Team Chabuk-National Desk: દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જેને જોતા રાજસ્થાન સરકારે લોકડાઉનની મર્યાદામાં વધારો કરી દીધો છે. આ માટે માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. રાજસ્થાન સરકારે હાલમાં જ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા નાઈટ કર્ફ્યૂનું એલાન કરી દીધું હતું. જેમાં રાજ્યની દુકાનો અને બજારો સાંજના પાંચ વાગ્યે બંધ કરવાનો આદેશ મળ્યો હતો. તો સાંજના 6થી સવારના 6 સુધી કોરોના કરફ્યૂ જાહેર કરવાનો પણ નિર્દેશ મળ્યો હતો.
આ કર્ફ્યૂ 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લગાવવાની વાત હતી. પણ હવે રાજસ્થાનમાં કર્ફ્યૂની અવધિ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે હવે રાજસ્થાનમાં 3 મે સુધી કર્ફ્યૂની અવધિ વધારી દેવામાં આવી છે. તો 19 એપ્રિલના રોજ સવારે 5 વાગ્યાથી 3 મે સવારે 5 વાગ્યા સુધીના સમયને, અનુશાસન પખવાડીયાના રૂપમાં મનાવવાની સાથે સાથે નવી ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈન
- 19 એપ્રિલ સવારે 5થી 3 મે સવારના 5 વાગ્યા સુધી જન અનુશાસન પખવાડિયું મનાવવામાં આવશે.
- 19 એપ્રિલ સુધી સવારના 5 વાગ્યા સુધી વીકેન્ડ કર્ફ્યૂ લાગુ રહેશે.
- પખવાડિયા દરમિયાન તમામ કાર્યસ્થળ, બજાર અને પ્રતિષ્ઠાન બંધ રહેશે.
- યાત્રા ટિકિટ દર્શાવવા પર રેલવે, બસ, મેટ્રો, હવાઈજહાજ વગેરેમાં મુસાફરી કરવાની સુવિધા મળી શકશે.
- યાત્રા પહેલા 72 કલાકમાં કરવામાં આવેલ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ દેખાડવાનો રહેશે.
- શાકભાજી, ફળ, દૂધ, કરિયાણાનો સામાન સાંજના પાંચ વાગ્યા સુધી વેચી શકાશે.
- ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કર્મચારીઓને આઈકાર્ડ દેખાડવા પર આવવા જવાની છૂટ મળશે.
- એલપીજી, ગેસ, પેટ્રોલ પમ્પની સેવા રાતના 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
- મીઠાઈની દુકાન, પ્રોસેસ્ડ ફૂડ રાતના આઠ વાગ્યા સુધી મળશે.
- અનિવાર્ય સેવાઓ, ચિકિત્સા સેવાઓ, દવાની દુકાનો, ઉદ્યોગ, નિર્માણ વગેરે ચાલુ રહેશે જેથી શ્રમિકો પલાયન ન કરે.
દેશમાં કોરોના
દેશમાં રવિવારના રોજ કોરોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. 24 કલાકમાં 2 લાખ 62 હજાર 500 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના કારણે 1501 લોકોના મૃત્યુ થયું છે. જે રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટકા અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 67,123, ઉત્તર પ્રદેશમાં 27,334, દિલ્હીમાં 24,375, કર્ણાટકમાં 17, 489 અને છત્તીસગઢમાં 16,083 નવા કેસ સામે આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત