Homeવિશેષઆજથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે ન્યાયદાતા શનિદેવ, જાણો દેશ-દુનિયામાં કેવી થશે અસર

આજથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે ન્યાયદાતા શનિદેવ, જાણો દેશ-દુનિયામાં કેવી થશે અસર

Team Chabuk-Religious desk: જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને ન્યાયાધીશનો દરજ્જો પ્રાપ્ત છે. શનિ ગ્રહને એક પાપ અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે પરંતુ તેની સાથોસાથ તેઓ કર્મફળ દાતા છે. વ્યક્તિના સારા-ખરાબ કર્મોનો હિસાબ શનિદેવ આપતા હોય છે.શનિ એક મંદ અને ધીમે ચાલનાર ગ્રહ છે.જેના કારણે શનિદેવ અઢી વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે. આજથી શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.જેની દેશ-દુનિયામાં સારી ખરાબ અસર વર્તાશે. કુંભ એ શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ છે. શનિદેવ કુંભમાં સૌથી વધુ શક્તિશાળી હોય છે.

શનિદેવના કુંભ રાશિમાં પ્રવેશથી શનિની હકારાત્મર અને નકારાત્મર બન્ને અસરો વધશે. નવી દવાઓની શોધ થશે.કોરોના સામે વધુ શક્તિશાળી દવા કે રસી માનવજાતને મળી શકે છે. ઉપરાંત યંત્રોનો ઉપયોગ વધશે નવી શોધોને વેગ મળશે. આ અઢી વર્ષ દરમિયાન રાજકીય નેતાઓનું નિધન થઈ શકે છે. વાવાઝોડું, ત્સુનામી, ભૂકંપની ઘટનાઓ વધશે, આતંકી ઘટનાઓ પણ દેશ-દુનિયામાં ઘટશે.

જ્યોતિષાચાર્યના મત મુજબ આગામી તા.17મી જાન્યુઆરી 2023ના રોજ મંગળવારે બપોરે 2.33 કલાકે શનિદેવ મકર રાશીમાંથી કુંભમાં જશે. જે સાથે 12 રાશીમાં નાની-મોટી અસર વર્તાશે. સામાન્યત શનિદેવ 1 રાશીમાં 30 દિવસ રહે છે અલબત્ત, શનિદેવ વક્રી થતા કે માર્ગી થતા રાશી પરિવર્તન થાય છે. જે સાથે શનિદેવ પોતાના સ્થાનેથી ત્રીજે-સાતમા અને દશમા સ્થાને દ્રષ્ટિ કરે છે. કર્ક, મકર, કુંભ અને મીન રાશીમાં નાની-મોટી પનોતી શરૂ થશે
સમાજમાં એવી ઘોર અજ્ઞાનતા પ્રવર્તે છે કે શનિની પનોતી ખરાબ ફળ આપે છે પરંતુ ખરેખર એવું નથી. શનિદેવ ન્યાયના દેવતા હોઇ જે તે વ્યક્તિના જન્મના ગ્રહો તેમજ કર્મોને આધિન ફળ આપે છે.

મેષ : મેષ રાશિના જાતકો માટે શનિનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃષભ : શનિના રાશિ પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોએ થોડું સાવધાન રહેવાની જરૂરત છે. અકસ્માત-ઇજાની સંભાવના છે

મિથુન : મિથુન રાશિના લોકોને પાણીથી ભય છે, માટે થોડું સાવધાન રહેવું.

કર્ક : કર્ક રાશિના જાતકોને પશુથી ભય રહેશે. બને ત્યાં સુધી પશુથી દૂર રહો.

સિંહ : સિંહ રાશિના જાતકો માટે રાશિનું રાશિ પરિવર્તન આર્થિક રીતે શુભ રહેશે. ધનની પ્રાપ્તી થઇ શકે છે.

કન્યા : કન્યા રાશિના જાતકો માટે શનિનું ગોચર શુભ સમાચાર લાવી શકે છે. માંગલિક પ્રસંગ યોજાશે.

તુલા : તુલા રાશિ માટે શનિનો કુંભમાં રાશિમાં પ્રવેશ શુભ સાબિત થઇ શકે છે. શુભાશુભ પ્રસંગો યોજાશે

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના જાતકોનું માન-સન્માન વધશે.

ધન : ધન રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન વાહનનું સુખ પ્રાપ્ત થઇ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments