Homeગામનાં ચોરેકેન્દ્ર સરકારે કેજરીવાલને આપ્યો ઝટકો, દિલ્હીની ત્રણે નગર નિગમ એક કરવાનો નિર્ણય,...

કેન્દ્ર સરકારે કેજરીવાલને આપ્યો ઝટકો, દિલ્હીની ત્રણે નગર નિગમ એક કરવાનો નિર્ણય, હવે ત્રણની જગ્યાએ એક જ મેયર હશે

Team Chabuk-National Desk: કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની ત્રણે નગર નિગમોને એક કરવાનો નિર્ણય લીધો છે. આ રાજ્યમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી સરકારને મોટો ઝટકો છે. મંગળવારના રોજ મોદી મંત્રીમંડળે દિલ્હીના ત્રણે નગર નિગમને એક કરવાના નિર્ણય પર મહોર મારી દીધી. હવે દિલ્હીમાં ત્રણની જગ્યાએ ફક્ત એક જ મેયર હશે. આ સાથે જ નોર્થ, સાઉથ અને ઈસ્ટ નગર નિગમના સ્થાન પર માત્ર એક નગર નિગમ રહેશે.

ત્રણે નગર નિગમના વિલય બાદ અસ્તિત્વમાં આવનારા નગર નિગમથી દિલ્હીની આપ સરકારને પૂરી રીતે દૂર રાખવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નગર નિગમ અધિનિયમ (ડીએમસી એક્ટ)ની 17 કલમનો અધિકાર દિલ્હી સરકાર પાસેથી આંચકીને કેન્દ્ર સરકાર પોતાના અધીન લઈ શકે છે. આ કલમ હેઠળ કાર્યવાહી કરવાનો પ્રથમ કેન્દ્ર સરકારની પાસે જ અધિકાર હતો, પરંતુ ઓક્ટોબર 2009માં કેન્દ્રએ આ કલમ હેઠળ કાર્યવાહી કરવાનો અધિકાર દિલ્હીની સરકારને આપી દીધો હતો. એ પછી નગર નિગમના કામકાજમાં દિલ્હી સરકારનો હસ્તક્ષેપ વધ્યો છે.

સૂત્રોની માનવામાં આવે તો દિલ્હી પ્રદેશ ભાજપના નેતાઓએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો હતો કે તે નગર નિગમને પૂરી રીતે દિલ્હી સરકારથી મુક્ત કરી દે. કાં તો ત્રણે નગર નિગમ પોતાની પાસે રાખે અથવા તો ત્રણે નગર નિગમનું વિલય કરી નાખી એક નગર નિગમ બનાવી નાખે, કારણ કે દિલ્હી સરકારને ડીએમસી એક્ટની કેટલીક કલમ હેઠળ કાર્યવાહી કરવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. આ કારણે તે નિરંતર એકીકૃત નગર નિગમની માફક ત્રણે નગર નિગમોને પરેશાન કરી રહી છે.

ભાજપના નેતાઓનું કહેવું છે કે ઉપરોક્ત ધારાઓ સંલગ્ન કાર્યોની ફાઈલ દિલ્હીની સરકાર લટકાવીને રાખે છે. જેનાથી નિગમનું કામકાજ પ્રભાવિત થાય છે. ભાજપના નેતાઓએ કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે તે પહેલાની માફક નગર નિગમને પોતાના હસ્તકત લઈ લે.

દિલ્હીની શીલા દીક્ષિત સરકારે વર્ષ 2009માં નગર નિગમને પૂરી રીતે પોતાના કબ્જામાં લેવાના પ્રયાસ હેઠળ કેન્દ્રિય ગૃહ મંત્રાલય પાસેથી ડીએમસી એક્ટની 23 ધારાઓનો અધિકાર લઈ લેવાના સંબંધમાં કેન્દ્ર સરકારની પાસે પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાંથી કેન્દ્રએ તેમને 17 ધારાઓનો અધિકાર આપ્યો હતો અને તેમાંથી પણ 12 ધારાઓનો અધિકાર સંપૂર્ણ રીતે આપ્યો હતો. જ્યારે તેમને પાંચ ધારાઓ હેઠળ કેન્દ્ર સરકારને ભલામણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ એ સમયે થયું હતું જ્યારે કેન્દ્રમાં અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments