Team Chabuk-Gujarat Desk: મંગોલિયાની સરકારે તેના દેશવાસીઓને વાયદો કર્યો હતો કે આ વખતે ગરમીની સિઝન પહેલા દેશ કોરોનામુક્ત થઈ જશે. બહેરીનના સરકારી તંત્રએ કહ્યું હતું કે જલ્દી જ સામાન્ય સ્થિતિ થઈ જશે. સેશલ્સ ઈકોનોમીને ઊંચાઈ પર લઈ જવા માટે ઉંધેમાથ થયું હતું. હવે આ તમામ દાવાઓની હવા નીકળી ગઈ છે. દાવાઓ પોકળ સાબિત થયા છે ચીનના કારણે.
આ તમામ દેશની અડધાથી વધારે જનસંખ્યાને કોરોનાની વેક્સિન લાગી ગઈ છે તેમ છતાં કોરોનાના કેસ તીવ્ર ગતિથી વધી રહ્યા છે. ચીનની સિનોફાર્મ અને સિનોવેક વેક્સિન પર આંખ બંધ કરીને ભરોસો કરવો આ દેશને મોંઘો પડી રહ્યો છે.
સેશલ્સ, બહરીન, ચિલી અને મંગોલિયાએ વેક્સિન આપવાની ઝડપમાં અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. આ દેશની 50થી 68 ટકા વસતિને વેક્સિન લાગી ચૂકી છે. જોકે ગત અઠવાડિયે સંક્રમણ વધવામાં આ દેશ ટોપ-ટેનમાં આવી ગયા હતા. ચીન પાસેથી 90 ઉપર દેશોએ વેક્સિન લીધી છે અને એ તમામ દેશો ચિંતિત છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ દેશમાં ચીની વેક્સિન એવી શંકા પેદા કરી શકે છે કે ચીનની વેક્સિન નવા વેરિયન્ટના ફેલાવાને રોકવા માટે વધારે અસરકારક નથી. એવામાં આ દેશોમાં ફરી લોકડાઉન, ટેસ્ટિંગ અને અર્થવ્યવસ્થાનું પૈડુ અટકી જાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. સૌથી મોટી ચિંતા એ છે કે હવે જે લોકોએ વેક્સિન લગાવી નથી તેમને વેક્સિન માટે મનાવવા સરકાર માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે, કારણ કે ચીનની વેક્સિન વિશ્વાસ પેદા નથી કરી શકી.
ઓસ્ટ્રેલિયાની ફ્લિન્ડર્સ યુનિવર્સિટીમાં પબ્લિક હેલ્થના પ્રોફેસર નિકોલાઈ પેટ્રોવસ્કી કહે છે કે, સાફ દેખાય રહ્યું છે કે સંક્રમણ પર અંકુશ લગાવવામાં ચીનની વેક્સિનની અસર ઓછી છે. આ સિવાય આ વેક્સિનની સાથે જોખમ એ છે કે લગાવનારા લોકોમાં થોડા કે કોઈ લક્ષણ દેખાતા નથી અને છતાં વાઈરસ એકમાંથી બીજામાં ફેલાઈ રહ્યો છે. હોંગકોંગ યુનિવર્સિટીના વાયરોલોજીસ્ટ જિન ડોન્ગયાને કહ્યું કે, જો વેક્સિન પ્રભાવી હોત તો આવું નહોત.
આ સિવાય ચીનની કંપનીઓએ ડેટા પણ આપ્યો નથી કે સંક્રમણનો ફેલાવો રોકવામાં વેક્સિન કેટલી કારગત નીવડે છે. સ્થિતિ એવી છે કે હાલ ચીનનું સીડીસી કહી રહ્યું છે કે હર્ડ ઈમ્યુનિટી માટે દેશની 85 ટકા વસતિનું વેક્સિનેશન કરવું પડશે. આ પહેલા ચીને 70 ટકાનું અનુમાન આપ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત