Homeતાપણુંજયરાજસિંહ પરમારે ભાજપ વિરુદ્ધ કરેલા એ ધારદાર ટ્વિટ જે ભાજપ કદાચ હવે...

જયરાજસિંહ પરમારે ભાજપ વિરુદ્ધ કરેલા એ ધારદાર ટ્વિટ જે ભાજપ કદાચ હવે ડિલિટ કરાવી શકે છે

Team Chabuk-Political Desk: કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારની છાપ એક ફાયર બ્રાન્ડ નેતા તરીકેની છે. કોંગ્રેસમાં છેલ્લા 37 વર્ષથી રહેલા જયરાજસિંહ પરમાર મજબૂતીથી સરકાર સામે કોંગ્રેસનો પક્ષ રાખતા હતા. જયરાજસિંહ પરમાર જમીની સ્તરના નેતા તરીકે જાણીતા છે. તેઓ જેટલા ગ્રાઉન્ડ લેવલે એક્ટિવ હતાં એટલા જ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હતા. જયરાજસિંહ પરમાર ટ્વિટર અને ફેસબુક મારફતે સરકારને ચાબુક પણ ફટકારતાં હતા. તેમની મજેદાર અને ધારદાર પોસ્ટના કારણે સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સ પણ મોટી સંખ્યામાં છે. ત્યારે આજે નજર કરીએ તેમની એવી ટ્વિટર પોસ્ટ પર જેમાં તેમણે સત્તા પક્ષની બરાબરની ઝાટકણી કાઢી હતી. જો કે આ ટ્વીટ જોઈને હવે જયરાજસિંહ પરમાર પણ ખચકાટ અનુભવતા હશે કેમ કે આ પોસ્ટ તેમણે ભાજપની વિરુદ્ધમાં કરેલી છે. અને આજે તેઓ એ જ ભાજપમાં જોડાયા છે.

રાજ્યમાં એક બાદ એક પેપર લીક થવાના બનાવો સામે આવતા જયરાજસિંહે ટ્વિટ કરીને સરકાર સામે કટાક્ષ કર્યો હતો અને લખ્યું હતું કે, અડીખમ ગુજરાત છે. અહીંયા ફટાકડા કરતાં પેપર વધુ ફૂટે છે.

ભુજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કમલમ ફળથી તુલા કરવામાં આવી હતી ત્યારે કમલમની જગ્યાએ કેટલાક કેળા મૂકી દેવામાં આવતા જયરાજસિંહ પરમારે ટ્વિટ કરીને આ મુદ્દે કટાક્ષ કર્યો હતો.

પેપર લીક કાંડ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તત્કાલિન ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ રાજ્યભરમાં થઈ હતી ત્યારે જયરાજસિંહ પરમારે ટ્વિટ કરીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રીને સીધો પડકાર ફેંક્યો હતો અને અસિત વોરાનું રાજીનામું લેવા માટેની હિંમત દાખવવા કહ્યું હતું.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાથી જયરાજસિંહ પરમારે જે તે વખતે ટ્વિટ કરીને સરકાર પર આરોપ લગાવ્યા હતા કે ગુજરાતમાં દારૂ અને જુગારનો ધંધો રાજકારણી, પોલીસ અને જનતા એટલે કે પીપીપી ધોરણે ચાલે છે.

આમ જયરાજસિંહ પરમાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને સત્તાધારી પક્ષ ભાજપ વિરુદ્ધ ધારદાર નિવેદનો કરતાં રહ્યા છે. જયરાજસિંહ પરમારે સત્તાધારી પક્ષને બેખોફ રીતે પ્રશ્નો પણ કર્યા છે. જો કે એ જ જયરાજસિંહ હવે એ જ ભાજપ પક્ષમાં જોડાયા છે. ત્યારે જનતાના આ પ્રશ્નો કેવી રીતે ઉઠાવશે તે પણ એક પ્રશ્ન છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments