Team Chabuk-Entertainment Desk: શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણને સમગ્ર દેશમાં વિવાદ છે. આ દિવસોમાં તે આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે. આ દરમિયાન શાહરૂખ ખાને ટ્વિટર પર આસ્ક મી એનિથિંગ (ASKSRK) સેશન રાખ્યું હતું, જેમાં તેણે તેના ચાહકોના પ્રશ્નોના ફની જવાબો આપ્યા હતા.
‘પઠાણ’ કેવા પ્રકારની ફિલ્મ છે?
આસ્ક મી એનિથિંગ સેશનમાં એક પ્રશંસકે શાહરૂખ ખાનને પૂછ્યું, શું પઠાણ દેશભક્તિની ફિલ્મ છે ? તો તેણે કહ્યું કે હા તે એક દેશભક્તિની ફિલ્મ છે, પરંતુ અલગ પ્રકારની છે. અન્ય યુઝરે પૂછ્યું કે લગ્ન નક્કી થઈ ગયા છે, 26 જાન્યુઆરીએ શું કરું? જેના જવાબમાં શાહરૂખ ખાને લખ્યું, ‘હનીમૂનની રજાઓમાં ફિલ્મ જુઓ’.
#Pathaan is also very patriotic..but in an action way https://t.co/DIhZaEb1hN
— Shah Rukh Khan (@iamsrk) December 17, 2022
હું તમારું મનોરંજન કરવાના વ્યવસાયમાં છું
અન્ય એક યુઝરે શાહરૂખ ખાનને પૂછ્યું કે, ‘પઠાણ’ના પહેલા દિવસના બિઝનેસ વિશે તમારું શું અનુમાન છે? આ સવાલના જવાબમાં તેણે લખ્યું, ‘હું ભવિષ્યવાણીના વ્યવસાયમાં નથી. હું તમારું મનોરંજન કરવા અને તમને હસાવવાના વ્યવસાયમાં છું. આ રીતે શાહરૂખ ખાને તેના ફેન્સના સવાલોના ફની જવાબો આપ્યા.
મહત્વનું છે કે, હાલ દેશભરમાં હિંદુ સંગઠનોએ પઠાણ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ છે ફિલ્મનું સોન્ગ ‘બેશરમ રંગ..’ વિરોધકર્તાઓનોને લાગી રહ્યું છે કે, ગીતમાં દિપીકા પાદુકોણે ભગવા રંગનો બોલ્ડ ડ્રેસ પહેર્યો છે તે વાંધાજનક છે. ઉપરાંત ગીતના શબ્દો પર પણ તેમને વાંધો છે. આ અંગે હિંદુ સંગઠનોએ સેન્સર બોર્ડને પત્ર લખ્યો છે અને ગીતમાંથી વાંધાજનક શોટ્સ અને ગીતના શબ્દો બદલવા માગ કરી છે. મહારાષ્ટ્રમાં તો હિન્દુ સેનાએ થિયેટર્સના માલિકોને ધમકી આપી દીધી છે કે, જો ફિલ્મ રિલીઝ થયું અને થિયેટર્સમાં તોડફોડ થઈ તો તેના માટે થિયેટર્સના માલિકો જ જવાબદાર રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત