Team Chabuk-Vishesh Desk: સૂર્ય નમસ્કાર યોગની પ્રથમ ક્રિયા છે. આ કોઇ સામાન્ય નમસ્કારના સ્ટેપ નથી. સૂર્ય નમસ્કાર એ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક થેરાપીનું શ્રેષ્ઠ મિશ્રણ છે. સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ તમારા શરીરને સ્વસ્થ રાખે છે અને સૂર્ય નમસ્કાર કરતી વેળાએ જ્યારે તમે મંત્રોનું ઉચ્ચારણ કરો છો ત્યારે એની સીધી અસર તમારા શરીરના ચક્રો પર પડે છે. તમારી પાસે સમય ઓછો હોય, પરંતુ તમે સ્વસ્થ અને ફિટ રહેવા માંગતા હોવ, તો એ માટેનો સૌથી સરળ રસ્તો છે સૂર્ય નમસ્કાર. મંત્રો સાથે કે મંત્રો વિના રોજ સૂર્ય નમસ્કાર કરવાથી શરીર સ્વસ્થ અને ઊર્જાવાન રહે છે.
સૂર્ય નમસ્કારના ફાયદા
હકારાત્મક ઊર્જા
- સૂર્ય નમસ્કાર યોગ્ય રીતે અને નિયમિત કરવામાં આવે તો શરીરમાં ઊર્જા આવે છે, નકારાત્મક વિચારો, ઊર્જા દૂર થઇ તે હાકારાત્મકમાં ફેરવાય છે.
પાચનશક્તિ - સૂર્ય નમસ્કારના આસનો પેટના અંગો પર અસર કરે છે, જેના કારણે અપચો, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે અને પાચનશક્તિ સુધરે છે.
બોડી ડિટોક્સ - લોકો બોડી ડિટોક્સ કરવા માટે અલગ-અલગ નુસખા અજમાવતા હોય છે. સૂર્ય નમસ્કાર બોડી ડિટોક્સ કરવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. સૂર્ય નમસ્કાર દરમિયાન ઊંડા શ્વાસ લેવાથી ઓક્સિજન લોહી સુધી પહોંચે છે અને કાર્બન ડાયોક્સાઇડથી છૂટકારો મળે છે.
નિયમિત માસિક
- મહિલાઓ કે યુવતીઓની અનિયમિત માસિક ધર્મની ફરિયાદ સૂર્ય નમસ્કારથી દૂર થાય છે.
યાદશક્તિ
- નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી યાદશક્તિ વધે છે, નર્વ સિસ્ટમ મજબૂત થાય છે અને તાણ દૂર થાય છે.
વજન ઘટાડો
- સૂર્ય નમસ્કારથી શરીર માપસરનું અને સુડોળ બને છે. સૂર્ય નમસ્કારથી ડાયેડિંગ કરતાં વધુ ઝડપથી વજન ઘટે છે.
થાઇરોઇડ
- થોઇરોઇડના દર્દીઓ માટે પણ સૂર્ય નમસ્કાર ખૂબ લાભાદાયી અને અકસીર છે. આનાથી થાઇરોઇડ ગ્લેંડની ક્રિયા નોર્મલ થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત