Homeગામનાં ચોરેશું કોરોના વેક્સિન લેનારા બે વર્ષમાં મૃત્યુ પામશે?

શું કોરોના વેક્સિન લેનારા બે વર્ષમાં મૃત્યુ પામશે?

Team Chabuk National Desk: કોરોના વેક્સિન કોઈને કોઈ કારણોસર ચર્ચમાં રહી છે. તેને લગાવનારા કરતાં ન લગાવનારાઓની સંખ્યા વધારે છે. હાલમાં જ ચાબુકે પણ એક સ્ટોરી કરી હતી, જેમાં વેક્સિનની બીકે લોકો નદીમાં કૂદી ભાગવા લાગ્યા હતા. વેક્સિનના દામનમાં ડાઘ લાગવા પાછળનું કારણ વોટ્સએપ યુનિવર્સિટીમાં બેઠેલા કેટલાક જ્ઞાનીઓ દ્વારા ફેરવવામાં આવતા ધડમાથા વિનાના સંદેશાઓને પણ આભારી છે.

ફ્રાન્સના નોબલ પારિતોષિક વિજેતા વુચ મોંતાનિએનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે વેક્સિનેશનના કારણે જ નવા નવા વેરિએન્ટ પેદા થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, દુનિયાભરના વૈજ્ઞાનિકોને આ ઘટના અંગે જાણકારી છે. જોકે એમ છતાં તેઓ ચૂપ બેઠા છે. તેમણે કહ્યું કે, આ ઘટનાને ADE – અર્થાત્ એન્ટીબોડી ડિપેન્ડેડ ઈનહેન્સમેન્ટ કહેવામાં આવે છે.

આ વીડિયોના આધાર પર એક બે જગ્યાએ આર્ટિકલ પણ છપાયા છે. એક આર્ટિકલ લાઈફસાઈટ નામની ન્યૂઝ વેબસાઈટ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે. તેનું મથાળું કાંઈક એવું છે કે કોરોના વેક્સિનના કારણે ખૂબ મોટી ભૂલ થઈ રહી છે. સાથે જ તેમાં લખવામાં આવ્યું છે કે જે લોકો કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે તેમનું બે વર્ષની અંદર અંદર મોત થઈ જશે.

નોબલ પારિતોષિક વિજેતા લુચ મોંતાનિએ ફ્રાન્સના વાયરલોજીસ્ટ છે. AIDS પર કરવામાં આવેલી તેમની રોચક કામગીરીના કારણે તેમને 2008માં આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. હવે આ માણસ આ પ્રકારનો દાવો કઈ રીતે કરે ? PIB દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકમાં પણ એ વાત સામે આવી છે કે લોકોના ઈનબોક્સમાં અને વોટ્સએપમાં ફરી રહેલો એ સંદેશો બિલકુલ ખોટો છે. ધડ માથા વિનાનો છે.

લુંચ મોંતાનિયાએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેને અમેરિકાની Rair Foundation દ્વારા અનુવાદિત કરવામાં આવ્યો હતો. આ સાક્ષાતકારમાં મોંતાનિયો કહે છે કે, ‘‘જે સમસ્યા આપણી સામે છે તેને ADE એટલે કે એન્ટીબોડી ડિપેન્ડેડ ઈનહેન્સમેન્ટ કહેવામાં આવે છે. વેક્સિન એન્ટીબોડી બનાવે છે. આ વસ્તુ વાઈરસને મરવા માટે મજબૂર કરે છે અથવા તો કોઈ બીજો રસ્તો શોધી લે છે. આ રીતે જ નવા વેરિએન્ટ મળે છે. આ વેક્સિનેશન છે જે નવા વેરિએન્ટ માટે જવાબદાર છે.’’

મોંતાનિયોનું કહેવું એવું છે કે વેક્સિનેશન થતાં નવો વેરિએન્ટ પેદા થાય છે. જે જે દેશમાં વેક્સિનેશન થયું ત્યાં ત્યાંથી નવો વેરિએન્ટ પેદા થયો અને મોટી સંખ્યામાં લોકો મરવા લાગ્યા. વિશ્વભરમાં આવું જ થઈ રહ્યું છે.

હવે લુંચ મોંતાનિયોના આ દાવાને મોટાભાગના વૈજ્ઞાનિકો માની જ નથી રહ્યા. સત્ય વાત એ છે કે લુંચ ખોટા ઠર્યા છે. વૈજ્ઞાનિકો કહે છે કે, ADE અને કોવિડ-19 વેક્સિનેશન બંનેને દૂર દૂર સુધી કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. AFP દ્વારા પણ એક ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં નોબલ પારિતોષિત વિજેતા લુંચ મોંતાનિયાના દાવાની હવા કાઢી નાખવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ ભ્રમ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. વેક્સિન લીધા બાદ કોઈ બે વર્ષની અંદર અંદર મૃત્યું નથી પામવાનું.  

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments