Team Chabuk – Tech Desk : Samsungએ પોતાની લોકપ્રિય Galaxy A સિરીઝના બે સ્માર્ટફોનની કિંમતમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે. આ બંને ફોન છે Samsung Galaxy A71 અને Samsung Galaxy A51. આ બંને ફોનને હવે તમે સસ્તી કિંમતે ખરીદી શકશો. કંપની Samsung Galaxy A71 અને Samsung Galaxy A51 પર 2 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ પહેલાં પણ Samsung આ બંને સ્માર્ટ ફોનની કિંમત ઘટાડી હતી. નવી કિંમત Samsung.com પર લીસ્ટ કરી દેવાઈ છે.
Samsungએ પ્રેસનોટ દ્વારા આ માહિતી જાહેર કરી છે. Samsung Galaxy A71 સ્માર્ટફોન હવે તમને 27 હજાર 499 રૂપિયામાં મળશે. આ પહેલાં Samsung Galaxy A71ની કિંમત 29 હજાર 499 રૂપિયા હતી. એટલે કે જો તમે હાલ આ સ્માર્ટફોન ખરીદો છો તો તમને 2 હજાર રૂપિયાનો ફાયદો થશે. જ્યારે Samsung Galaxy A71ને લૉન્ચ કરાયો હતો ત્યારે તેની કિંમતત 29 હજાર 999 રૂપિયા હતી. સપ્ટેમ્બર મહીનામાં કંપનીએ આ સ્માર્ટ ફોનમાં 500 રૂપિયાની છૂટ આપી હતી જેથી તેની કિંમત 29 હજાર 499 રૂપિયા થઈ ગઈ હતી.
બીજી તરફ Samsung Galaxy A51માં 6 જીબી વેરિએંટ હવે 20 હજાર 999 રૂપિયામાં મળશે જ્યારે 8 જીબી વેરિએંટની કિંમત 22 હજાર 499 રૂપિયા કરીદેવાઈ છે. આ પહેલાં પણ Samsung Galaxy A51માં 1 હજાર 500 રૂપિયાની છૂટ આપવામાં આવી હતી. જે બાદ 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએંટની કિંમત 22 હજાર 999 થઈ ગઈ હતી. જ્યારે 8 જીબી રેમ અને 138 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 24 હજાર 499 રૂપિયા થઈ ગઈ હતી. આ પહેલાં આ બંને સ્માર્ટફોનની કિંમત ક્રમશઃ 23 હજાર 999 અને 25 હજાર 999 રૂપિયા હતી.
Samsung Galaxy A71માં શું છે ખાસ ?
ડબલ સીમ Samsung Galaxy A71માં એન્ડ્રોઈડ 10 પર આધારીત વનયુઆઈ 2.0થી સજ્જ છે. Samsung Galaxy A71માં તમને 6.7 ઈંચની ફૂલ HD+(1080×2400 પિક્સલ ) સુપર ઈમોલેડ ઈન્ફિનિટી-ઓ ડિસપ્લે મળશે. આ સ્માર્ટફોમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 730 ઓક્ટા-કોર ચીપસેટ આપવામાં આવી છે તેમ જ 8 જીબી રેમ પણ આમાં ઉપલબ્ધ છે. ફોનમાં ક્વાડ રિઅર કેમેરા સેટઅપ છે. જેમાં f/1.8 અપર્ચર સાથે 64 મેગાપિક્સલનો પ્રાઈમરી સેંસર, f/2.2 અપર્ચર સાથે અલ્ટ્રા-વાઈડ-એંગલ લેન્સ, f/2.2 અપર્ચર સાથે 12 મેગાપિક્સલ ડેપ્થ સેંસર અને f/2.4 અપર્ચર સથે 5 મેગાપિક્સલનો મેક્રો લેનન્સ આપવામાં આવ્યો છે. આ ઉફરાંત સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો તો ખરોજ.
Samsung Galaxy A71માં 138 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને માઈક્રોએસડી કાર્ડથી 512 GB સુધી લઈ જવાઈ શકે છે. કનેક્ટિવિટી વિકલ્પમાં 4જી, VoLTE, WIFI, બ્લૂટૂથ અને એક યૂએસબી ટાઈપ-સી પોર્ટ અપાયું. મોનમાં ઈન-ડિસપ્લે ફિંગરપ્રિંટ સેંસર. સાથે જ 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટવાળી 4 હજાર 500 mAhની બેટરી આપવામાં આવી છે.
Samsung Galaxy A51માં શું છે ખાસ ?
Samsung Galaxy A51માં તમને 6.7 ઈંચની ફૂલ HD+ (1080×2400 પિક્સલ ) સુપર ઈમોલેડ ઈન્ફિનિટી-ઓ ડિસપ્લે મળશે.
આ સ્માર્ટફોમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 730 ઓક્ટા-કોર ચીપસેટ આપવામાં આવી છે તેમ જ 8 જીબી રેમ પણ આમાં ઉપલબ્ધ છે. ફોનમાં ઓક્ટાકોર એક્સીનોસ 9 હજાર 611 પ્રોસેસર સાથે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ઉપલબ્ધ છે. જેને 512 જીબી સુધી લઈ જવાઈ શકેય
ફોનમાં ક્રમશઃ 48, 12, 5 મેગાપિક્સલ મેક્રો અને 5 મેગાપિક્સલનો ડેપ્થ સેંસર કેમેરો મળશે. સેલ્ફી માટે Samsung Galaxy A51માં 32 મેગાપિક્સલનો કેમેરો પણ આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી વિકલ્પમાં 4જી, VoLTE, WIFI, બ્લૂટૂથ અને એક યૂએસબી ટાઈપ-સી પોર્ટ અપાયું. ફોનમાં ઈન-ડિસપ્લે ફિંગરપ્રિંટ સેંસર અપાયુ છે.. સાથે જ 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટવાળી 4 હજાર 000 mAhની બેટરી આપવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત