Team Chabuk Tech Desk : હાલમાં જ આપણે 15 હજાર સુધીના બજેટમાં આવતા સ્માર્ટ ફોન વિશે જાણ્યું. હવે જો કોઈનું બજેટ 15 હજાર નથી, 13 હજાર નથી અથવા તો 11 હજાર સુધીનું પણ નથી તો આજનો આર્ટીકલ તમારા માટે ઉપયોગી છે. કેમ કે, આજે જે સ્માર્ટ ફોન વિશે વાત કરવાના છીએ તે સ્માર્ટ ફોન 7 જાન્યુઆરીએ ભારતમાં લૉન્ચ થઈ રહ્યો છે. સૌથી સારી વાત કે આ ફોનનું બજેટ તમારા ખીસ્સા પર ભારે પડે તેવુ બિલકુલ નથી.
આ ફોન છે Samsung Galaxy M02s. Samsung Galaxy M02s સ્માર્ટફોનને નેપાળમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ ફોનને 7 જાન્યુઆરીએ ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. ભારતમાં લૉન્ચિંગ પહેલાં તેને પાડોશી દેશમાં લોન્ચ કરી દેવાયો છે. Samsung Galaxy M02s ટ્રીપલ રિયર કેમેરા સેટઅપથી સજ્જ છે. જેનો પ્રાઈમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત આ ફોનમાં 5 હજાર એમએએચની શાનદાર બેટરી આપવામાં આવી છે. Samsung Galaxy M02s ક્વાલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર અને 5 મેગાપિક્સલ ગેલેક્સી M02s ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 450 અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાથી સજ્જ છે. જે વોટરડ્રોપ-નોચ સ્ટાઈલ ડિસ્પ્લે છે.
Samsung Galaxy M02sની કિંમત
નવા Samsung Galaxy M02s સ્માર્ટફોનની નેપાળમાં 15 હજાર 99 NPR છે. 15 હજાર NPR એટલે અંદાજે ભારતીય 9 હજાર 900 રૂપિયા. એવો અંદાજ છે કે ભારતમાં આ ફોનની કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી હશે. જો કલરની વાત કરીએ તો આ સ્માર્ટ ફોનમાં તમને બ્લેક, બ્લૂ અને રેડ કલરનો ઓપ્શન મળશે. ત્રણે કલર ખુબ આકર્ષક લાગી રહ્યા છે. ફોનની ડિઝાઈન પણ પરફેક્ટ છે.
Samsung Galaxy M02s સ્પેસિફિકેશન્સ
સ્પેસિફિકેશનની વાત કરીએ તો, Samsung Galaxy M02s એન્ડ્રોઈડ 10 આધારિત Samsung ONE UI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં તમને 6.5 ઈંચની ટીએફટી વોટરડ્રોપ-સ્ટાઈલ નૉચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન સ્નેપડ્રૈગન 450 ઓક્ટાકોર પ્રોસેસરથી સજ્જ છે. આ ઉપરાંત આની સાથે Adreno 506 જીપીયુ અને 4 જીબી રેમ 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળશે.
Samsung Galaxy M02sમાં ત્રીપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. પ્રાઈમરી કેમેરા 13 મેગાપિક્સલ, 2 મેગાપિક્સલ ડેપ્થ કેમેરો અને 2 મેગાપિક્સલ મેક્રો કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5 મેગાપિક્સલ કેમેરો ઉપલબ્ધ છે. આ ફોનમાં આઈએસઓ કંન્ટ્રોલ, ઓટો ફ્લેશ, ડિજિટલ ઝૂમ, એચડીઆર અને એક્સપોઝર જેવા ફિચર્સ આપ્યા છે. Samsung Galaxy M02s સ્માર્ટ ફોનની બેટરી 5 હજાર એમએચએની છે. જેની સાથે 15 વોટ ક્વીક ચાર્જ સપોર્ટ મળશે.
Samsung Galaxy M02s
| ડિસ્પ્લે | 6.5 ઈંચ |
| ફ્રન્ટ કેમેરો | 5 મેગાપિક્સલ |
| રિયર કેમેરો | 13 મેગાપિક્સલ, 2 મેગાપિક્સલ, 2 મેગાપિક્સલ |
| રેમ | 4 જીબી |
| સ્ટોરેજ | 64 જીબી |
| બેટરી ક્ષમતા | 5000 mAh |
| ઓએસ | એન્ડ્રોઈડ |
| રિઝોલ્યૂશન | 720 |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત