Team Chabuk-Entertainment Desk: પૉર્નસ્ટારમાંથી ઍક્ટ્રેસ બનેલી સની લીઓનીએ બીજી વાર લગ્ન કર્યાં છે, પોતાના જ પતિ ડૅનિયલ વેબર સાથે. કૅનેડામાં શીખ પરિવારમાં જન્મેલી સનીનું સાચું નામ કરણજિત કૌર વોહરા છે. સનીએ અમેરિકન પૉર્નોગ્રાફિક ફિલ્મોમાં ખૂબ કામ કર્યું હતું અને ખૂબ નામના મેળવી હતી. ૨૦૧૧ની ૯ એપ્રિલે સનીએ સાથી પૉર્નસ્ટાર ડૅનિયલ વેબર સાથે લગ્ન કર્યાં હતાં.
આ લગ્ન સિખ રીતરિવાજ પ્રમાણે, પરંપરાગત આનંદ કારજ વિધિ મુજબ થયાં હતાં. હવે ૧૩ વર્ષ પછી સની અને ડૅનિયલે મૉલદીવ્ઝમાં ફરીથી લગ્નનાં વચનોની આપલે કરી છે. ૩૧ ઑક્ટોબરે સંપન્ન થયેલા આ પુનર્વિવાહમાં તેમનાં ત્રણેય બાળકો નિશા, નોઆ અને ઍશર પણ ઉપસ્થિત હતાં.
સનીએ આ લગ્ન વિશે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, “પહેલી વાર આપણે ભગવાન, પરિવાર અને મિત્રોની સામે પરણ્યાં. આ વખતે પરણ્યાં ત્યારે આપણે પાંચ જ હતાં તથા આપણી પાસે વધુ પ્રેમ અને સમય હતો.”
First time we got married was in front of God, family and friends….
— Sunny Leone (@SunnyLeone) November 5, 2024
This time we got married just the 5 of us with more love and time between us! You are still the love of my life and will forever be the one for me! I love you @DanielWeber99 pic.twitter.com/3SEcD86lnT

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત