ગુપ્ત પ્રેમ પ્રસંગોમાં અટવાયેલી રાજ કુમારી ગોબિન્દ કૌરના, અસંખ્ય પ્રેમ પ્રકરણો બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા હતા અને લોકોની જીભે ચડી ગયા હતા. ગુલામ ગીલાની બાદ કર્નલ વરયામ સિંહ સાથેના હુંફાળા સંબંધો નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. રિયાસતમાં તે સૌથી ઊંચા પાયદાન પર હતો. તેના બાપ-દાદાએ પણ રિયાસતની સેવા કરવાનો જ ધંધો કર્યો હતો.
રિયાસતમાં ફરજ બજાવતો કર્નલ વરયામ સિંહ એક વખત મહેલમાં આટા ફેરા મારી રહ્યો હતો. છઠ્ઠા માળ સુધી પહોંચવા માટે તેણે પગથિયાં ચડ્યા. પગથિયાં ચડતાં ચડતાં તેની સામે રાજકુમારી આવી ગઈ.
આ સુંદરતાને જોઈ તે મોહી પડ્યો. કોહીનૂર કરતાં પણ મોટું રત્ન તેની આંખની સામે આવી ગયું હતું. તેના માંસલ અને ફુલગુલાબી હોઠોએ તેના મગજ પર કબ્જો કરી લીધો. સામે રાજકુમારી પણ કર્નલના ઊંચા અને ખડતલ શરીરને એકીટશે જોવા લાગી. આસપાસ કોઈ ન હતું. તારામૈત્રક થયો. બેઉં એકબીજાને લાંબો સમય જોતા રહ્યા. જે એમના માટે તો પળભરવાર માટે જ હતો.
બેઉં કોઈ ફિલ્મના હીરો અને હીરોઈન આસપાસમાંથી નીકળે તેવી રીતે પસાર થયા. ગુલામ ગીલાનીના હ્રદયમાં જે બીટ વાગી હતી એ જ બીટ હવે કર્નલ વરયામ સિંહના હ્રદયમાં વાગી રહી હતી. આખો દિવસ બસ એક જ વિચાર કે, સુંદરતાના આ મધપુડાની સાથે મિલન કેવી રીતે કરવું. ઝેરી માખીઓના ડંખની તેને સ્વાભાવિકપણે ખબર હતી. તેણે આંખો બંધ કરી અને કલ્પના કરી. મહેલના સૌથી મોટા ગુંબજની પાસે રાજકુમારી હોય છે. ફાટકની પાસે ચોકીદારો હોય છે. ચોકીદારો મહારાજાના વફાદાર છે.
ગિલાની સાથે થયેલી હરકત બાદ તો રાજકુમારીનું ઘુમવાનું બંધ થઈ ચૂક્યું છે. આવા સમયે હું ફરી રાજકુમારીના આવાસ નજીક જાઉં તો મારી ગરદન ધડથી અલગ પણ થઈ જાય. વિચારોને એક ઝટકામાં તેણે ફગાવી દીધા અને મન પર રાજકુમારીનું સૌંદર્ય લાવ્યો.
ફરી જૂની રિત-રસમ શરૂ થઈ. મહારાણીની નવી સેવિકાનું નામ બાસન્તી હતું. બાસન્તીના હાથેથી પત્રો મોકલવામાં આવતા હતા. પત્રો ખુલતા અને તેમાંથી પ્રેમના સુવાસભર્યા શબ્દો રાજકુમારી વાંચતી. રાજકુમારી સામે પત્ર લખી બાસન્તીના હાથે કર્નલને મોકલાવતી. કર્નલ પણ આ પત્ર વાંચીને ગાંડો થઈ જતો અને તેને છાતી સરસો ચાંપી દેતો હતો.
વરયામ સિંહને હવે ગમે તે ભોગે સુંદરતાની આ દુકાનને માણવી હતી. તેના મનમાં એક વિચાર જબકી ગયો. મહેલની બહાર કૂવો હતો. કૂવાનો ઉપરનો ભાગ મહેલની દિવાલ સાથે ચોંટેલો હતો. પરસ્પર જોડાયેલો. આ કૂવાની નજીક સવાર સિવાય તો કોઈ ન ફરકતું. રાજકુમારીને પણ પત્ર દ્વારા આ માહિતીથી સૂચિત કરવામાં આવી.
કોઈનું ધ્યાન ન હોય એ રીતે વરયામ સિંહ કુવામાં ઉતરી જતો અને ઉપરથી રાજકુમારી પિતળનો હાંડો નાખતી. જેથી જોઈ જનારને પણ લાગે કે પાણી ભરવા માટે હાંડો નાખવામાં આવ્યો છે. જ્યારે કોઈનું ધ્યાન રાજકુમારી તરફ ન હોય ત્યારે હાંડાની સાથે જોડાયેલી દોરી પકડી વરયામ સિંહ ઉપર આવી જતો.
ખડતલ વરયામ સિંહ એમ ખેંચાય તેમ નહોતો. રાજકુમારીએ બે ચાર સેવિકાઓની મદદ લીધી હતી. એ સેવિકાઓ રાજકુમારીની મદદ કરતી અને વરયામ સિંહ સુંદરતા સાથે મિલન કરવા માટે કોઈ પરીકથાના નાયકની જેમ ઉપર ચડી આવતો હતો.
સેવિકાઓ ચાલી જતી અને રાજકુમારીની લચકતી કમરની પાછળ પાછળ ગાંડો થઈને વરયામ સિંહ મહેલના કક્ષમાં ઘુસી જતો. રાજકુમારીએ પોતાની સુંદરતાનો નિખાર લાવવા માટે સૌથી મોંઘા પોશાક પહેર્યા હોય. સોનેરી પલંગ પર રેશમી ચાદર પાથરેલી હોય. ચમેલી અને ગુલાબના ફૂલ ખાટલા પર હોય. અત્તરની મહેક આવતી હોય. આછા પ્રકાશમાં રાજકુમારી પોતાના એક એક પોશાકને કાઢવા માંડતી અને વરયામ સિંહ પણ રાહ ન જુએ.
આખી રાત રાજકુમારી વરયામ સિંહના પહાડી શરીરથી મળતા સુખનો આનંદ લે. વરયામ સિંહ પણ આ કયામતનો દિવસ હોય તેમ રાજકુમારી પર વરસી પડે. રતિક્રીડા પૂરી થયા પછી પથારી પર પાથરવામાં આવેલા ફૂલો પીંખાય ગયા હોય. રેશમી ચાદર અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય. મિલન કેટલું મજેદાર હતું તે જોનાર સેવિકાઓને રાજકુમારીની દશા કરતાં ચાદરની દશાથી ખ્યાલ આવી જાય.
સવાર થતાં પહેલાં જ વરયામ સિંહ એ જ રસ્તેથી ઉતરીને જતો રહેતો જ્યાંથી આવ્યો હોય. રાજકુમારી અને સેવિકા તેને ઉતારી દેતી અને સંભોગનો આ સિલસિલો બે વર્ષ સુધી ચાલ્યો.
રાજકુમારીના અફેરની કપૂરથલા રિયાસતના મિનિસ્ટર સરદાર દાનિશમન્દને ભનક લાગી ગઈ. જોગાનું જોગ વરયામ સિંહ સાથે તેની દુશ્મની હતી. એક મોટી તક તેના હાથમાં લાગી ગઈ. તેને લાગતું હતું કે વરયામ સાથે બદલો લેવો એ મારા માટે બારગાંવ જેટલું છેટું થશે, પણ આ તો વરયામના પ્રેમ પ્રકરણે જ દાનિશમન્દ માટે બદલાની લાલ જાજમ પાથરી દીધી.
વરયામને આ જ રીતે ચડતા તે જોઈ ગયો. ઓફિસરોને રિપોર્ટ કરી દીધો. હોમ મિનિસ્ટરને ખબર પહોંચી ગઈ. ધસમસતું ટોળું આવ્યું અને દરવાજો તોડવા લાગ્યું. અંદર રાજકુમારી અને વરયામ કઢંગી હાલતમાં હતા. રાજકુમારીને પણ ખબર પડી ગઈ કે હવે શું હાલત થવાની છે એટલે નગ્ન અવસ્થામાં જ એક સુરંગથી ભાગી છૂટ્યા. આ સુરંગ મહેલની અંદરથી જ્યાં કૂવો હતો ત્યાંથી 100 ગજ દૂર હતી. રાજકુમારી અને વરયામ સિંહ પકડાઈ જવાની બીકે કૂવામાં છુપાય ગયા અને આખી રાત ત્યાં જ રહ્યા.
દરવાજો તૂટ્યો અને પોલીસ અંદર પહોંચી તો રાજકુમારી ત્યાં નહોતી. બીજા કેટલાક દરવાજા પણ તોડવામાં આવ્યા. કંઈ હાથ ન લાગ્યું. નાગ અને નાગણી ભોંણમાંથી રસ્તો કરી ભાગી છૂટ્યા હતા !
વીસ કિલોમીટર ચાલીને વરયામ અને રાજકુમારી કલ્યાણ નામના ગામડામાં પહોંચ્યા. આ બ્રિટિશ વિસ્તાર હતો. જ્યાં કોઈ તેમની ધરપકડ ન કરી શકે. વરયામના પરિવારજનોને આ વાતની ખબર પડી તો તેમણે વરયામને સ્વીકારવાની ના પાડી દીધી. નિર્વસ્ત્ર થી કૂવામાં સંતાયા પછી હાથમાં જે પોશાક લઈને નીકળ્યા હતા તે પહેર્યા. ડરના કારણે આભૂષણો પણ તેમની પાસે ન હતા જે વેચી મોટી રકમ ભેગી કરી શકે અને ગુજરાન ચલાવી શકે. રાજકુમારીના ગળામાં રહેલ સોનાનો દોરો વેચી નાખ્યો.
વરયામ અને રાજકુમારીએ એક માટીનું ઘર બનાવ્યું. વરયામ આખો દિવસ ખેતી કરતો અને કેટલાક પશુ પાળેલા હતા જેનું ગોબર ઉપાડવાનું કામ રાજકુમારી કરતી હતી. એ ડરથી કે પોલીસ અથવા તો કપૂરથલાની રિયાસત પકડી જશે તો અમારી સાથે શું કરવામાં આવશે ?
(ક્રમશઃ)