Homeગામનાં ચોરેહિમાલય કરતા ચાર ગણા મોટા ધરતી પરના બે સુપર માઉન્ટેન જેણે ઓક્સિજનનું...

હિમાલય કરતા ચાર ગણા મોટા ધરતી પરના બે સુપર માઉન્ટેન જેણે ઓક્સિજનનું સ્તર વધાર્યું

Team Chabuk-Science Desk: ન્યૂઝીલેન્ડના એડમન હિલેરીએ સૌ પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટનું કપરું ચઢાણ પાર કરી માનવજાત કંઈ પણ કરી શકવા સક્ષમ હોવાનો પુરાવો આપ્યો હતો. હિલેરીની સાથે શેરપા તેનસિંગ હતા. આ બંને સાહસવીરો બાદ અસંખ્ય સાહસવીરોએ માઉન્ટ એવરેસ્ટ ચઢ્યો. હવે માઉન્ટ એવરેસ્ટ પાર કરવું એ વેપાર બની ચૂક્યું છે. એ પ્રવાસપોથી લખવાનું અને વીડિયોગ્રાફીનું સાધન બની ચૂક્યું છે. લાખોનો ખર્ચ કરવામાં આવે છે. વિઝ્યુઅલ ઈફેક્ટની મદદથી ફિલ્મો બનાવવાનું વિષયવસ્તુ છે. હવે એવું કહીએ કે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ સુપરમાઉન્ટેન આ ધરતી પર હતા તો શું કહેશો?

આ અમે નથી કહી રહ્યા પણ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો ડંકાની ચોટ પર અભ્યાસ કરી કહી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ ધરતી પર હિમાલય કરતા પણ વિશાળ પહાડની ભૂતકાળમાં હયાતી હોવાનું કહ્યું છે. ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટીના શોધકર્તા જિયી ઝૂ અને તેમના સાથીઓએ ધરતીના સમગ્ર ઈતિહાસમાં પ્રાચીન સુપર માઉન્ટેનના નિર્માણની તપાસ કરી. આ માટે તેઓએ ઓછા લ્યૂટેશિયમ ધરાવતા ખનિજ પદાર્થ જિરકોનના અવશેષોનો ઉપયોગ કર્યો. આ ખનિજ મિનરલ અને રેઅર અર્થથી મળીને બન્યો હોય છે અને વિશાળ પહાડના મૂળમાં ત્યાં પ્રાપ્ત થાય છે જ્યાં અસહ્ય દબાણ હોય છે.

શોધકર્તાઓ કહે છે કે સૌથી પ્રથમ સુપરમાઉન્ટેન આજથી બરાબર 2થી 1.8 અરબ વર્ષ પહેલા, એ સમયે બન્યા હતા જ્યારે નૂના મહાદ્વીપનો જમાવ થયો. બીજી વખત 65 કરોડથી 50 કરોડ વર્ષ પહેલા ગોંડવાના મહાદ્રીપના નિર્માણ સમયે સુપરમાઉન્ટેન બન્યા હતા. ઝૂએ આ વિશે કહ્યું કે, બે વખત સુપર માઉન્ટેનનું સર્જન થયું અને તેના અને ધરતીના વિકાસની વચ્ચે સંબંધ છે. આજના સમયમાં એવા કોઈ સુપર માઉન્ટેન અસ્તિત્વ ધરાવતા નથી. આ માત્ર તેમની ઊંચાઈને સંલગ્ન નથી, પણ જો તમે કલ્પના કરો તો 2400 કિલોમીટર લાંબા હિમાલયને ત્રણ કે ચાર વખત ગણો તેટલી અવિશ્વસનીય ઊંચાઈ આ પહાડોની હતી.

ઝૂએ કહ્યું હતું કે, ‘અમે નૂના સુપર માઉન્ટેનને પ્રથમ ઉદાહરણ તરીકે ગણીએ છીએ. બંને સુપર માઉન્ટેન મહાદ્વીપોના નિર્માણ દરમિયાન ઉપર ઉઠ્યા હતા. આ વિશાળકાય પહાડોનું ક્ષરણ પ્રથમ માઈક્રોસ્કોપિક જીવધારિયોના ઉદય, રેડિએશન, ક્લોરોફાઈટ એલ્ગીના વિસ્તાર અને પશુઓ જેવા વિશાળ જીવોના ઉદય સાથે સંલગ્ન છે. બીજો સુપર માઉન્ટેન ટ્રાન્સગોન્ડવાના હતો. જે 57 કરોડ 50 લાખ વર્ષ પહેલા પ્રથમ વખત વિશાળ પશુઓના પેદા થવા સાથે સંલગ્ન છે.’

એક અન્ય શોધકર્તા પ્રોફેસર જોચેન બ્રોક્સે કહ્યું હતું કે, ‘હવે પહાડોના વિકાસના સમયનો રેકોર્ડ સ્પષ્ટ થઈ ચૂક્યો છે. આ બે વખત થયું. એક પશુઓના પેદા થવા પર અને બીજું જટિલ વિશાળ કોશિકાઓ સાથે સંલગ્ન છે. જ્યારે પહાડોનું ક્ષીણ થયું ત્યારે મહત્વપૂર્ણ પોષકતત્વો જેવા કે ફોસ્ફરસ અને આયર્ન મહાસાગરમાં વિલિન થઈ ગયા. એટલું જ નહીં સુપર માઉન્ટેને વાતાવરણમાં ઓક્સિજનનું સ્તર વધારવાનું કામ કર્યું. જે શ્વાસ લેવા માટે અતિઆવશ્યક હતું. ઝૂએ એ વાતને ભારપૂર્વક કહી હતી કે આરંભમાં ધરતીમાં ઓક્સિજનનું અસ્તિત્વ નહોતું.’ અતીતમાં આ બે પહાડોએ ઓક્સિજનનું સ્તર વધાર્યું તોપણ કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની મારામારી થઈ ગઈ. કાંગારું વૈજ્ઞાનિકો સાચા હોય તો વિચાર કરી જુઓ કે વર્ષો પહેલા આ બે સુપર માઉન્ટેન નહોત તો….?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments