Team Chabuk-International Desk: નોર્થવેસ્ટર્ન ફ્રાન્સમાં રહેતા જેવિયર બોગેટ નામેરી 80 વર્ષીય વૃદ્ધ જ્યારે પણ સાઈકલ પર સવાર થઈને શહેરમાં ઘુમવા માટે નીકળે છે ત્યારે તેમના માથા પર એક કબૂતર હોય છે. કબૂતરનું નામ બ્લેકોન છે. જેવિયરને આ કબૂતર બે વર્ષ પહેલા વોકિંગ કરતા સમયે મળ્યું હતું. તેમણે એક માળામાંથી બ્લેકોનને નીચે પડતા જોયું અને બિલાડી તેનો શિકાર કરવાની તૈયારીમાં હતી.
જેવિયર પહેલા તો આ આખી ઘટનાને તેની સ્થિતિ પર છોડી ચાલ્યા ગયા હતા. જોકે બાદમાં પત્ની મેરીએ દબાણ કરી તેમને કબૂતરને બચાવવાની વાત કરતા તેઓ ફરી એ સ્થળે ગયા. બ્લેકોન ત્યાં જ હતો. જેવિયર તેને ઘરે લાવ્યા અને તેનો યોગ્ય ઈલાજ કરાવ્યો.
આ ઘટનાને યાદ કરતા જેવિયર કહે છે કે, આશરે દોઢ મહિના સુધી મેં બ્લેકોનને દિવસમાં પાંચ વખત સિરીન્ઝ મારફતે ખાવાનું આપ્યું. ત્યારથી અમારી મિત્રતા થઈ ગઈ છે. હું નથી જાણતો કે બ્લેકોન મારો એટલે આભારી છે કે મેં તેનો જીવ બચાવ્યો. જોકે આ વાતને લઈને હું રાજી છું કે બ્લેકોન માત્ર ખાવા માટે જ મારી પાસે નથી આવતો. ખાવાનું તો તેને શહેરના કોઈ પણ ખૂણામાં મળી જશે પણ જ્યારે પણ હું ફ્રી થાઉં છું ત્યારે ત્યારે તે મારી પાસે આવી જાય છે.
તેઓ સાઈકલની ઘટનાને યાદ કરતા કહે છે કે, જ્યારે પણ હું સાઈકલ ચલાવું છું એ આવીને મારી ટોપી પર બેસી જાય છે. તેણે ખૂદને જ નહીં મને પણ શહેરમાં લોકપ્રિય કરી દીધો છે. કેટલીય વખત બારી ખુલ્લી હોય ત્યારે ત્યાંથી અંદર આવી મારા ફર્નિચર પર બેસી જાય છે.
જોકે એ વાત આશ્ચર્ય પમાડશે કે જેવિયરની પત્ની મેરી જેણે પોતાના પતિને કબૂતરને બચાવવાનું કહ્યું હતું તે કબૂતર ઘરમાં ઘુસી આવે ત્યારે તેનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી જાય છે. જ્યારથી બ્લેકોન અને જેવિયરની ખબર સામે આવી ત્યારથી તેમના ઘરે લોકોનાં ટોળા ના ટોળા આ અનેરી મિત્રતાની ઝલક માણવા માટે ઉમટી પડે છે.
જેવિયર કહે છે કે મેં કોઈ દિવસ તેને કેદ કરવાનો પ્રયત્ન નથી કર્યો. એ મુક્ત મને વિહરે છે. જેવિયર આ દોસ્તી વિશે કહે છે કે, કેટલાય લોકોને મારી અને બ્લેકોનની મિત્રતા 37 વર્ષ પહેલા તુર્કીના એક વ્યક્તિની યાદ અપાવી જાય છે જેને હંસની સાથે મિત્રતા હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત