Team Chabuk-International Desk: આજકાલ યુવાનોને બોડીબિલ્ડિંગનું ભૂત ચઢ્યું છે. યુવાનોને બાયસેપ્સ અને સિક્સ પેક બનાવવા છે. જેના માટે તેઓ જીમમાં અથાગ મહેનત કરી પરસેવો પાડે છે, પરંતુ કેટલાક યુવાનો બોડીબિલ્ડિંગ માટે શોર્ટ કટ અપનાવાની કોશિશ કરી રહ્યા છે જે તેમના માટે જોખમી સાબિત થઈ રહ્યું છે.
આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવાન શોર્ટકર્ટ અપનાવીને હવે ભરપૂર પછતાઈ રહ્યો છે. સાથે જ હવે અન્ય લોકોને સલાહ આપી રહ્યો છે કે મેં ભૂલ કરી એ ભૂલ તમે જીવનમાં ક્યારેય ન કરતા.
વાત રશિયાના એક બોડીબિલ્ડરની છે. 24 વર્ષીય કિરીલ ટેરેશીને પેટ્રોલિયમ જેલી ઈન્જેક્શનનો ઉપયોગ કરી સુપરમેન બનાવવાની કોશિશ કરી. જોકે, હવે આ કારનામાની તેને ભારે કિંમત ચુકવવી પડી રહી છે. કિરીલની એક સર્જરી થઈ ગઈ છે અને હજુ કેટલીક જટિલ સર્જરી બાકી છે. કોરોના મહામારીના કારણે કિરીલની સર્જરી સતત ટળી રહી છે. કિરીલ પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં છે. પહેલાં મુર્ખામી કરી ચુકેલા આ વ્યક્તિને હવે તેની મુર્ખામી પર પછતાવો થઈ રહ્યો છે. અને યુવાનોને આવું ન કરવા સલાહ આપી રહ્યો છે.

કિરીલે કહ્યું કે, હું 20 વર્ષની ઉંમરથી જ પોતાના હાથમાં પેટ્રોલિયમ જેલી લગાવી રહ્યો હતો. હું ત્યારે બહુ બેદરકારી રાખી રહ્યો હતો. મે આના ખતરનાક પરિણામો પર કોઈ ધ્યાન ન આપ્યું. હું આને મારા શરીરના અન્ય ભાગમાં પણ લગાવવા ઈચ્છતો હતો પરંતુ હું પહેલાં મારા બાયસેપ્સ પર આની અસર ચકાસવા માગતો હતો.
પેટ્રોલિયમ જેલીની અસર તેના હાથ પર જોવા પણ મળી હતી. જેલીના ઉપયોગથી તેણે 10-12 નહીં પરંતુ પુરા 24 ઈંચના બાયસેપ્સ બનાવી લીધા હતા. શરૂઆતમાં તે ખુશ થયો પરંતુ પાછળથી દુઃખી પણ એટલો જ થયો.

તેણે આગળ કહ્યું કે, જ્યારે મારા હાથની હાલત ખરાબ થવા લાગી ત્યારે મને અહેસાસ થયો કે મારે આને મારા શરીના અન્ય ભાગમાં ન લગાવવા જોઈએ. કિરીલની હાલત વિશે રશિયાના ફૂટબોલર સ્ટારની પત્ની અલાનાને જાણ થઈ હતી. તે પ્લાસ્ટીક સર્જરીથી નુકસાન પહોંચનારા વ્યક્તિઓની મદદ કરે છે. તેને જાણ થતાં જ તેણે કિરીલની મદદ કરી હતી.
કિરીલની એક સર્જરી ગયા વર્ષે થઈ ગઈ છે. તેના હાથમાંથી સિંથોલ ઓઈલ અને ડેડ મસલ્સ ટિશૂઝ કાઢવામાં આવ્યા હતાં. આ બોડીબિલ્ડરના 24 ઈંચના બાયસેપ્સ હતા. જોકે, જેલીના પ્રયોગથી તેને અસહ્ય દુખાવો થતો હતો. તેને તાવ પણ રહેવા લાગ્યો હતો. એટલું જ નહીં તેને પોતાના ભારેભરખમ બાયસેપ્સથી કોઈ ફાયદો ન હતો. કિરીલ MMA ફાઈટમાં પોતાના વિરોધી ખેલાડીથી માત્ર ત્રણ મિનિટમાં જ હારીને બહાર થઈ ગયો હતો.

કિરીલના સર્જન દિમિત્રી મેલ્નીકોવે કહ્યું કે, જો તેની સર્જરી ન થઈ હોત તો કિરીલનું મૃત્યુ પણ થવાની શક્યતા હતી. દિમિત્રીએ કહ્યું કે, કિરીલે પોતાના હાથ પર જે પ્રયોગ કર્યો તેને કેટલાય લોકો પોતાના શરીરના અન્ય અંગોમાં પણ આનો પ્રયોગ કરે છે પરંતુ હું એ તમામ લોકોને કહેવા માગુ છુ કે આ બહુ જોખમી છે તેમને આ પ્રકારના જોખમથી બચવું જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત