Homeગામનાં ચોરેપિતાની વેદના!! ‘દીકરીથી મને ડર લાગે છે’

પિતાની વેદના!! ‘દીકરીથી મને ડર લાગે છે’

JNUની પૂર્વ ઉપાધ્યક્ષ અને કથિત રીતે ટૂકડે ટૂકડે ગેંગની સભ્ય શેહલા રશીદ ફરી એકવાર વિવાદમાં આવી છે. શેહલા રશીદના પિતા અબ્દુલ રશીદ શોરાને શંકા છે કે પુત્રી દેશ વિરોધી ગતિવિધી કરી રહી છે. એટલે જ પિતાએ પુત્રીની શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ કરવાની માગણી કરી છે.

શું છે સમગ્ર મામલો ?

JNUની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદ પર તેના પિતાએ આરોપ લગાવ્યો છે કે તે દેશવિરોધી ગતિવિધી કરી રહી છે. શેહલાના પિતાએ કહી દીધુ કે તે દેશદ્રોહી છે. તેની તપાસ થવી જોઈએ. એટલું જ નહીં પિતાએ પુત્રી પર આરોપ લગાવ્યો છે કે તેનાથી મને ખતરો છે. શેહલાના પિતાએ સુરક્ષાની માગણી પણ કરી છે. શેહલા પર આરોપ છે કે USમાં બેઠેલા તેના અલગાવવાદી આકાઓ તેને દેશવિરોધી ગતિવિધિ માટે ફંડિંગ કરી રહ્યા છે. શેહલાના પિતાએ માગણી કરી છે કે આની તપાસ થવી જોઈએ. શેહલાને કોણ ફંડિંગ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે ? શેહલા NGO પણ ચલાવી રહી છે. NGOને હાલમાં જ 3 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હોવાનો દાવો કરાયો છે.

DGPને શેહલાના પિતાનો પત્ર

શેહલાના પિતાએ જમ્મૂ કશ્મીરના DGPને ત્રણ પાનાનો એક પત્ર લખ્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, જો તપાસ થાય તો શેહલાનું આતંકવાદીઓ સાથે પણ કનેક્શન નીકળી શકે છે. માત્ર શેહલા એકલી નહીં. તેની બહેન, માતા અને બોડિગાર્ડ પણ શેહલાને સાથ આપી રહ્યા છે.

શેહલાએ આરોપ ફગાવ્યા

બીજી તરફ શેહલાએ આરોપોને ફગાવી દીધા છે અને સમગ્ર મામલાને પારિવારિક મામલો ગણાવી છટકવાની કોશિશ કરી છે. જો કે, પિતાએ જે આરોપ લગાવ્યા છે તે ખુબ ગંભીર છે. તેને અવગણી ન શકાય. એટલે જ તંત્રએ તપાસના આદેશ આપી દીધા છે. પિતાના આરોપ બાદ શેહલાએ એક બાદ એક ટ્વીટની વણઝાર કરી હતી અને પિતા પર જ ગંભીર આરોપ લગાવી દીધા હતા. શેહલાએ પિતા પર આરોપ લગાવ્યો કે, મારા પિતા વિરૂદ્ધ મે, મારી બહેન અને મારી માતાએ ઘરેલું હિંસાનો કેસ કર્યો છે. પિતાનો આરોપ આ વાતની જ પ્રતિક્રિયા છે.

કોણ છે શેહલા રશીદ ?

શેહલા રશીદ જમ્મુ-કાશ્મીરનો એક વિવાદીત ચહેરો છે. પહેલાંથી જ તેના નામના અનેક વિવાદ ચાલી રહ્યા છે. હવે નવા વિવાદથી તે ફરીથી ચર્ચામાં આવી છે. શેહલા પર દેશદ્રોહનો કેસ નોંધાઈ ચુક્યો છે. તેના પર દેશ વિરોધી નારા લગાવવાનો આરોપ છે. ટૂકડે ટૂકડે ગેંગમાં સામેલ હોવાનો પણ દાવો છે. 2016માં તેણે JNUમાં દેશવિરોધી નારા લગાવ્યા હોવાનો પણ આક્ષેપ છે. આ દરમિયાન શેહલા JNUની ઉપાધ્યક્ષ હતી. શેહલા રાજનીતિમાં પણ ઝંપલાવી ચુકી છે. જો કે, સફળ ન થતાં તેની રાજકીય કારકીર્દિનું 2019માં જ બાળમરણ થઈ ચુક્યું હતું. સૌથી પહેલાં શેહલા જમ્મુ-કશ્મીરની સૌથી મોટી પાર્ટી નેશનલ કોન્ફરન્સ સાથે જોડાઈ હતી. ત્યારબાદ પક્ષપલટો કરીને શાહ ફૈઝલની પાર્ટી JKPMમાં જોડાઈ હતી. જો કે, તેની હાર થઈ હતી. ત્યારબાદ તેણે શાહ ફૈઝલની પાર્ટી પણ છોડી દીધી. આમ, તેની રાજકીય કારકીર્દિનો આરંભ થતા પહેલા જ અંત આવ્યો હતો.

અનેક વાર ટ્વીટ ડિલિટ કર્યા છે

શેહલા વિવાદીત ટ્વીટ માટે પણ અનેક વાર ચર્ચામાં આવી ચુકી છે. શેહલા પર આરોપ છે કે, તે વિવાદીત ટ્વીટ કરીને લોકોને ભ્રમિત કરે છે. કેટલીય વાર એવું બન્યું છે કે, વિવાદ વણઝાર સર્જ્યા બાદ શેહલાએ ટ્વીટ ડિલીટ કર્યા હોય.

..તો ખાવી પડશે જેલની હવા !

2019માં તેણે ભારતીય સેના પર જ ગંભીર આરોપ લગાવી દીધો હતો. શેહલાએ ત્યારે કહ્યું હતું કે, સેના ઘરમાંથી 20 યુવકને લઈ ગઈ છે. આ મુદ્દો ખુબ ગુંજ્યો હતો. સેના પર સવાલ ઉઠાવનારી શેહલા પર હવે ફરીથી ગાળિયો કસાઈ શકે છે. તપાસમાં જો પિતાના આરોપ સાચા નીકળ્યા તો શેહલાને એકવાર ફરીથી જેલની હવા ખાવી પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments