Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર ખૂબ જ ચર્ચામાં છે. સ્વરા હવે તમામ રીતિ-રિવાજ સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંનેના વેન્ડિંગ ફંક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્વરા સપા નેતા ફહદ સાથે લગ્ન કરી રહી છે.
લગ્નના ફંક્શન 12 માર્ચથી હલ્દી સેરેમની સાથે શરૂ થઈ ગયા છે. જ્યારે અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે હલ્દીની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સ્વરા-ફહદ સાથે જોવા મળી રહ્યા છે. બંનેના ચહેરા પર હલ્દીની સાથે સાથે રંગ પણ જોવા મળી રહ્યો છે.
આ તસવીરો સિવાય સ્વરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો અને કહ્યું કે તેનું હલ્દી ફંક્શન હોળી સેલિબ્રેશનમાં ફેરવાય ગયું. આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, જીવનના દરેક રંગની સાથે ઉજવણી કરી રહી છું.
Here’s to celebrating all the colours of life together. #SwaadAnusaar@FahadZirarAhmad pic.twitter.com/oCgvTJYfhI
— Swara Bhasker (@ReallySwara) March 12, 2023
હલ્દી સેલિબ્રેશનની આ તસવીરોને લઈ સ્વરા અને ફહદ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયા છે. આ પછી મહેંદી ફંક્શનનું પણ આયોજન કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે હલ્દી-મહેંદી બાદ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે 15 માર્ચે એક કવ્વાલી સમારોહ પણ યોજાશે, જેમાં ખાસ મિત્રો, સંબંધીઓ અને પરિવારના સભ્યો હાજર રહેશે. બાદમાં બંને પરંપરાગત રીતે લગ્નના બંધનમાં બંધાશે. કહેવામાં આવી રહ્યું છે કે બંને 16 માર્ચે લગ્ન કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત