Homeગામનાં ચોરેખેડૂત આંદોલનમાં સામેલ પંજાબની ત્રણ મહિલાઓ પર ડમ્પર ફરી વળતા મોત

ખેડૂત આંદોલનમાં સામેલ પંજાબની ત્રણ મહિલાઓ પર ડમ્પર ફરી વળતા મોત

Team Chabuk-National Desk: ત્રણ કૃષિ કાયદાઓને નિરસ્ત કરવાની માગણીને લઈ આંદોલન કરી રહેલા ખેડૂતોના ટીકરી બોર્ડર પડાવમાં ઝજ્જર-બહાદુરગઢ રોડ પર બાઈપાસના ફ્લાઈઓવરની નીચે પંજાબની રહેવાસી ત્રણ ખેડૂત આંદોલનકારી મહિલાઓને ડમ્પરે કચડી નાખતા મોત થઈ ગયું છે. આ ગોઝારા અકસ્માતમાં બે મહિલાઓ ઘાયલ થઈ છે. તમામ મહિલાઓ માનસા જિલ્લાની રહેવાસી હતી. ગુરૂવારની સવારે 6-15 વાગ્યા કેટલીક મહિલાઓ અને પુરુષ સ્થાનિય રેલવે સ્ટેશન જવા માટે ઓટો રીક્ષાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેમને પંજાબ જવું હતું. મહિલાઓ ડિવાઈડર પર બેઠી હતી. એવામાં માતેલા સાંઢની માફક આવેલા ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા.

કાળમૂખા ડમ્પરે સર્જેલા અકસ્માતમાં ઘટનાસ્થળ પર જ ત્રણ મહિલાઓના કમકમાટીભર્યાં મોત થઈ ચૂક્યા છે અને બે મહિલાઓ ગંભીરરૂપથી ઘાયલ થઈ છે. એકના પગનું હાડકું ભાંગી ગયું છે. દુર્ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને નાગરિક હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. પોલીસે મૃતદેહોને કબ્જામાં લઈ પ્રાથમિક તપાસ કરી, પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ શબગૃહ પહોંચાડવામાં આવ્યા છે. ઘટના બન્યા બાદ ચાલક ડમ્પર છોડીને ફરાર થઈ ગયો છે. પોલીસે તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

મૃતક આંદોલનકારી ખેડૂત મહિલાઓમાં 60 વર્ષીય છિંદર કૌર, 58 વર્ષીય અમરજીત કૌર, 60 વર્ષીય ગુરમેલ કૌરનો સમાવેશ થાય છે. પંજાબના માનસા જિલ્લાના ખીવા દયાલુવાલા ગામની રહેવાસી આ મહિલાઓ ઝજ્જર રોડ ફ્લાઈઓવરની પાસે બાઈપાસ પર બેઠી હતી. નિર્ધારિત અવધિ સુધી અહીં ખેડૂત આંદોલનમાં રહી પોતાનો વારો પૂર્ણ થતાં પંજાબ જવા માટે ઓટોની પ્રતીક્ષા કરી હતી. જ્યારે તે ડિવાઈડર પર બેઠી ત્યારે ઝજ્જરની તરફથી આવી રહેલા ડમ્પર નંમ્બર એચઆર-55 N-2287એ ટક્કર મારી, જેમાં ત્રણે કમનસીબ મહિલાઓના મૃત્યુ થયા હતા.  

અન્ય બે મહિલાઓમાં 60 વર્ષીય ગુરમેલ કૌર અને હરમીત કૌર ઘાયલ થઈ છે. તેમને બહાદુરગઢની નાગરિક હોસ્પિટલમાંથી પીજીઆઈ રોહતકમાં ખસેડવામાં આવી છે. પોલીસ અકસ્માતની ઘટનાની તપાસ કરી રહી છે. લખીમપુર હિંસા બાદ આ બીજી વખત જ્યારે આંદોલનમાં જોડાયેલા લોકોનું કોઈ વાહનની અડફેટે મોત થયું હોય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments