Homeસિનેમાવાદતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની ટીમના ગોલી સહિત ચાર સભ્યોને કોરોના

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની ટીમના ગોલી સહિત ચાર સભ્યોને કોરોના

Team Chabuk-Entertainment Desk: મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે ફિલ્મો અને સિરિયલોના શૂટિંગ ચાલી રહ્યા છે. શૂટિંગ દરમિયાન અનેક કલાકારો અને ક્રુ મેમ્બરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. અનેક સિરિયલ અને ફિલ્મોના શૂટિંગ કોરોનાના કારણે અટકી પડ્યા છે. ત્યારે હવે સોની સબ પર આવતી પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક કલાકાર કોરોનાથી સંક્રમિત થયો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં ડોક્ટર હાથીના પુત્રનું પાત્ર ભજવનાર ગોલી (કુશ શાહ)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુશ શાહ આઈસોલેટ થઈ ગયો છે. કોરોનાની નવી ગાઈડલાઈન પ્રમાણે તમામ શોના કલાકાર અને ટીમના સભ્યોએ શૂટિંગ ચાલુ કરતાં પહેલા કોરોનાનો રિપોર્ટ કરાવવો ફરજિયાત છે. જેથી 9 એપ્રિલે કલાકાર અને ક્રૂ મેમ્બર્સની સાથે 110 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ગોલી એટલે કે કુશ શાહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુશ શાહ ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની ટીમના અન્ય 3 સભ્યોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના નિર્માતા અસિત મોદીએ જણાવ્યું હતું કે, શૂટિંગ દરમિયાન અમે ખૂબ ધ્યાન રાખીએ છીએ, જો કોઈ વ્યક્તિ થોડી બીમાર જણાય તો અમે તેને શૂટિંગમાં આવવાની ના પાડીએ છીએ. અસિત મોદીએ કહ્યું હતું કે ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહ અને પ્રોડક્શનના અન્ય કેટલાક સભ્યો કોરોના સંક્રમિત થયા છે. બાકીના મુખ્ય કલાકારોમાંથી કોઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નથી. અસિત મોદીએ કહ્યું કે, જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે હોમ આઈસોલેટ છે. આગામી 15 દિવસ કોઈ શૂટિંગ થશે નહીં. મુંબઈમાં જાહેર કર્ફ્યૂ પછી કેટલાક દિવસ સુધી શૂટિંગ થશે નહીં.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના મુખ્ય કલાકાર એવો ગોલી હાલ કોરોના સંક્રમિત થયો છે. જો કે ગોલી પહેલા પણ કેટલાક કલાકારો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં આત્મારામ ભીડેનું પાત્ર માદાર ચંદવાકર અને જેઠાલાલના સાળાનું પાત્ર ભજવનાર સુંદર એટલે કે મયુર વાકાણી પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હવે તેલુગુ અને મરાઠી ભાષામાં પણ રિલિઝ થવા જઈ રહ્યો છે. પ્રાદેશિક પ્રેક્ષકોને જોડવા માટે નિર્માતાએ આ નિર્ણય લીધો છે. અન્ય કેટલીક પ્રાદેશિક ભાષામાં પણ આ શોને રિલિઝ કરવાની યોજના ચાલી રહી છે. મરાઠી અને તેલુગુ ભાષામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કેટલાક એપિસોડ યુટ્યૂબ પર મૂકવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. ત્યારે અનેક ફિલ્મો અને સિરિયલોના શૂટિંગ પણ મહારાષ્ટ્રમાં ચાલી રહ્યા છે. જેના કારણે અનેક કલાકાર અને ક્રુ મેમ્બર્સ કોરોનાની હડફેટે ચડી ગયા છે. કોરોનાના કારણે ફિલ્મ અને સિરિયલ ઉદ્યોગને પણ માઠી અસર થઈ છે. અનેક ફિલ્મો રિલિઝ તૈયાર થઈને પડી છે પરંતુ કોરોનાના કારણે થિયેટરો બંધ હોવાથી પ્રોડ્યુસરો ચિંતામાં મૂકાઈ ગયા છે. અનેક ફિલ્મોના શૂટિંગ અધવચ્ચે બંધ કરવાની પણ ફરજ પડી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments