Homeવિશેષઆજે ગૂગલે જેનું ડૂડલ બનાવ્યું તે ડો. કાદંબિની ગાંગુલી કોણ છે ?

આજે ગૂગલે જેનું ડૂડલ બનાવ્યું તે ડો. કાદંબિની ગાંગુલી કોણ છે ?

Team Chabuk-Special Desk: આજે સવારમાં ઇન્ટરનેટની દુનિયામાં પગ મૂકવા માટે ગૂગલ (Google) ખોલ્યું તો એક અનોખુ ડૂડલ (Doodle) જોવા મળ્યું. ગૂગલ (Google) કોઈને કોઈ ખાસ દિવસ પર ડૂડલ (Doodle) બનાવતું રહે છે. કોઈ વિશેષ કે મહાન વ્યક્તિના જન્મદિવસ પર કે કોઈ વિશેષ દિવસ પર ગૂગલ પોતાના ડૂડલના માધ્યમથી લોકોને સંદેશ આપતું રહે છે. આજે રવિવારની સવારે 18 જુલાઈના દિવસે ગૂગલે ભારતના એક ડોક્ટર જેઓ ડોક્ટર તરીકે પ્રશિક્ષિત થનારા ભારતના પ્રથમ મહિલા હતા તેઓનું ડૂડલ બનાવ્યું. આ ડોક્ટરનું નામ એટલે ડો. કાદંબિની ગાંગુલી (Kadambini Ganguly). આજે ડો. કાદંબિની ગાંગુલી (Kadambini Ganguly)નો 160મો જન્મદિવસ છે. આ ખાસ દિવસે ગૂગલે તેઓને યાદ કરીને ડૂડલ બનાવ્યું છે. આવો જાણીએ ડો. કાંદબિની ગાંગુલી (Kadambini Ganguly) વિશે.

મહત્વની વાત એ છે કે ગૂગલના આ ડૂડલનું ચિત્રણ બેંગલોરના એક કલાકાર ઓડ્રિજાએ કર્યું હતું. ડો. કાંદબિની ગાંગુલી (Kadambini Ganguly) એક ડોક્ટર હતા. આ ઉપરાંત તેઓ મહિલા મુક્તિ માટે એક કાર્યકર્તા અને એક સ્વતંત્રતા સેનાની પણ હતા. તેઓને જન્મ 18 જુલાઈ 1861ના રોજ ભાગલપુર બ્રિટિશ ભારત (હાલનું બાંગ્લાદેશ)માં થયો હતો.

ડો. કાદંબિની ગાંગુલી (Kadambini Ganguly)ના પિતા ભારતના પ્રથમ મહિલા અધિકાર સંગઠનના સહ-સંસ્થાપક હતા, જેમણે કાંદબિની ગાંગુલી (Kadambini Ganguly)ને એવા વખતે શાળાએ મોકલ્યા હતા જ્યારે ભારતીય સમાજમાં મહિલાઓને શિક્ષણ આપવું એ મહત્વનું માનવામાં નહતું આવતું. વર્ષ 1883માં કાંદબિની ગાંગુલી (Kadambini Ganguly) અને તેમના સાથી ચંદ્રમુખી બસુઈન ભારતના ઇતિહાસમાં સ્નાતક ડિગ્રી મેળવનારી પ્રથમ મહિલા બન્યા હતા. ત્યારબાદ તેમણે પ્રોફેસર અને કાર્યકર્તા દ્વારકાનાથ ગાંગુલી (Dwarkanath Ganguly) સાથે લગ્ન કરી લીધા. તેમના પિતાએ મેડિકલ ક્ષેત્રમાં ડિગ્રી મેળવવા માટે ઘણું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

કાદંબિની ગાંગુલી (Kadambini Ganguly) વર્ષ 1884માં કોલકતા મેડિકલ કોલેજ (Kolkata Medical College)માં પ્રવેશ મેળવનાર પ્રથમ મહિલા બન્યા. 1886માં કાદંબિની ગાંગુલી (Kadambini Ganguly)એ પોતાનો મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરીને ડિગ્રી મેળવી લીધી. ત્યારબાદ તેઓ ભારતીય-શિક્ષિત ડોક્ટર બનનારા પ્રથમ મહિલા બની ગયા. તેઓએ યૂનાઈટેડ કિંગડમમાં કામ કર્યું, અભ્યાસ કર્યો અને બાદમાં તેઓએ સ્ત્રી રોગના નિષ્ણાંત ઉપરાંત તબીબી ક્ષેત્રે વધુ ત્રણ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા. બાદમાં તેઓ 1890માં પોતાની પ્રેક્ટિસ કરવા માટે ભારત પરત આવ્યા. ડો. કાદંબિની ગાંગુલી (Kadambini Ganguly)ના જીવન પર આધારિત બાયોગ્રાફી ‘પ્રોથોમા કાદંબિની’ વર્ષ 2020માં ટેલિવિઝન સિરીઝના રૂપમાં બતાવવામાં આવી હતી. જેનાથી આજના યુવાનોને ઘણી પ્રેરણા મળે છે. 3 ઓક્ટોબર 1923ના રોજ કોલકતામાં ડો. કાદંબિની ગાંગુલી (Kadambini Ganguly)નું અવસાન થયું હતું. આજે તેમની જન્મજયંતી નિમિત્તે ગૂગલે ડૂડલ બનાવીને આ મહાન મહિલા વિભૂતિને યાદ કરવાનો મોકો આપ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments