Team Chabuk-National Desk: એક પ્લેટ ઘુમ્યા રાખે છે. જેમાં લખેલું હોય છે કે સરકાર આ દેશમાંથી આટલા ઓછા રૂપિયામાં પેટ્રોલ મેળવે છે અને આપણને આટલા વધારે રૂપિયામાં પધરાવે છે. વિરોધનો આ નવતર પ્રયોગ છે. કોણે કર્યો ? ખબર નથી. પણ હવે સોમવાર 15મી માર્ચ 2021ના રોજ સંસદમાં મોદી સરકારે એ વાત સામે રાખી કે તે પેટ્રોલ અને ડિઝલમાં એ કેટલા રૂપિયા કમાય છે ?
કેન્દ્ર સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે પેટ્રોલ અને ડિઝલથી તેને ખૂબ કમાણી થઈ રહી છે. 6 મે 2020થી લઈને 31 ડિસેમ્બર 2020 સુધી સરકારે પ્રતિ લીટર પેટ્રોલ (બ્રાન્ડેડ) 34.16 રૂપિયા અને પ્રતિ લીટર ડિઝલ (બ્રાન્ડેડ) પર 34.19 રૂપિયાની કમાણી કરી છે. વિધાઉટ બ્રાન્ડવાળા પેટ્રોલ પર સરકારે પ્રતિ લીટર 32.98 રૂપિયા અને ડિઝલ પર 31.83 રૂપિયાની કમાણી કરી છે. આ નફો પેટ્રોલ અને ડિઝલ પર લગાવેલા ઉત્પાદ શુલ્ક, ઉપકર અને અધિભારણથી થયો છે.
ગત્ત વર્ષે 14 માર્ચથી લઈને 5 મે સુધી સરકારને પ્રતિ લીટર બ્રાન્ડેડ પેટ્રોલ પર 24.16 રૂપિયા અને પ્રતિ લિટર વિધાઉટ બ્રાન્ડેડ ધરાવતા પેટ્રોલ પર 22.98 રૂપિયાનો ફાયદો થતો હતો. ડિઝલની વાત કરીએ, તો પ્રતિ લિટર બ્રાન્ડેડ ડિઝલ પર 21.19 રૂપિયા અને પ્રતિ લિટર વિધાઉટ બ્રાન્ડેડ પર 18.83નો ફાયદો થતો હતો.
આ પહેલા એક જાન્યુઆરી 2020થી લઈને 13 માર્ચ 2020 સુધી સરકારને પ્રતિ લીટર બ્રાન્ડેડ પેટ્રોલ પર 19.98 રુપિયાનો ફાયદો થયો હતો. બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાના ડિઝલ પર પ્રતિ લિટર 18.19 રૂપિયા અને 15.83 રૂપિયા ક્રમશ: ફાયદો થયો હતો.
ગઈકાલના સંસદના સત્ર દરમિયાન વિપક્ષી દળોએ સરકારને સવાલ કર્યો હતો કે એ તેલના ભાવને નિયંત્રિત કરવા માટે શું પગલાં ભરી રહ્યા છે? તેના પર સરકારની તરફથી જવાબ દેતા રાજ્યના નાણામંત્રી અનુરાગ ઠાકુરે ઈંધણ પર ઊંચા ઉત્પાદ શુલ્કને સાચા ઠેરવ્યા હતા. આ અંગે તેમણે જણાવ્યું કે, વિકાસ પરિયોજના માટે સંસાધન જમા કરવા માટે એક્સાઈઝ ડ્યૂટીને કેલિબ્રેટ કરવામાં આવી છે. આ રીતે પેટ્રોલ અને ડિઝલ પર ઉત્પાદન ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
વિપક્ષી દળોએ સરકારને બરાબરની ઘેરવા માટે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે બજાર પેટ્રોલ અને ડિઝલનાં ભાવને નક્કી કરી રહ્યું છે તો પછી પાંચ રાજ્યોમાં ચૂંટણી સમયે પેટ્રોલ અને ડિઝલના ભાવ સ્થિર કેવી રીતે છે ?
આ સવાલના જવાબ પર અનુરાગ ઠાકુરે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઈંઘણની ઊંચી અને નીચી કિંમતોની પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાં અન્ય દેશોની રિયાયત પણ ભાગ ભજવે છે. સરકાર એ અંગેનો રેકોર્ડ નથી રાખતી.
જોકે અનુરાગ ઠાકુરે માન્યું કે પેટ્રોલને વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટીની નીચે લાવવા માટે રાજ્યો અને કેન્દ્રની વચ્ચે વાતચીતની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે જો રાજ્ય સરકારો પેટ્રોલ ઉત્પાદોને જીએસટીની નીચે લાવીને ચર્ચા કરવા માગે છે તો કેન્દ્ર સરકારને આ માટે કોઈ આપત્તિ નથી. રાજ્ય અને કેન્દ્રએ મળીને વાત કરવાની જરૂર છે. વધુમાં તેમણે કહ્યું કે, રાજ્યોને પેટ્રોલ પર ટેક્સ ઓછો કરવો જોઈએ. અમે પણ પેટ્રોલ પર ટેક્સ ઓછો કરવાનો પ્રયાસ કરીશું. કેન્દ્ર અને રાજ્ય બેઉંને આ મુદ્દા પર વિચાર કરવાની જરૂર છે.
જોકે આ જ મુદ્દા પર નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આપવામાં આવેલું નિવેદન રાજ્યમંત્રીના નિવેદનની સાથે બંધબેસતું નથી લાગી રહ્યું. સોમવારના રોજ જ નિર્મલા સીતારમણે કહ્યું કે, હાલ તો સરકારની પાસે કાચું તેલ, પેટ્રોલ, ડિઝલ, એટીએફ અને પ્રાકૃતિક ગેસને જીએસટીની નીચે લેવાનો કોઈ પ્રસ્તાવ નથી.
સીતારમણે એ જરૂરથી કહ્યું કે, જીએસટી કાઉન્સિલને જ્યારે યોગ્ય લાગશે ત્યારે એ પેટ્રોલ ઉત્પાદોનો જીએસટીમાં સમાવેશ કરવા પર વિચાર કરશે. નાણા મંત્રીએ કહ્યું કે, ઈંધણ વિશે વિચાર કરતા પહેલા જરૂરી મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવશે. જેમ કે રેવન્યૂ પર આની શું અસર થાય ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત