રેટેજી ઘડશે. એ પહેલાં કૂચ કરશે અને પાર્લમેન્ટમાં મિટિંગ કરશે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ગુરુવારે રાત્રે મિટિંગ મળી હતી, જેમાં 50 સાંસદ, કોંગ્રેસ સ્ટેરિંગ કમિટીના સભ્યો, દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments