Homeસિનેમાવાદરાજ કુમાર : જેમનો કૂતરો ગરદન હલાવી દે તો ફિલ્મ પણ ન...

રાજ કુમાર : જેમનો કૂતરો ગરદન હલાવી દે તો ફિલ્મ પણ ન કરે

હિન્દી સિનેમામાં એક વસવસો કાયમ રહેશે. ડાઈલોગ ડિલેવરીનો. સંવાદ લેખન પર સલમાન ખાને ટીપ્પણી કરતાં એક સરસ વાત કહેલી કે, ‘‘મારા પિતાજીએ ફિલ્મ શોલેનું લેખન કર્યું જાવેદ સાહેબ સાથે. જેમાં તેમણે ઘણા હિટ ડાઈલોગ લખ્યા. પણ સૌથી વધારે પોપ્યુલર કયો ડાઈલોગ થયો? ગબ્બર સિંહના મુખે બોલાયેલો, ‘‘કિતને આદમી થે?’’ બીજા સંવાદોની સરખામણીમાં આ સંવાદ હિટ પણ થયો અને આજે પણ તેની નકલ કોઈને કોઈ રીતે થાય જ છે. હવે આ કોઈ ડાઈલોગ નથી. આ તો પૂછવામાં આવી રહ્યું છે કે કેટલા માણસો હતાં ? એક સંખ્યા છે. પણ જુઓ એને પ્રેઝન્ટ કઈ રીતે કરવામાં આવ્યો છે.’’

રાજ કુમાર એવા જ એક અભિનેતા. એ સામાન્ય લાઈનને પણ એવી રીતે બોલે કે ફુલગઝરો થઈ જાય. ચાર ચાંદ લાગી જાય. હીરા મોતી ટંકાય જાય. ઈન્ડસ્ટ્રીમાં તેમને અહંકારી કહેવામાં આવતા જ્યારે તે સામેના વ્યક્તિની મજાક કરી નાખે. પણ સામાન્ય માણસ માટે સૌમ્ય પણ એટલા જ. આજે ઘણા સારા અભિનેતાઓ છે. સારી ડાઈલોગ ડિલેવરી કરે છે. ટાઈમિંગ સાથે કરે છે. પણ રાજ તો એક જ. એમની ડાઈલોગ ડિલેવરીની સાથે કિસ્સા પણ લોકપ્રિય છે. કિસ્સા અને વચ્ચે વચ્ચે ડાઈલોગ બંને જોઈએ. આ મુસાફરીમાં મજા આવશે.

ગોવિંદાનો રૂમાલ

વાત છે 1980ની ફિલ્મ જંગબાજની. ગોવિંદા સેટ પર સરસ મજાનો શર્ટ પહેરી ઘુમી રહ્યા હતા. રાજ કુમારને એ શર્ટ પસંદ આવી ગયો. ગોવિંદાએ તુરંત શર્ટ કાઢી રાજ કુમારને આપી દીધો. થોડા સમય પછી ગોવિંદાની એ શર્ટનો રૂમાલ રાજ કુમારના ખિસ્સામાં હતો. પેન્ટના ખિસ્સામાં નાખી રાજ કુમાર સેટ પર ચક્કર લગાવી રહ્યા હતા.

चिनॉय सेठ, जिनके अपने घर शीशे के हों, वो दूसरों पर पत्थर नहीं फेंका करते.

ફિલ્મોમાં ટ્રાય કર

દમ મારો દમ ગીત માર્કેટમાં આવ્યું પછી તો ઝીનત અમાનની લોકપ્રિયતા શેરબજારની જેમ ઉપર ચડવા માંડી. ફિલ્મોની ઓફરના ઢગલા થવા લાગ્યા. તેની સાથે કામ કરવા અભિનેતાઓ અને ડાયરેક્ટરોની લાઈનો લાગવા લાગી. મેગેઝિનમાં તેના ફોટોશૂટ આવવા લાગ્યા. એક પાર્ટીમાં ઝીનતે જોયું તો રાજ કુમાર હતા. હવે ઝીનત પોપ્યુલર હતી એટલે થયું કે રાજ મારા પર ફિદા થઈ જશે અને મારી આગળ પાછળ ઘુમવા લાગશે. મારી સાથે બે ચાર વાતો કરશે. એ રાજ કુમાર પાસે ગઈ. વાતો શરૂ થઈ અને વાતો વાતોમાં રાજ કુમારે કહી દીધું, ‘તું ખૂબ સુંદર છો તારે ફિલ્મોમાં ટ્રાય મારવી જોઈએ.’ ઝીનતના પગ તળેથી જમીન ખસી ગઈ.

जब ख़ून टपकता है तो जम जाता है, अपना निशान छोड़ जाता है, और
चीख़-चीख़कर पुकारता है कि मेरा इंतक़ाम लो, मेरा इंतक़ाम लो.

બે માથાભારે અભિનેતાઓ

મેહુલ કુમાર નામના ડિરેક્ટર. જેમણે ન કરવાનું કરીને કરી બતાવ્યું. બે માથાભારે અભિનેતાઓને એક ફિલ્મમાં લઈ લીધા. એક નાના પાટેકર અને બીજા રાજ કુમાર. 1992ની ફિલ્મ તિરંગા હતી. લોકો તેમને કહેતા હતા કે આ બંને એકબીજાનું ખોપરું તોડે એવા અભિનેતા છે. તેમને એક સાથે ન લો, પણ મેહુલે એ બંનેને કાસ્ટ કર્યા. ફિલ્મ માટે રાજ કુમારનું નામ પહેલાથી નક્કી હતું નાના પાટેકરની પાછળથી એન્ટ્રી કરવામાં આવી હતી. નાના પાટેકરને આશ્વાસન આપતા કહેવામાં આવ્યું કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટનો એક પણ અક્ષર નહીં બદલે. મેહુલે આ વાત જ્યારે રાજને કહી તો રાજે કહ્યું, ‘સ્ક્રિપ્ટ બદલવાની ક્યાં વાત આવે છે. મેં ક્યાં કોઈ દિવસ તમારી વાતમાં દખલ જ કરી છે.’ ફક્ત છ મહિનાની અંદર બે ગરમ મગજના કલાકારો સાથે તિરંગા ફિલ્મ પૂર્ણ થઈ ગઈ. બોક્સઓફિસ પર બમ્પર કમાણી કરી લીધી.

हम अपने कदमों की आहट से हवा का रुख़ बदल देते हैं.

કૂતરાએ ફિલ્મ રિજેક્ટ કરી નાખી

1968ની સાલ હતી. ધર્મેન્દ્રની ફિલ્મ આંખે આવી. આંખે ફિલ્મ હતી ધર્મેન્દ્રની પણ કિસ્સો બની ગયો રાજ કુમાર સાથે. રામાનંદ સાગર ફિલ્મમાં રાજ કુમારને કાસ્ટ કરવા માગતા હતા. રાજ તેમના મિત્ર હતા. રાજ કુમારને વાર્તા પસંદ ન આવી. તેમણે પોતાના કૂતરાને અવાજ કર્યો. એમનો કૂતરો પહોંચ્યો અને રાજ કુમારે કહ્યું, ‘તારે રોલ કરવો છે ?’ કૂતરાએ એમની સામે જોયું અને ગરદન હલાવીને ના પાડી દીધી. રાજ કુમારે તેની સામે જોઈ રામાનંદ સાગરને કહ્યું, ‘જોયું આ રોલ તો મારો કૂતરો પણ ન કરે.’ રામાનંદ સાગર ત્યાંથી ચાલ્યા ગયા. ફિલ્મ ધર્મેન્દ્રની સાથે કરવામાં આવી. બોક્સઓફિસ પર હિટ ગઈ. એ પછી રામાનંદ સાગરે કોઈ દિવસ રાજ કુમાર સાથે કામ ન કર્યું.

हम कुत्तों से बात नहीं करते.

અને ફિલ્મોમાં ચાલ્યા ગયા

8 ઓક્ટોબર 1926માં જન્મેલા રાજ કુમારે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પોલીસમાં ભરતી થઈ ગયા. એ મુંબઈના માહિમ પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સપેક્ટરના પદ પર હતા. તેમનો અવાજ રૂઆબદાર હતો કે તેમની આસપાસનાં લોકો તેમને વારંવાર અભિનય લાઈનમાં જવાનું કહેતા હતા. રાજ કુમારને એક સમયે લાગ્યું કે આ લોકોની વાતમાં દમ તો છે. એમણે પોલીસની નોકરી છોડી દીધી અને ફિલ્મોમાં પ્રયત્ન કર્યો. તેમની પ્રથમ ફિલ્મ રંગીલી હતી. પછી પાકિઝા, મધર ઈન્ડિયા, તિરંગા, સૌદાગર સહિતની અઢળક ફિલ્મોમાં કામ કર્યું.

हम वो कलेक्टर नहीं, जिनका फूंक मारकर तबादला किया जा सकता है. कलेक्टरी तो हम शौक़ से करते हैं, रोज़ी-रोटी के लिए नहीं. दिल्ली तक बात मशहूर है कि राजपाल चौहान के हाथ में तंबाकू का पाइप और जेब में इस्तीफा रहता है. जिस रोज़ इस
कुर्सी पर बैठकर हम इंसाफ नहीं कर सकेंगे, उस रोज़ हम इस कुर्सी को छोड़ देंगे. समझ गए चौधरी!

તેલની વાસ આવે છે

ઝંઝીર ફિલ્મના કારણે અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બની ગયા. ફિલ્મના ડાયરેક્ટર પ્રકાશ મેહરા અમિતાભની જગ્યાએ રાજ કુમારને લેવા માગતા હતા, કારણ કે તેઓ પોલીસમાં નોકરી પણ કરી ચૂક્યા હતા અને સ્ક્રિન પર છવાઈ જવાની તેમની કાબેલિયત હતી. રાજ કુમાર પાસે તેઓ ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને ગયા અને રાજ કુમારે તેમની અલ્લડ ભાષામાં કહ્યું, ‘તારામાંથી બિજનૌરી તેલની ગંધ આવી રહી છે. ફિલ્મ તો દૂરની વાત છે, હું તારી સાથે એક મિનિટ પણ ઊભો નહીં રહી શકું.’

घर का पालतू कुत्ता भी जब कुर्सी पर बैठ जाता है तो उसे उठा दिया जाता है. इसलिए क्योंकि कुर्सी उसके
बैठने की जगह नहीं. सत्य सिंह की भी यही मिसाल है. आप साहेबान ज़रा इंतजार कीजिए.

પડદા બનાવવા છે

અમિતાભની જ વાત છે તો એક પાર્ટીમાં અમિતાભ અને રાજ કુમાર એક સાથે હતા. રાજ તેમની પાસે આવ્યા અને શૂટના વખાણ કર્યા. અમિતાભે તુરંત તેમને દુકાનનું સરનામું આપી કહ્યું, ‘‘અહીં મળે છે. કાપડ સારું હોય છે.’’ રાજ કુમારે કહ્યું, ‘‘મારે તો પડદા સિવડાવવા હતા.’’

और फिर तुमने सुना होगा तेजा कि जब सिर पर बुरे दिन मंडराते हैं तो ज़बान लंबी हो जाती है.

મહેમાન બનો તો રાજના રાજમાં મજા આવી જાય

એક મહિલા પત્રકાર તેમનું ઈન્ટરવ્યૂ કરવા માટે ઘરે આવી. રાજે તેમને આવકાર આપ્યો અને પૂછ્યું, તમે ડ્રિન્ક કરશો. સામેથી ના જવાબ આપતા રાજે ફરી પૂછ્યું, હું કરી શકું. પત્રકારે હા કહ્યું. પછી સિગરેટની વાત આવી. રાજે ફરી પૂછ્યું, તમે સિગરેટ લેશો. સામેથી ફરી ના પ્રત્યુતર આવતા રાજે કહ્યું, હું લઈ શકું ?

बोटियां नोचने वाला गीदड़, गला फाड़ने से शेर नहीं बन जाता.

બંદર શું ફરક પડે

ફિલ્મના સેટ પર રાજ કુમાર પોતાના કલાકારોને તેના અસલી નામથી નહોતા બોલાવતા. ધર્મેન્દ્રને જીતેન્દ્ર અને જીતેન્દ્રને ધર્મેન્દ્ર કહેતા હતા. કોઈએ એમને પૂછ્યું શા માટે આમ કરો છો ? એમણે કહ્યું, ‘‘ધર્મેન્દ્ર કે જીતેન્દ્ર- જીતેન્દ્ર કે વાંદરો શું ફર્ક પડે છે.’’

हम आंखों से सुरमा नहीं चुराते, हम आंखें ही चुरा लेते हैं.

ઘટે તો મંગળસૂત્ર ઘટે

એક પાર્ટીમાં તેઓ ગયા. બપ્પી લહરી હાજર હતા. રાજ કુમાર તેમને જોઈ ગયા. જોઈને તાડુક્યા, ‘‘વાહ… શાનદાર…. આ માણસને તો જુઓ. બસ મંગલસૂત્રની જ ઉણપ છે.’’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments