Team Chabuk-National Desk: ઈચ્છામૃત્યુની વારંવાર વાતો નીકળે છે. આખરે સ્પેનમાં ઈચ્છામૃત્યુ પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. ઈચ્છામૃત્યુને પરમીશન આપનારો સ્પેન એ ચોથો યુરોપિયન દેશ છે. આ કાયદાનાં આવતા હવે સ્પેનમાં કોઈને જો સમય કરતાં વહેલું મરવું હોય તો તેને પરવાનગી આપવામાં આવશે. આ કાયદો પસાર થયા પછી ઈચ્છામૃત્યુના સમર્થકોમાં ભારે ઉત્સાહ છે. લોકો ઠેર ઠેર આ કાયદાનું સ્વાગત કરી રહ્યા છે. જોકે કાયદાનાં વિરોધીઓમાં નિરાશા પ્રવર્તી ગઈ છે.
સ્પેનમાં ખૂબ લાંબા સમયથી લોકો ઈચ્છામૃત્યુનો કાયદો લાવવાની વાચો ઉચ્ચારી રહ્યાં હતાં. શાંતિથી મોતની ચાદર ઓઢી લેવાનાં કાયદા માટે પ્રદર્શન પણ કરી રહ્યાં હતાં. આખરે ગુરૂવારનાં રોજ સ્પેનની સંસદનાં નીચલા ગૃહમાં કાયદાને પસાર કરી દેવામાં આવ્યો.
આ કાયદો પસાર થયા પહેલા જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને મૃત્યુ પામવામાં મદદરૂપ થાય તો આ માટે દસ વર્ષની સજા ફરમાવવામાં આવતી હતી. કાયદો પસાર થયા પછી સ્પેનના સ્વાસ્થ્ય મંત્રી કૈરોલિના ડેરિયસે કહ્યું કે, ‘આજે એક ખૂબ જ મહત્વનો દિવસ છે. અમે માનવાધિકારોને સુરક્ષા દેવાની દિશામાં આગામી પગલું ભરી રહ્યા છીએ. અને અમે એક અધિક માનવીય અને સારા સમાજની તરફ વધી રહ્યા છીએ.’
આ પાર્ટીને વામપંથી અને સેન્ટર પાર્ટીઓનું સમર્થન મળ્યું છે. જ્યારે કે ત્યાંની દક્ષિણપંથી પાર્ટી વોક્સે કોર્ટનો દરવાજો ખખડાવીને કાયદાને રદ કરવાનું નક્કી કર્યું છે. અસંખ્ય ધાર્મિક સમૂહ અને રૂઢીવાદી લોકો પણ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
કાયદામાં શું શું છે ?
નવા કાયદામાં પોતાની જીવનલીલા સંકેલવાના બે ઉપાયો બતાવવામાં આવ્યા છે. પ્રથમ ઈચ્છામૃત્યુ. બીજું કે અન્યની મદદથી આત્મહત્યા. અહીં ઈચ્છામૃત્યુનો અર્થ છે કે વિશેષકર પરિસ્થિતિમાં પીડાથી બચવા માટે જાણીજોઈને જિંદગી પૂર્ણ કરી નાખવી. અર્થાત્ કોઈ ડોક્ટર પાસે ઝેરી ઈન્જેક્શન મરાવવું જેથી શાંતિથી મરી શકાય. બીજું છે આત્મહત્યાનું. જેમાં આત્મહત્યા કરવામાં તો આવે પણ તેમાં કોઈ હાજર રહે બીજો સહાય કરે.
શરતો શું શું છે ?
હવે જેમને જીવનની લીલા સંકેલી જ લેવી છે તેમણે નીચે આપેલી કેટલી શર્તોનું પાલન કરવાનું રહેશે.
- એ વ્યક્તિને કોઈ ખૂબ જ ગંભીર બીમારી થઈ હોય જેનો ઈલાજ સંભવ જ ન હોય. અથવા તો એવી બીમારી જે લાંબા સમયથી હોય અને અસહ્ય પીડા આપતી હોય.
- સ્પેનનો નાગરિક હોવો જોઈએ અથવા તો કાયદાની રૂએ એ સ્પેનનો નિવાસી હોવો જોઈએ.
- એ વ્યક્તિ સંપૂર્ણ રીતે હોશમાં અને સચેત હોવો જોઈએ.
આ કાયદામાં જે તે ઈચ્છામૃત્યુ ઝંખતા વ્યક્તિએ કાયદાના આધાર પર પંદર દિવસની અંદર અંદર બે વખત મરવાનો આગ્રહ કરવાનો રહેશે. જો ડોક્ટરને લાગે કે તેમની મરવાની ભલામણ એ યોગ્ય નથી તો પછી એ ઈચ્છામૃત્યુની અરજીને ફગાવી શકે છે.
સ્પેન સિવાય કોણ કોણ લિસ્ટમાં ?
સ્પેન સિવાય સ્વિત્ઝર્લેન્ડમાં અસિસ્ટેડ સ્યુસાઈડ છે. પણ યુથેસિયા નથી. અસિસ્ટેડ સ્યુસાઈડ પાછળ એવી શર્ત છે કે તેની પાછળનો ઈરાદો યોગ્ય હોવો જોઈએ. નેધરલેન્ડમાં યૂથેનેશિયા અને અસિસ્ટેડ સ્યુસાઈડ બંને છે. અહીં 12 વર્ષનો છોકરો પણ ઈચ્છામૃત્યુની માગ કરી શકે છે. ફક્ત માતા-પિતાની પરવાનગી હોવી જોઈએ. ન્યૂઝીલેન્ડે પણ ઈચ્છામૃત્યુનો કાયદો પસાર કરી દીધો છે. જે નવેમ્બર 2021થી પ્રભાવમાં આવ્યો છે.
આ સિવાયના દેશો બેલ્ઝિયમ, લક્ઝમબર્ગ, કેનેડા, કોલમ્બિયા, ઓસ્ટ્રેલિયાનું વિક્ટોરિયા રાજ્ય અને અમેરિકાનાં કેટલાક રાજ્યો જેવા કે વોશિંગ્ટન, કેલિફોર્નિયા, હવાઈમાં ઈચ્છામૃત્યુને મંજૂરી આપી દેવામાં આવી છે.
હિન્દુસ્તાનમાં શું છે ?
ભારતમાં અરુણા શાનબાગના કિસ્સામાં ઈચ્છામૃત્યુની વાત સપાટી પર આવી હતી. એ દાયકાઓથી કોમામાં હતી. અરુણાનાં કેટલાક સ્વજનોએ તેમને ઈચ્છામૃત્યુ આપી છૂટકારો આપવાની વાત કહી હતી. જેથી તેમને તમામ તકલીફથી છૂટકારો મળી શકે. જોકે તેમને યૂથેનેશિયાની મંજૂરી ન મળી શકી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત