Homeગામનાં ચોરેમહિલા શિક્ષિકાઓનાં ઝઘડાના કારણે પુરુષ શિક્ષકો અને આચાર્યએ માથાના દુખાવાની ટેબલેટ ખાવી...

મહિલા શિક્ષિકાઓનાં ઝઘડાના કારણે પુરુષ શિક્ષકો અને આચાર્યએ માથાના દુખાવાની ટેબલેટ ખાવી પડે છે: શિક્ષણમંત્રી

Team Chabuk-National Desk: કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી બાદ હવે રાજસ્થાનના શિક્ષા મંત્રી ગોવિંદસિંહ ડોટાસરાના નિવેદને હેડલાઈન બનાવી છે. આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ પર તેમણે કહ્યું હતું કે, મહિલાઓ ઝઘડાખોર હોય છે. તેમનું ઝઘડાખોર હોવું એ જ તેમને પુરુષોની આગળ નીકળવાથી અટકાવે છે. મારી પાસે આવી અસંખ્ય રિપોર્ટ આવે છે. જ્યાં મહિલાઓ શાળામાં ઝઘડો કરે છે. જો આ નાની નાની વાતોમાં સુધારો કરી લે, તો પુરુષોથી આગળ નીકળી જશે.

શિક્ષામંત્રીએ મહિલા શિક્ષિકાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, મહિલાઓના ઝઘડાના કારણે પુરુષોનો સ્ટાફ ચિંતિત રહે છે. પુરુષો અને આચાર્યએ સેરીડોન ટેબલેટ ખાવી પડે છે. સરકાર મહિલાઓ માટે યોજના લાવી છે. મહિલાઓ સરકારની પ્રાથમિકતામાં છે. એ આ બધાથી ઉપર ઉઠીને પુરુષોથી આગળ નીકળે.

advertisement-1

બીજી બાજુ કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. કે સુધાકરનનું નિવેદન પણ ચર્ચામાં છે. જેમાં તેમણે કહ્યું હતું કે, આધુનિક ભારતીય મહિલાઓ બાળકોને જન્મ આપવા નથી માગતી. એ કાં તો કુંવારી રહેવા ઈચ્છુંક છે અથવા તો લગ્ન બાદ બાળકો નથી ઈચ્છતી. તેઓ સરોગસીથી બાળકો ઈચ્છે છે. આપણી વિચારધારામાં આ પરિવર્તન યોગ્ય નથી. આ નિવેદન ડો.કે સુધાકરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર આપ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments