Homeગામનાં ચોરેદુનિયાની એકમાત્ર એવી કંપની જેણે વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર કર્યું

દુનિયાની એકમાત્ર એવી કંપની જેણે વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર કર્યું

કોરોનાની વેક્સિનની રેસમાં હાલ વિશ્વના સેંકડો દેશ લાગ્યા છે. કેટલાક દેશ એવા છે જે કોરોનાની વેક્સિનના અંતિમ તબક્કાના ટ્રાયલ પર પહોંચી ગયા છે. કેટલાક દેશોની કંપનીઓ કોરોનાની રસીના ભાવ પણ નક્કી કરવા લાગી છે. કોરોનાની વેક્સિન આવ્યા પહેલાં તેને સાચવવાની તૈયારીઓમાં દેશ ઉંધેમાથ થઈ ગયા છે. કોને રસી પહેલાં આપવી અને કોને પછી આપવી તેનો નકશો પણ તૈયાર કરી લેવાયો છે. આ દેશોમાં ભારત પણ સામેલ છે.

ભારતની પહેલી સ્વદેશી વેક્સિન લગભગ તૈયાર છે. ભારત બાયોટેકે દાવો કર્યો છે કે બીજા તબક્કાના પરિક્ષણમાં વેક્સિન 60 ટકા સફળ રહી છે. આગામી જૂન મહિનામાં વેક્સિન બજારમાં પણ આવી જશે. અત્યાર સુધીમાં બે તબક્કામાં વેક્સિનનું પરિક્ષણ થયું છે. પહેલાં તબક્કાના પરિક્ષણ બાદ કંપનીએ દાવો કર્યો હતો કે, વેક્સિન 90 ટકા સફળ છે.

હવે બીજા તબક્કામાં વેક્સિન 60 ટકા સફળ હોવાનો દાવો કરાયો છે. બીજી તરફ વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારત બાયોટેક ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગથી આ વેક્સિન બનાવી રહી છે.

ત્રીજા તબક્કાના પરિક્ષણમાં કુલ 26 હજાર લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. અત્યાર સુધીમાં 1 હજાર લોકોને ડોઝ અપાઈ ચુક્યો છે. દેશના 25 કેન્દ્રો પર આ કામગીરી ચાલી રહી છે. પરિક્ષણ દરમિયાન તમામ વોલંટિયર્સને નિરીક્ષણ હેઠળ રખાશે. ત્રીજા તબક્કાનું પરિક્ષણ પૂર્ણ થયા બાદ વેક્સિનને મંજૂરી અપાઈ શકે છે.

દેશના કોરોના વોરિયર્સ માટે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં પણ એક વેક્સિન આવી જશે તેવી શક્યતા છે. સરકાર સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની વેક્સિનને ઈમરજન્સી અપ્રુવલ આપવાનું વિચારી રહી છે. SSIની વેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ત્રીજા તબક્કાના પરિણામ ટૂંક સમયમાં આવી શકે છે. ભારતમાં આ વેક્સિન ‘કોવિશિલ્ડ’ નામે મળશે.

સરકારે પહેલાં 25થી 30 કરોડ લોકોને વેક્સિન આપવાનું આયોજન કરી રહી છે. જેના માટે વેક્સિનના 50થી 60 કરોડ ડોઝની જરૂર પડશે.  જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં જો વેક્સિન મળી જાય તો ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન અપાશે. આ ઉપરાંત પોલીસકર્મીઓ અને સેનાના જવાનોને પણ વેક્સિન આપવામાં આવશે. દાવો કરાયો છે કે, વેક્સિન આપવાની પહેલી યાદી તૈયાર કરી લેવાઈ છે.

અમેરિકા

અમેરિકામાં 11 થી 12 ડિસેમ્બરથી કોરોનાની વેક્સિન આપવાનું શરૂ કરાઈ શકે છે. કોરોનાની વેક્સિન મુદ્દે 10 ડિસેમ્બરે FDA સાથે બે કંપનીઓની બેઠક યોજાશે. જેમાં વેક્સિનને લીલીઝંડી આપવાની મંજૂરી અંગે ચર્ચા થશે. જો મંજૂરી મળી જશે તો તેના 24 કલાકમાં જ રસીકરણની શરૂઆત કરવાની પણ કંપનીઓની તૈયારી છે. કોરોનાની વેક્સિન અમેરિકાની કંપની ફાઈઝર અને જર્મનીની તેમની ભાગીદાર કંપની બાયોએનટેકે બનાવી છે. ફાઈઝર દુનિયાની એકમાત્ર એવી કંપની છે જેણે વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર કર્યું છે.

દાવો છે કે આ વેક્સિન 95 ટકા સફળ છે. જો કે, આ વેક્સિનને સ્ટોર કરવી ખુબ મુશ્કેલ હશે. વેક્સિનને માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ કોલ્ડ ચેનમાં રાખવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ ફાઈઝર 20 ડોલરમાં વેક્સિનનો એક ડોઝ આપશે. જો ભારતમાં આ વેક્સિન આવે તો તેની કિંમત અંદાજે બે હજાર રૂપિયા હોઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર માટે વપરાયેલી એન્ટીબોડીને પણ અમેરિકાએ મંજૂરી આપી દીધી છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું છે કે, રેજેનરોન અને રેજેન-કોવ-2 એન્ટીબોડી દવા જે કોરોના સામે લડવામાં મદદ કરે છે. આ દવાના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. આ એન્ટીબોડી દવાનો ઉપયોગ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાગ્રસ્ત થયા હતા ત્યારે તેમના પર કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને આ અંગે કહ્યું છે કે, 12 વર્ષથી ઉપરના વ્યક્તિને આ દવા આપી શકાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments