Homeગામનાં ચોરેપુલવામા હુમલાના બે વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી...

પુલવામા હુમલાના બે વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે

Team Chabuk National Desk: બે વર્ષ પહેલાંનો એ દિવસ ક્યારેય નહીં ભૂલાય. બપોરે અંદાજે ત્રણ વાગ્યે એ સમાચાર આવ્યા હતા કે, પુલવામામાં આતંકી હુમલો થયો છે અને દેશના 40 વીર શહીદ થઈ ગયા છે. આ સમાચાર મળતાની સાથે જ દેશ આખો ગમગીન બની ગયો હતો. દેશમાં એ અજંપાભરી શાંતિ આજે પણ લોકોને યાદ છે. એ દિવસ યાદ કરતાં આજે પણ દેશવાસીઓની આંખોમાંથી આંસુ સરી પડે છે. આ હુમલામાં કોઈએ પોતાનો પુત્ર, કોઈએ પતિ અને કોઈએ પિતા ગુમાવ્યા હતા. એ વેલેન્ટાઈન દિવસ હતો. કદાચ આ જ વીર સપૂતમાંથી કોઈએ પોતાની પત્નીને પ્રેમ ભર્યો મેસેજ કર્યો હશે ત્યારે તેની આંખોમાંથી સુખના આંસુ વહ્યા હશે તેના થોડા કલાક પછી જ્યારે તેને આ સમાચાર મળ્યા હશે ત્યારે તેની હાલત કેવી થઈ હશે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.

દેશ આજે આ શહીદોને અશ્રૃભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. CRPFએ ટ્વીટ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. CRPFએ લખ્યું છે કે,

‘તુમ્હારે શૌર્ય કે ગીત, કર્કશ શોર મે ખોયે નહીં !

ગર્વ ઈતના થા કી હમ દેર તક રોયે નહીં.’

CRPFએ આગળ લખ્યું છે કે, અમે ભૂલ્યા નથી, અમે છોડ્યુ નથી, અમે અમારા ભાઈઓને સલામ કરીએ છીએ જેઓ પુલવામામાં દેશ માટે શહીદ થઈ ગયા. અમે તેના પરિવાર સાથે ખભેખભો મિલાવીને ઊભા છીએ.

શું બની હતી ઘટના  ?

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના જવાનો પોતાના સાથીઓ સાથે પુલવામામાંથી જઈ રહ્યા હતા. આ સમયે જૈશ-એ-મહોમ્મદના એક આતંકીએ જવાનો પર આત્મઘાતી હુમલો કરી દીધો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેમાં આપણા 40 વીર જવાનો શહીદ થઈ ગયા હતા. કાયર આતંકીએ છુપી રીતે હુમલો કર્યો. કદાચ જો એ સેનાના કોઈ પણ જવાન સામે સામી છાતીએ આવ્યો હોત તો એક જ ઝાટકામાં તેનું માથું ધડથી અલગ થઈ ગયું હોત.

12 દિવસમાં જ બદલો

આ ઘટનાથી એક તરફ દેશ આખો દુઃખી હતો. બીજી તરફ વડાપ્રધાને સંકલ્પ લીધો હતો કે, એક એક આંસુનો બદલો લેવાશે. ઘટનાના 12માં દિવસે જ જ્યારે રાત્રી દરમિયાન દેશ શાંતિથી ઊંઘી રહ્યો હતો ત્યારે સેનાએ પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં જૈશ-એ-મહોમ્મદના અડ્ડા પર  એરસ્ટ્રાઈક કરી દીધી હતી. આ એરસ્ટ્રાઈકમાં મોટી સંખ્યામાં આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આતંકીઓના ટ્રેનર અને સિનિયર કમાન્ડરને પણ યમલોકનો દરવાજો બતાવી દેવાયો હતો.

 યુવાનો આજના દિવસને બ્લેક ડે તરીકે ઉજવી રહ્યા છે

આજે વેલેન્ટાઈન ડે છે પરંતુ સોશિયલ મીડિયામાં પ્રેમની વાતોની જગ્યાએ વીરોની વાતો થઈ રહી છે. યુવાનો સોશિયલ મીડિયા પર જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને શહીદ જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તો નેતાઓ અને અભિનેતાઓ પણ આપણા સપૂતોને યાદ કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments