Homeગામનાં ચોરેDSP અને મહિલા કોન્સ્ટેબલ સ્વિમિંગ પુલમાં અશ્લીલ હરકત કરતાં હતાં અને વીડિયો...

DSP અને મહિલા કોન્સ્ટેબલ સ્વિમિંગ પુલમાં અશ્લીલ હરકત કરતાં હતાં અને વીડિયો વાઈરલ થઈ ગયો

Team Chabuk-National Desk: સ્વિમિંગ પુલમાં મહિલા કોન્સ્ટેબલની સાથે અશ્લીલ હરકત કરનારા રાજસ્થાનના ડીએસપીની ઉદયપુરના એક રિસોર્ટમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. રાજસ્થાનના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા, જ્યાં વીડિયોમાં જોવા મળેલો DSP અને મહિલા કોન્સ્ટેબલ રોકાયા હતા.

મહિલાની સાથે એક બાળક પણ હતું. જેથી મહિલાની ધરપકડ કરવામાં નથી આવી. અશ્લીલ વીડિયોના લીક થયા બાદ પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુરૂવારે મોડી રાતે પોલીસે હોટલમાં રેડ પાડી હીરાલાલ નામેરી શોખીન DSPની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ઘટનામાં વીડિયો સામે આવ્યા બાદ મહિલા કોન્સ્ટેબલના પતિની રિપોર્ટ ફાઈલ ન કરવા પર નાગૌર ચિતવાના પ્રકાશચંદ મીણાને પણ નિલંબિત કરી દેવામાં આવ્યા છે.

આરોપ લાગ્યો છે કે વીડિયો વાઈરલ થયા બાદ મહિલા કોન્સ્ટેબલનો પતિ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા માટે પહોંચ્યો હતો. જોકે આ સમગ્ર ઘટનાના મુખ્ય સૂત્રધાર ડીએસપી સાહેબ હોય કમ્પલેન ફાઈલ નહોતી થઈ. જેથી તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે ડીએસપી હીરાલાલ અને મહિલા કોન્સ્ટેબલનો અશ્લીલ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે વીડિયો પાર્ટ ટુ.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એડીજી અશોક રાઠોડે જણાવ્યું હતું કે આ સમગ્ર બનાવની તપાસ SOG મુખ્યાલયમાં કરવામાં આવી રહી છે. અને તપાસ કરવામાં આવી રહી છે કે આખરે વીડિયો કોણે બનાવ્યો અને કોણે વાઈરલ કર્યો. બીજી બાજુ વીડિયોમાં બાળક પણ હોવાથી રાજ્ય બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ સંગીતા બેનિવાલે પણ આ સમગ્ર છાનગપતિયાંને ગંભીરતાથી લેતા નાગોર પોલીસ અધિક્ષકની પાસેથી ત્રણ દિવસમાં રિપોર્ટ માગ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments