Team Chabuk-National Desk: તાજેતરમાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું. બજેટમાં ઈન્કમ ટેક્સથી લઈ ખેડૂતોને લાભ આપતી જાહેરાત થઈ. હવે ભારતીય રેલવેએ પણ વરિષ્ઠ નાગરિકો માટે મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં મળતી છૂટ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થઈ શકે છે.
કોરોના મહામારી દરમિયાન નબળી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવેએ વરિષ્ઠ નાગરિકો સહિત ત્રણ શ્રેણીઓ સિવાય તમામ માટે ભાડામાં રાહત આપવાની બંધ કરી દીધી હતી. મહામારી પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 50 ટકા મુક્તિ મળતી હતી. હાલના સમયમાં કોરોનાનું જોખમ ઓછું થયું છે. જો કે, સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવા છતાં રાહત વરિષ્ઠ નાગરિકોને પુનઃસ્થાપિત કરવામાં આવી નથી.
આ મુદ્દે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, રેલવે ટૂંક સમયમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટને પુનઃસ્થાપિત કરી શકે છે. તેમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ 2019-20માં મુસાફર ટિકિટ પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી જે મુસાફરી કરતા વ્યક્તિ દીઠ લગભગ 53 ટકાની સરેરાશ છૂટ છે.
રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, તે હવે ફરી એકવાર વરિષ્ઠ નાગરિકોના ભાડામાં રાહત આપવાની યોજના બનાવી રહ્યું છે. જોકે રેલવે હજુ પણ આ બાબતે વિચાર કરી રહી છે પરંતુ તેના નિયમોમાં કેટલાક ફેરફાર કરી શકે છે. હાલ સ્ટેન્ડિંગ કમિટી તેના પર વિચાર કરી રહી છે. વરિષ્ઠ નાગરિકોને ઓછામાં ઓછા સ્લીપર અને 3 એસી કન્સેશનની સમીક્ષા કરવાની સલાહ આપવામાં આવે છે.
જ્યારે સંસદીય પેનલે એવી પણ ભલામણ કરી છે કે, વરિષ્ઠ નાગરિકોને રેલવે ટિકિટ પરની મુક્તિ પુનઃસ્થાપિત કરવી જોઈએ. બીજી તરફ, રેલવેએ અનરિઝર્વ્ડ જનરલ ટિકિટ બુક કરવા માટે એક ખાસ એપ લોન્ચ કરી છે. હવે મુસાફરોને ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. ટિકિટ કાઉન્ટરોની સંખ્યા ઓછી હોવાને કારણે ઘણી વખત મુસાફરોને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. પરંતુ હવે ટુંક સમયમાં જ આ સમસ્યામાંથી મુક્તિ મળે તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત