Team Chabuk-National Desk: મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) ચોમાસુ શરૂ થઈ ચુક્યું છે. પરંતુ હજુ જરૂરિયાત મુજબ વરસાદ પડ્યો નથી. તેવામાં મધ્ય પ્રદેશના ગુના (Guna)માં એક ગામમાં એવી રીતે કરા પડ્યા કે ગામ લોકો અચંબિત થઈ ગયા છે. ખેતરમાં અને ગામમાં ભરાયેલા પાણીમાં મોટા મોટા કરા બંદુકમાંથી ગોળીઓ છૂટે તેમ પડી રહ્યા હતા. ગામ લોકોના જણાવ્યા અનુસાર થોડીવાર માટે તો એવું લાગી રહ્યું હતું કે જાણે, આકાશમાંથી ફાયરિંગ થઈ રહ્યું છે. ગુનાના ગામમાં ચારથી પાંચ મિનિટ સુધી આવી રીતે કરા પડ્યા હતા.
મધ્યપ્રદેશના ગુનામાં કરા પડ્યા#guna #rain #MadhyaPradesh pic.twitter.com/SZXMjIdW1M
— thechabuk (@thechabuk) July 18, 2021
ઉપર ટ્વિટ કરવામાં આવેલો વીડિયો ગુના શહેરથી 15 કિલોમીટર દૂર આવેલા રિછેરા ચોરોલ ગામનો છે. આ ગામમાં આજે સવારે ભારે વરસાદની સાથે મોટા મોટા કરા પડ્યા હતા. અચાનક આકાશમાંથી કરાની વર્ષા થવા લાગતાં ગામ લોકો ભાગવા લાગીને છત નીચે જવા લાગ્યા હતા. આ દરમિયાન એક ખેતરમાં પડી રહેલા મોટા મોટા કરાનો કોઈએ વીડિયો બનાવી લીધો હતો. ગામ લોકો આ દ્રશ્યો જોઈને કહી રહ્યા છે કે, આ પહેલા અમે આવો વરસાદ નથી જોયો.
શનિવાર-રવિવારની રાત્રે ગુના જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. આખી રાત વરસેલા પડેલા વરસાદથી જિલ્લામાં 2.8 મી.મી વરસાદ નોંધાયો છે. રવિવારની સવારથી હળવો વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના કેટલાક ગામમાં મોટા મોટા કરા પડ્યા હતા. ગુનાના રિછેરા ચોરોલ ગામમાં પડેલા કરા એટલી મોટી સાઈઝના હતા કે જોનારને લાગે કે જાણે આકાશમાંથી ફાયરિંગ થઈ રહ્યું હોય. બંદુકમાંથી ગોળી છૂટે તેમ કરાં આકાશમાંથી જમીન પર પડી રહ્યા હતા.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રણવીર રઘુવંશીના જણાવ્યા અનુસાર બિહાર, ઉત્તરાખંડ તરફથી વાદળો પરત આવતાં કેટલીક જગ્યાએ કરા પડ્યા છે. બિહાર, ઉત્તરાખંડ તરફ વાદળો જાય છે ત્યારે બરફના પહાડો સાથે અથડાઈને બરફ પોતાની સાથે લાવતાં હોય છે. જ્યારે આ વાદળ નીચે આવે છે ત્યારે કરા પડતાં હોય છે. આ કારણોસર જ ગુના જિલ્લાના કેટલાક ગામમાં કરાં પડ્યા છે. વરસાદ હજુ પણ ચાલુ રહેશે તેવું હવામાન વિભાગના વૈજ્ઞાનિકનું કહેવું છે.
મધ્ય પ્રદેશના ગુના, અશોકનગર, શિવપુરીમાં વાદળો ઘણા નીચા આવી ગયા છે. ગુના જિલ્લામાં 15 દિવસ પહેલાં જ ચોમાસાનું આગમન થઈ ગયું હોવા છતાં હજુ પણ જૂન અને જુલાઈમાં જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી. જુલાઈના શરૂઆતના પંદર દિવસમાં માત્ર 3 દિવસ જ વરસાદ પડ્યો છે. 15 જુલાઈ સુધી ગુના જિલ્લામાં 157.4 મીમી વરસાદ નોંધાયો છે. જે સરેરાશ વરસાદથી 90 મીમી ઓછો છે. વરસાદ ના થવાના કારણે ખેડૂતોએ સોયાબીનનું વાવેતર પણ નથી કર્યું. હવે સમય પસાર થઈ જવાના કારણે સોયાબીનનું વાવેતર થવાની સંભાવના ઓછી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત