Homeગામનાં ચોરેવિદ્યાર્થીએ એડમિટ કાર્ડમાં સન્ની લીઓનને માતા અને ઈમરાન હાશ્મીને પિતા બતાવ્યા

વિદ્યાર્થીએ એડમિટ કાર્ડમાં સન્ની લીઓનને માતા અને ઈમરાન હાશ્મીને પિતા બતાવ્યા

પહેલા આપને કે મને સમાચાર પત્રકારો પાસેથી જાણવા મળતા હતા. હવે એ જ સમાચારો મીમમાંથી જાણવા મળે છે. ઈમરાન હાશ્મી અને સન્ની લીઓન હવે પતિ પત્ની છે. નોર્થ બિહારમાં વસવાટ કરે છે. એ બંનેને 20 વર્ષનો એક પુત્ર છે. જે બી.એના બીજા વર્ષમાં છે. મુઝફ્ફરપુરમાં આવેલી વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.

પહેલી નજરે આ કોઈ ન માને પણ બિહારમાં એક વિદ્યાર્થીનું એડમિટ કાર્ડ વાઈરલ થયા પછી સૌ દંગ રહી ગયા છે. ભીમરાવ આંબેડકર બિહાર યુનિવર્સિટીની ઓથોરીટીની આંખો પણ વિસ્ફારિત થઈ ગઈ છે. તેમની જ યુનિવર્સિટીના બીજા વર્ષમાં બેચલર ઓફ આર્ટ્સ કરતા વિદ્યાર્થીના માતાનું નામ સન્ની લીઓન અને પિતાનું નામ ઈમરાન હાશ્મી છે. હવે આ કાર્ડ સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે.

પરીક્ષા આપનારા વિદ્યાર્થીનું નામ કુંદન કુમાર છે. ધનરાજ મહંતો ડિગ્રી કોલેજનો વિદ્યાર્થી છે. જેના પિતાના નામના કોલમમાં ઈમરાન હાશ્મીનું નામ લખેલું છે. જે કોણ છે કહેવાની જરૂર નથી. બીજી બાજુ માતાના નામના કોલમમાં પૂર્વ પોર્ન સ્ટારમાંથી બોલિવુડ અભિનેત્રી બનેલી સની લીઓનનું નામ છે. પણ આ બન્યું કેવી રીતે ?

ધનરાજ મહંતો ડિગ્રી કોલેજના વિદ્યાર્થીએ મજાક કરવા માટે આ કર્યું હોય તેવું પ્રથમ દૃષ્ટીએ લાગી રહ્યું છે. કદાચ એ વિદ્યાર્થી પણ નથી. આ વિદ્યાર્થીએ ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભર્યું હતું. માતા પિતાનું નામ ઉપર કહ્યું એમ અને સરનામું ચતુર્ભુજ મુઝ્ઝફરપુર લખ્યું. એ વિદ્યાર્થીના ઘરે ફોન કરી અને પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે, હું તો બી.કોમ કરી ચૂક્યો છું ફરી વખત પાર્ટ-ટુ અને એ પણ બી.એની પરીક્ષા શા માટે આપું. ફોર્મમાં આખરે જેટલી પણ વિગત ભરવામાં આવી છે તે બધી જ ખોટી છે.

હવે વિદ્યાર્થીઓ કેવી રીતે આ હરકત કરી રહ્યા છે તેની તપાસ કરવાની માંગણી ઉઠી છે. ધનરાજ ડિગ્રી કોલેજના આચાર્ય સુનીલ કુમારે ત્યાંના સ્થાનિક અખબાર સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, વિશ્વવિદ્યાલયમાંથી પોર્ટલ ચેક કરવા માટે પાસવર્ડ મળ્યો છે. મેં સાંજના પાંચ વાગ્યે પોર્ટલ ખોલી અને તપાસ કરી કે કેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે. તો જોયું કે કુંદન નામથી એક ફોર્મ ભરાયેલું છે. તેમાં કુંદન કુમાર નામના એક વિદ્યાર્થીનું ફોર્મ ભરાયેલું હતું. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ ફોર્મ ખોટું છે. કોઈએ મજાક કરવા માટે ફોર્મ ભર્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments