Team Chabuk-National Desk: શુક્રવારના રોજ રાજ કુન્દ્રા કેસમાં મોડલ-એક્ટ્રેસ શર્લિન ચોપરાની મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે આઠ કલાક સુધી પૂછતાછ કરી હતી. આ દરમ્યાન તેણે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને લઈ મોટા ખુલાસા કર્યા હતા. આ પહેલા શર્લિન ચોપડાને પ્રોપર્ટી સેલ વિભાગના 160 સીઆરપીસી અંતર્ગત સમન પાઠવવામાં આવ્યું હતું. શર્લિને રાજ કુન્દ્રાના વેપારમાં શિલ્પા શેટ્ટી સામેલ હોવાની વાત કહી ધડાકો કર્યો હતો.
એક ઈન્ટરવ્યૂ દરમ્યાન શર્લિને જણાવ્યું હતું કે, રાજ કુન્દ્રાએ તેને એ કહી ગુમરાહ કરી હતી કે શિલ્પા શેટ્ટીને તેના વીડિયો પસંદ આવે છે. શર્લિને વધુમાં કહ્યું હતું કે, રાજ મારો મેન્ટોર હતો. તેણે મને એમ કહી ગુમરાહ કરી હતી કે જે પણ હું શૂટ કરી રહ્યો છું એ ગ્લેમર માટે છે.
શર્લિને એ પણ જણાવ્યું હતું કે, રાજ મને કહેતો હતો કે શિલ્પાને તેના વીડિયો પસંદ છે. તેણે મને વિશ્વાસ અપાવ્યો હતો કે સેમી ન્યૂડ અને પોર્ન કેઝ્યુઅલ છે. દરેક, કરે છે તો મને પણ એ કરતા સમસ્યા ન થવી જોઈએ. શર્લિને આગળ કહ્યું હતું કે, મને નહોતી ખબર કે મારે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ. મને કોઈ દિવસ ખબર નહોતી કે હું કોઈ દિવસ આ પ્રકારના સ્કેન્ડલમાં ફસાઈ જઈશ અને મારે ક્રાઈમ બ્રાન્ચની સામે નિવેદન આપવું પડશે. જ્યારે હું પહેલી વખત રાજ કુન્દ્રાને મળી હતી ત્યારે મને લાગતું હતું કે, મારી આખી જિંદગી બદલી જશે. મને લાગતું હતું કે મને મોટો બ્રેક મળી જશે. પણ મેં એ કોઈ દિવસ નહોતું વિચાર્યું કે શિલ્પા શેટ્ટીનો પતિ મારી પાસે ખોટી વસ્તુઓ કરાવશે.
ઉલ્લેખનીય છે કે અશ્લીલ ફિલ્મોના શૂટિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આ વર્ષે જ ફેબ્રુઆરીમાં રાજ કુન્દ્રાની વિરૂદ્ધ કેસ ફાઈલ કર્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કહ્યું હતું કે રાજ કુન્દ્રા આ સમગ્ર કેસનો માસ્ટર માઈન્ડ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કેટલાય લોકોના નિવેદનો લેવામાં આવી ચૂક્યા છે. તો બીજી બાજુ થોડા સમય પહેલા જ ટ્વીટર પર શિલ્પા શેટ્ટીએ પોતાનું સત્તાવાર નિવેદન આપ્યું હતું. જેમાં અભિનેત્રીએ પોતાના પરિવારની પ્રાઈવસી વિશેનો ઉલ્લેખ કર્યો હતો અને ન્યાય પ્રક્રિયામાં ભરોસો હોવાની વાત જણાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત