Homeગામનાં ચોરેOTTની અશ્લીલ સિરીઝો પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ

OTTની અશ્લીલ સિરીઝો પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ

Team Chabuk-National Desk : OTT પ્લેટફોર્મ પર આડેધડ અશ્લીલ દૃશ્યો દર્શાવી જનતાને લોભાવતા ઓનલાઈન કન્ટેન સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે OTT પર દર્શાવવામાં આવતી સામગ્રીનું ઓનલાઈન સ્ક્રિનિંગ કરવાની જરૂર છે, કારણ કે ત્યાં કેટલીક વખત પોર્નોગ્રાફી પણ દર્શાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેના પર કેન્દ્રનું રેગ્યુલેશન રહેશે. હવે કોર્ટ આ કેસ પર આગામી સુનાવણી શુક્રવારના રોજ કરશે.  

સુપ્રીમ કોર્ટ એમેઝોન પ્રાઈમની અપર્ણા પુરોહિતની જામીન યાચિકા પર સુનાવણી કરતું હતું. વેબ સિરીઝ તાંડવમાં ધાર્મિક લાગણીઓ ભડકાવવાનાં આરોપમાં અપર્ણા પુરોહિત સહિત અસંખ્ય કલાકારો અને નિર્દેશકો પર પણ કેસ ફાઈલ થયા છે. આ પહેલાં ઈલાહાબાદ હાઈકોર્ટે અપર્ણા પુરોહિતની યાચિકા ખારિજ કરી દીધી હતી. જે પછી અપર્ણાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

આજે આ કેસમાં સુપ્રીમ કોર્ટે ફક્ત બે મિનિટ જ સુનાવણી કરી હતી. સુનાવણીના આરંભમાં ન્યાયાધીશ અશોક ભૂષણે કહ્યું કે, OTT પ્લેટફોર્મ પર દેખાડનારી વસ્તુઓ પર સ્ક્રિનીંગ થવી જોઈએ. તેમના કહેવાનો અર્થ એ હતો કે જે રીતે ફિલ્મોને સેન્સર બોર્ડ પાસ કરે છે એ પ્રમાણે જ OTT પ્રોગ્રામને પણ જોયા બાદ જ જનતાની સામે રજૂ કરવાની સ્વીકૃતિ મળવી જોઈએ.

જસ્ટિસ ભૂષણે આગળ કહ્યું કે, આજ કાલ જે વસ્તુઓ OTT પર ચાલી રહી છે અને દેખાડવામાં આવી રહી છે. તેમાં કેટલીક વખત પોર્નોગ્રાફી પણ હોય છે. જોકે ન્યાયાધીશ ભૂષણની ટીપ્પણી તાંડવ સિરીઝને લઈને નહીં પણ તમામ ઓનલાઈન અને અશ્લીલતાનું પ્રદર્શન કરતી સિરીઝો પર હતી.

અપર્ણાના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, ઓટીટી પ્લેટફોર્મ માટે રેગ્યુલેશન આવી ચૂક્યા છે. જોકે અત્યાર સુધી નિયમો નથી બનાવાવમાં આવ્યા. અમને રેગ્યુલેશનથી કોઈ પરેશાની નથી પણ તાંડવ એ પહેલા બની છે. સમય મર્યાદિત હોવાના કારણે સુનાવણી આવતી કાલ પર ટાળી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે નેટફ્લિક્સ, એમેઝોન સહિતના OTT પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવતી સામગ્રીમાં ભરપૂર હિંસા અને અશ્લીલતા દર્શાવવામાં આવે છે. જેના કારણે તેની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે. સ્યુટેબલ બોયમાં મંદિરમાં ચુંબન કરતો સીન અને બાદમાં તાંડવમાં હિન્દુ ધર્મને લઈ દર્શાવવામાં આવેલ દૃશ્યના કારણે ઓટીટી પ્લેટફોર્મને પણ સેન્સરની આંખ નીચેથી પસાર કરી જનતા સામે પીરસવાની માગ ઉઠી છે. ત્યારે જોવાનું એ રહેશે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટની તાંડવ સિરીઝને લઈ શું પ્રતિક્રિયા આપે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments